SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ નંદનની કથા. મદ કરવો ઉચિત નથી, હે શક ! તારું શરીર તો નિમેષ રહિત હજાર નેત્રોથી વ્યાસ છે, તે તારી રમ્યતા શું માત્ર છે? પરંતુ આ એક પુરૂષ જ મારી દ્રષ્ટિમાં અમૃત વરસાવે છે.” પછી કેતકીપત્ર સમાન કટાક્ષથી વારંવાર નંદનને જોઈને રાજકુમારી ચિત્યમાં જિનપૂજા કરવા ચાલી ગઈ. એવામાં તે સ્ત્રી કુમાર આગળ બેસીને કહેવા લાગી કે - “હે સ્વામીનું હું ભારે ઉત્સુક્તાથી ચાલી ગઈ તેનું કારણ સાંભળે – “અહીં મેઘ નામે રાજા છે કે જેણે શત્રુરૂપ પર્વતોના કોધરૂપ દાવાનળને પ્રકૃe તરવારરૂપ જળધારાથી અટકાવેલ છે. તેની જયાવલી રાણીની કુક્ષિરૂપ છીપમાં ઉત્પન્ન થએલ અને વિશ્વના વિભૂષણરૂપ મુકતાવલી નામે પુત્રી થઈ. તે બાલ્યવય ઉલ્લંધી સમસ્ત કળાને અભ્યાસ કરતાં અનુક્રમે રૂપવૃદ્ધિને વૃદ્ધિ પમાડનાર એવા યૌવનને પામી. એક વખતે કૌતુકથી તે વરસાદના પ્રચુર જળથી ભરપૂર નગરની નજીકમાં નદી નિહાળવાને ગઈ. ત્યાં ઉંચે ઉછળી રહેલા મોટા કલ્લોલયુક્ત તે નદી ઓળંગવાને અસમર્થ બનેલા ઘણું લોકે નદીના બંને તટ પર ભેગા થયા હતા. એવામાં કોઈ સ્ત્રીએ નદીના એક તટથી બીજા તટ પર જવાની ઈચ્છા કરી. ત્યાં નદીના બંને તટ એકત્ર મળી ગયા. એટલે તે માગે બીજા તટ પર આવીને તે રમણી અમેદપૂર્વક તરત પિતાની સખીને મળી. એ બનાવ જતાં બધા લોકો આશ્ચર્યથી ચકિત થઈ ગયા. ત્યારે રાજકન્યાએ પેલી રમણને પૂછયું કે –“ભદ્રે ! આ શું આશ્ચર્ય તે બેલી કે –“આજ નગરમાં દત્ત નામે શ્રેણી છે, તેની હું સમા નામે પુત્રી છું આ વિમલા નામે બાળપણની મારી સખી છે. એક વખત તેની સાથે હું સાધ્વીઓ પાસે ગઈ, ત્યાં પ્રભાવયુક્ત પંચનમસ્કાર સાંભળતાં જ મેં તેને સ્વીકાર કર્યો. પછી બીજા નગરમાં હું પરણી ત્યાંથી આજે હું અહીં આવી અને વિમલા સખીને તટ પર રહેલ જોઈને તેને મલવાની મને ઉત્કંઠા થઈ એટલે નદીમાં પ્રવેશ કરવાને ઈચ્છતી મેં પંચનમસ્કારનું ચિંતવન કર્યું. તેના પ્રભાવથી નદીના બંને તટ સાથે મળી જતાં હું અહીં આવીને મારી સખીને આનંદપૂર્વક મળી.” એમ નમસ્કાર મંત્રને પ્રભાવ સાક્ષાત્ નજરે જોતાં રાજકન્યા બેલી કે – અહા! પંચનમસ્કાર તો આ લોકમાં પણ ભારે લાભદાયક છે.” પછી વિમલા સાથે હું અને એ રાજકન્યા પણ સાધ્વી પાસે જઈને નમસ્કાર મંત્ર શીખી અને દરરોજ આ ચૈત્યમાં આવીને એ મંત્રને હું ચિંતવવા લાગી, ત્યારથી રાજકન્યાની સાથે મારે મિત્રતા થઈ.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy