SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક ૬૯૨ ‘દુર્લભ એવો મનુષ્ય દેહ’ શ્રીમદ્ રાગોન ૭૯ ભાઈ ખુશાલદાસના ગુજરી ગયાના સમાચાર શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને લખે છે : શ્રી ખુશાલદાસની મરણની બે મિનિટ અગાઉ સુધી સાવધાની ખંભાત બીજા જેઠ વદી ૧૨, ૧૯૫૨ “આ અનિત્ય અને અશરણ એવા ત્રાસરૂપ સંસારમાં એક સદ્ ગુરુનું (આપ પવિત્ર નાથનું) જ શરણ સત્ય છે. સુજ્ઞ ભાઈશ્રી ખુશાલદાસ ગઈ કાલે એટલે સોમવારના આઠ વાગ્યાના સુમારે આ ભૂમિનો ત્યાગ કરી ચાલ્યા ગયા છે. મરણાંતની બે મિનિટ અગાઉ સુધી સાવધાનથી પોતે ભક્તિમાં લક્ષ રાખ્યો હતો. યુવાવસ્થાના પહેલા ભાગમાં પોતે દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા. એવો પ્રત્યક્ષ બનાવ જોઈ, આ આત્માને દૃઢત્વ થતું જ નથી અને પોતે તો મરવું જ નથી, એવો દૃઢ નિશ્ચય રાખેલો છે. પ્રત્યક્ષ બાળ યુવાન અને વૃદ્ધ એવા સેંકડો મરણ નજરે જોતાં છતાં આ લેખકની છાતી પીગળતી નથી. એ જ આ લેખકની અનંતાનંત મૂઢ દશાની અજ્ઞાનતા છે...અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.’ ભાઈ ખુશાલદાસની મરણ સમયની વિગત શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવને કાગળમાં લખી જણાવે છે : પરમકૃપાળુદેવને શ્રી ખુશાલદાસના મરણ સમયની વિગતની જાણ ‘ખંભાત અસાડ સુદી ૧ શનિવા૨, ૧૯૫૨ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ “પરમકૃપાળુ, પરમદયાળુ, સહજાનંદી, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી, સદા સ્વરૂપવિલાસી, નિરહંકારી, નિસ્પૃહી એવા જગતગુરુ પરમાત્મા શ્રી રાજ્યચંદ્રજીને નામે પરમોલ્લાસથી ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર. પરમ પવિત્ર પરમ કૃપામય પત્ર મળ્યું. વાંચી અત્યાનંદ થયો. ફરીથી પત્ર મળશે એમ ધારી લખવામાં થયેલા વિલંબની ક્ષમાપના ઇચ્છું છું.” શ્રી ખુશાલદાસને છપદનો પત્ર સાંભળતા મરણનો સમય આવી ગયો “ભાઈ ખુશાલદાસને મરણના દિવસે સોમવારે બલખા નીકળવાના બંધ થયા હતા. અને સહેજ શાતા જણાતી હતી. ભાઈ કીલાભાઈ તથા નગીનભાઈ તરફથી પંદર દિવસ અગાઉથી જ એમની સમીપમાં રહેવાનું અને રાત્રે સુવાનું રાખ્યું હતું. સોમવારે શ્રી વચનામૃતોના પત્રો વાંચવાનું વિશેષ ચાલ્યું હતું. તે જ દિવસે જરા શ્વાસની ઉત્પત્તિ વધારે હતી. પણ પંચેન્દ્રિયો સાવધાનપણે સારી હતી. ત્રણ વાગ્યાના સુમારે કીલાભાઈ વાળુ કરવા ગયા. તે વખતે સહજ ઘરવાળાઓએ સ્વાર્થી ગરબડ કરી મૂકી. અને સ્ત્રીઆદિકને કંઈ કહેવા કરવા વિષેની વાત તે લોકો તરફથી
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy