SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ XX સમાધિમરણ અંતિમ અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને અસમર્થ “શ્રીમદ્ભા દેહત્યાગ અવસરે ભાઈ નવલચંદભાઈ પણ હાજર હતા. શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં તેઓ જણાવે છે કે, “નિર્વાણસમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત, મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતો નથી.” સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ અને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. જે જે પુરુષોને જેટલા પ્રમાણમાં તે મહાત્માનું ઓળખાણ થયું હતું તેટલા પ્રમાણમાં તેમનો વિયોગ તેમને લાગ્યો હતો.” (જી. પૃ.૨૬૯) શ્રી અંબાલાલભાઈનું અદ્ભુત સમતાસહિત સમાધિમરણ સં. ૧૯૬૩ માં સત્સંગ મંડળમાં–એક દિવસે ફેણાવના છોટાભાઈ ખંભાત આવેલા. સ્વાધ્યાય પછી પૂ. અંબાલાલભાઈ પાસેથી વચન લઈ લીધું કે મને સમાધિમરણ કરાવવા જરૂર આવવાનું વચન આપો. મુમુક્ષુ પ્રત્યેના વાત્સલ્યભાવથી તેઓશ્રીએ વચન આપ્યું. થોડા વખતમાં છોટાભાઈને પ્લેગનો રોગ લાગુ થયો અને પૂ. અંબાલાલભાઈને જાણ થઈ. એટલે દેહની પણ દરકાર કર્યા વગર તેમને સમાધિમરણ કરાવવા તુર્ત જ ફેણાવ પહોંચી ગયા. તેમજ પોતે રોગનો ભય રાખ્યા વગર તેમની સેવા ચાકરી પણ કરી. પરિણામે છોટાભાઈનું સમાધિમરણ થયું.” હૃદયમાં કૃપાળુદેવનું ધ્યાન અને મુખમાં મહાદેવ્યા: કુષિરત્ન “ઘેર આવ્યા પછી પૂ. અંબાલાલભાઈને પણ તાવ આવ્યો. પ્લેગના દર્દથી ઘેરાયા. છતાંય આત્મજાગૃતિ અખંડ રહી. તેમને મરણનો ભય ન હતો. ચાર-પાંચ દિવસ તીવ્ર અશાતા વેદનીય વર્તતી હતી. પણ પોતે તેને અદ્ભુત સમતાથી સહન કરી. હૃદયમાં કૃપાળુદેવનું ધ્યાન હતું; મુખમાં મહાદેવ્યાઃ કુક્ષિરત્ન'એ પદનું સતત રટણ-સ્મરણ હતું અને મનથી સંસાર-મોહિની ઉતારી દીધેલ. છેલ્લા શ્વાસે તેઓશ્રી એ જ “સહજાત્મસ્વરૂપ હે પ્રભુ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં સં.૧૯૬૩ના ચૈત્ર વદ બારશે ખંભાત મુકામે ૩૭ વર્ષની મધ્ય વયે તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. પ્રભુચરણનો અનુરાગી એ પવિત્ર આત્મા શાંતપણે પ્રભુ રાજશરણમાં સમાઈ ગયો.” (શ્રી અંબાલાલભાઈના જીવનચરિત્રમાંથી)
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy