SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. પાંચ મહાવ્રત કરીને યુક્ત તે આ પ્રમાણે -- ૧૯ “શ્વાઝો વાવાયા મળે” અર્થાત્ –મન, વચન અને કાયાએ કરી છે કાયના જીવોને હણે નહિ, હણાવે નહિ તથા હણનારાની અનુમોદના કરે નહિ. - ૨૦ “áાવો મુલાવાયાગો ડેમો’ અર્થાતુ-ફોધ, લોભ, ભય તથા હાસ્યાદિકથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ સંબંધે મન, વચન તથા કાયાએ કરી પોતે જુઠું બેલે નહિ, બીજાની પાસે જુઠું બોલાવે નહિ તથા જુઠું બોલનારની અનુમોદના કરે નહિ. ૨૧ શ્વાગી વિક્સાવાળો વેરમળ અર્થાતુ-પારકું અદત્ત પિતે તૃણ માત્ર લે નહિ, બીજાની પાસે લેવરાવે નહિ, લેનારને અનુમોદે નહિ. અદત્તાદાનના તીર્થકર અદત્ત, ગુરૂઅદત્ત, સ્વામિઅદત્ત તથા જીવઅદત્ત એ ચાર ભેદે છે તે વિસ્તાર ભયથી અત્રે વર્ણવ્યા નથી. ૨૨ “ ગો મેગાવો વૈરમ” અર્થાતુ-દેવ, મનુષ્ય તથા તિર્યંચની સ્ત્રી સંબંધી મન, વચન અને કાયાએ કરીને મિથુન સેવે નહિ, સેવરાવે નહિ, સેવનારને સારે માને નહિ. ૨૩ ‘પાયો વરિહાડો વેરH નવવિધ પરિગ્રહ તથા ધાતુમાત્ર મૂછ રૂપે રાખે નહિ, ધર્મના સહાયક ઉપકરણોથી અધિક ઉપકરણ પણ રાખે નહિ, રખાવે નહિ અને રાખનારની અનુમોદના કરે નહિ. આ પાંચ મહાવતે કરીને યુક્ત. પાંચ પ્રકારના આચાર તે આ પ્રમાણે – ૨૪ જ્ઞાનાચાર-જ્ઞાન પિતે ભણે, બીજાને ભણાવે, ભણનારની અનુમોદના કરે; જ્ઞાન પિોતે લખે, બીજા પાસે લખાવે તથા લખનારની અનુમોદના કરે. ૨૫ દર્શનાચાર–પિતે સમ્યકત્વ પાળે, બીજાને સમ્યકત્વ પમાડે અને સમ્યવથી પડતો હોય તેને પડતે બચાવીને સ્થિર કરે. ૨૬ ચારિત્રાચાર–પિતે ચારિત્ર પાળે, બીજાને ચારિત્ર પળવે, જે કોઈ શુદ્ધ ચારિત્ર પાળતા હોય તેની અનુમોદના કરે. ૨૭ તપાચાર–બાહ્ય અને અત્યંતર એવો બાર પ્રકારનો તપ પોતે કરે, બીજા પાસે તપ કરાવે અને તપ કરનારની અનુમોદના કરે. ૨૮ વિર્યાચાર–મન, વચન અને કાયાની શક્તિને ધર્મમાં જોડવા રૂપ ત્રણ પ્રકારના વીર્યની શુદ્ધિ. આ પાંચ પ્રકારનો આચાર પાલવાને સમર્થ. પાંચ સમિતિ આ પ્રમાણે – ૨૯ ઈસમિતિ-માગમાં જતાં આવતાં જીવોની રક્ષા માટે ઉપયોગ પૂર્વક
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy