SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો ૫૧ છે; અને પરમકૃપાળુદેવના શરણે જ આ દેહનો ત્યાગ કરવા યોગ્ય છે. એમની ભાવના પ્રમાણે એમ જ બન્યું હતું. પરમકૃપાળુદેવની જેને અટળ શ્રદ્ધા છે તેને કંઈ ગભરાવા જેવું નથી “પરમકૃપાળુદેવ પ્રત્યે જેની અટળ શ્રદ્ધા છે તેને કંઈ પણ ગભરાવવાનું કારણ નથી. સંયોગો તો સર્વ છૂટવાના જ છે. જે જવા બેઠું છે, રાખ્યું રહે તેમ નથી, તેની ફિકર કોણ વિચારવાન કરે? જ્યાં સુધી નરભવની કાયાનો જોગ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવને શરણે જીવવું છે અને અંતે તેને જ આશ્રયે દેહ છોડવો છે એમ જેનો નિશ્ચય છે તેને પછી વેદના કે મુશ્કેલીઓ ગમે તે આવો પણ તેની સામે પડી તે સમાધિમરણ કરી શકે છે. ક્ષણેક્ષણ સત્સાધનમાં ગાળવા કાળજી રાખે છે તેને ધન્ય છે. આત્મવિચાર આત્મભાવના અપૂર્વ છેછે.” (બો.૩ પૃ.૬૨૪) આપણેય માથે મરણ છે ને! જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે “પૂજ્યશ્રી પોતાના દેહોત્સર્ગના આગલા દિવસે સંવત્ ૨૦૧૦ના કાર્તિક સુદ ૬ના બોધમાં જણાવે છે : હવે તો સમાધિમરણ કરવાનું છે. આપણેય માથે મરણ છે ને!..-બો.૧ (પૃ.૯૯૫). રડવાથી અશાતા વેદની બંધાય છે. આપણને વિચાર નથી આવતો. કાલે શું થશે તેની શી ખબર છે? કૃપાળુદેવનું શરણું રાખવું, તો બધાનું કલ્યાણ થવાનું છે. કોઈનું દુઃખ લેવાય નહીં. આપણું સુખ કોઈને દેવાય નહીં. આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આઘુંપાછું થવાનું નથી. આપણા મનને દ્રઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી...મનુષ્યભવ રડવા માટે નથી મળ્યો. આખું જગત આપણને લૂંટી લે અવું છે. જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ....રોજ મરણ સંભારવું. મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.” (બો.૧ પૃ.૭૦૧) પરમકૃપાળુદેવ સમક્ષ કાયોત્સર્ગ મુદ્રામાં સ્વરૂપમગ્ન બની કરેલ દેહત્યાગ દરરોજ સવારના પ.પૂ.પ્રભુશ્રીજીના ઉપદેશામૃતની પ્રેસ કોપી તપાસવા તેઓશ્રી ત્રણચાર મુમુક્ષુઓ સાથે બેસતા. કાર્તિક સુદ પના દિવસે તેમણે જણાવ્યું કે હવે તો સાંજે પણ બેસવું છે, જેથી કામ પૂરું થઈ જાય. તે પ્રમાણે સં.૨૦૧૦ના કાર્તિક સુદ ૭ને સાંજના ચાર
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy