SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ “દુર્લભ એવો મનુષ્ય દેહ' ૮૩ ઘર્મ આરાઘન કરવાનું ભૂલીને જીવ સ્ત્રીઆદિમાં કેવો સચેત છે સ્ત્રીઆદિક પદાર્થો પૂર્વે સુશીલ સ્વરૂપવાન અને ગુણજ્ઞ મળ્યાં છે. જેના વિના નહીં જીવી શકું એવો મોહાદિ પ્રકારથી તેવું દ્રઢત્વ થયું છે. છતાં તે પણ અનંતવાર ત્યાગી ત્યાગીને તેને જ ઘેર દાસપણે જન્મ લેવો પડે છે. તે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવી વાત છે કે આ નાવરૂપી શરીર બેભાન સ્થિતિએ ડામાડોળ થયું છે. ફક્ત એને એક ધર્મ એ જ સહાયભૂત છે. તેમ છતાં ધર્મ આરાધન કરવાનું જીવ ભૂલી જઈને સ્ત્રીઆદિ પદાર્થોમાં મોહાદિભાવ કેવું સચેતનપણું રાખે છે.” ભવોભવ રખડવાનું કારણ એ જ સ્ત્રીઆદિક પદાર્થો જો કે હવે થોડીવારે સ્ત્રીને ત્યાગવી છે. એ જ સ્ત્રી પોતાના સ્વાર્થને માટે ખોટી કલ્પના કરી આ આત્માનું અહિત કરવા પોતાને વિષે જેને મોહ થયો છે તેને એવા મોહમાં પ્રેરે છે. ભવોભવ રખડવાનું કારણ એ જ સ્ત્રીઆદિક કારણો છે. મોદાદિ ભાવ છે તે કલ્પનાના હેત છે. તેમ છતાં બધા ધર્મનાં પ્રકારથી ચિત્ત ઊઠીને ત્યાં જઈને સ્થિત થાય છે કે તેના મોહમાં પ્રેરાય છે. એ તે આ જીવની કેવી અજ્ઞાનતા કહેવાય; તેનો કંઈ વિચાર થાય છે ?” પતિ, પત્ની માટે ઘન રાખે પણ સ્ત્રીના નસીબમાં ન હોય તો રહે નહીં “દ્રષ્ટાંત તરીકે વિચાર કરીએ કે આ એક બિચારી રાંક જેવી કે ગરીબમાં ગરીબ એવી સ્ત્રી કે દીકરી છે તેને મારા વિના કોણ આધાર છે, એમ મનમાં આવી જઈ તે સ્ત્રીઆદિકને માટે અમુક રકમ સંપાદન કરી આપી જઈએ તો ઠીક. એવો વિચાર કરી તે સંપાદન કરવામાં કાળ ગુમાવી પોતાના આત્મહિતથી અટકી તેની અમુક ગોઠવણ કરવાની ઇચ્છા ઘણા આત્માઓને રહે છે. તેમ છતાં તે બિચારી સ્ત્રીઆદિકને નસીબમાં નહીં હોવાથી કાં તો તે ધન વ્યર્થ જાય છે, અથવા તો નાશ થાય છે. અથવા તો તે પીડિત (રોગી) રહે છે. કહો ત્યારે આપણે તો તેના સારા માટે કરી જતા હતા. તેમ છતાં તેના નસીબે એમ થાય છે અને આપણું કંઈ ઇચ્છેલું નથી થતું. એવું જે ઇચ્છવું તે કેવું અજ્ઞાન કહેવાય ? તે આ જીવની થોડી મૂઢતા છે?” માતા પુત્રને દુઃખ વેઠી મોટો કરે અને પરણે ત્યારે સ્ત્રીનો થઈ જાય “એક યોનિમાં ઉત્પન્ન થયેલા એવા લઘુ બંધવ અને જેની કુક્ષીને વિષે ઉત્પન્ન થયા એવી માતુશ્રી કે જે નવ માસ ઉદરમાં રાખી અનેક પ્રકારના દુઃખ સહન કરી મળ મૂત્રાદિ ધોઈ વિશેષ પ્રકારથી ચાકરી કરી મોટો કર્યો તે શું પરની દીકરીને જ માટે? આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે આ તે જીવની કેવી મૂઢતા? આ તે જીવને કેવો મોહ? એ વિચાર કરતાં દ્રષ્ટિ ચાલી શકતી નથી. જો જીવ જરા વિચાર કરે તો સમજી શકાય એવું છે કે એવા પ્રકારની મોટી કલ્પનાઓ કરવી તે જ એને અજ્ઞાનતાનું મોટું કારણ છે. અને એ જ અજ્ઞાનતા તે નરકાદિ અનંત ભવનું વધારનારું મહા
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy