SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન ૩ વીતરાય નમઃ | મીરી ગ્રન્થાવલિના પાંચમા પુષ્પ તરીકે શ્રી ભૈરવપદ્માવતી કલ્પ’ પ્રસિદ્ધ કરતી વખતના vo મારા નિવેદનમાં સૂચવ્યા મુજબ ગ્રન્થાવલિના છઠ્ઠા પુષ્પ તરીકે “મહામાભાવિક નવસ્મરણ” નામનો આ ગ્રન્થ જાહેર જનતા સમક્ષ મૂકતાં મને અવર્ણનીય આનંદ થાય છે, અને તે પુસ્તકની તથા પ્રસ્તુત પુસ્તકની સૌથી વધુ નકલો ખરીદ કરીને મારા એક વખતના સહાધ્યાયી અમદાવાદવાળા શ્રીમાન દયાવારિધિ માણેકલાલ ચુનીલાલ શાહ, શેઠ માણેકલાલ પ્રેમચંદ તથા શ્રીયુત કરમચંદ ચુનીલાલ શેરદલાલ તેમજ બીજા પણ મુનિમહારાજે અને સંસ્થાઓએ અગાઉથી ગ્રાહક થઈને મને આ અમૂલ્ય પ્રકાશન જાહેરમાં મૂકવા માટે ઉત્તેજિત કર્યો છે તે માટે તે સઘળાનો આભાર માનવાની આ તક લઉં છું અને ઇચ્છું છું કે મારા હવે પછીના પ્રકાશનોની પણ વધુ પ્રમાણમાં નકલો ખરીદ કરીને બીજાં વધુ ગ્રન્થરનો જાહેર પ્રજા સમક્ષ મૂકવા માટે તેઓ મને વધુ તક આપશે. શ્રીમાન કરમચંદ ચુનીલાલ શેરદલાલ સાથે શેઠ માણેકલાલ પ્રેમચંદને પ્રથમ જ વાર તેઓના બંગલે જ્યારે હું મલવા ગયો હતો ત્યારે તેઓશ્રીએ “નવસ્મરણ”ની પ્રાભાવિકતાને લગતા કોઈ વિશિષ્ટ પ્રત્થરત્નને તૈયાર કરવાની અમૂલ્ય સૂચના મને કરી હતી, ત્યારથી પૂર્વાચાર્યોએ વિશાળ દૃષ્ટિથી અને આત્મકલ્યાણની પવિત્ર ભાવનાથી સર્જન કરેલી અને જગતમાત્રના કલ્યાણની ભાવનાથી આશ્રય આપીને આજસુધી સાચવી રાખેલી “નવસ્મરણ”ની મહાપ્રાભાવિકતાની સાક્ષી આપતી સાહિત્યસામગ્રીને નાશ થતો અટકાવવા, તથા તેના વારસદારોને તેની ખરી કીમત સમજાવવા મને મળી શકી તેટલી સામગ્રી એકઠી કરીને આ પ્રકાશનદ્વારા જાહેરમાં મૂકવા મેં નિશ્ચય કર્યો. પ્રસ્તુત સંગ્રહ આ ગ્રન્થમાં છાપવામાં આવેલાં યંત્રો તથા ચિત્ર વગેરેના પ્રકાશનના સર્વ હક્ક પ્રકાશકને જ સ્વાધીન હોવાથી પ્રકાશકની લેખિત મંજૂરી વિના કોઈપણ સંસ્થા અગર વ્યક્તિએ એ નહિ છપાવવા આગ્રહભરી વિનંતિ છે. વળી આ અતિ દુર્લભ યંત્રો તથા ચિત્રો પૂજનીય અને વંદનીય છે, તેમજ નાન વયે પણ પૂજ્ય છે. એટલે વાંચક અને દર્શક બંને પ્રત્યે નમ્ર વિનંતિ છે કે તેઓ કૃપા કરીને તેની જરાપણ અવગણના ન કરે. પ્રસ્તુત સંગ્રહમાં “નમસ્કારમાહાસ્ય’ ૧ થી ૧૯ સુધી, પૃષ્ઠ ૨૦ થી ૬૭ સુધી શ્રી નવકારમંત્ર અને તેના વિષયમાં આવશ્યક વિચારે” તથા પૃષ્ટ ૬૮ થી ૮૬ સુધી “શ્રી નમસ્કાર મહામંત્રના મંત્રાસ્નાયો' તથા તેને લગતા ચાર યંત્રો, પૃષ્ઠ ૮૭ થી ૯૪ સુધી નંદનની કથા, પૃઇ ૯૫ થી ૯૬ સુધી શ્રીદેવની કથા, પૃષ્ઠ ૯૭ થી ૧૧૪ સુધી સુદર્શન શેઠની કથા વગેરે કથાઓ નમસ્કાર મહામંત્રની પ્રભાવિતા દર્શાવવા આપવામાં આવેલી છે, વળી પૃઇ ૧૧૫ થી ૧૧૮
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy