SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સમાધિમરણ જેમ ઝૂરે છે તેમ સુકૃતકમાણી વગરના જીવને મરણ સમયે ઝૂરવું પડે છે. ૪. લક્ષ્મી, યૌવન અને આયુષ્ય વગેરે બધું અસ્થિર હોવાથી ધર્મસેવનમાં જે પ્રમાદ કરે છે તે કાયર પુરુષ છે, સત્યુષ નથી. જે માણસ ધર્મસાધન કરવામાં વાયદા કરે છે અને આ દેખાતી ક્ષણિક વસ્તુઓમાં આસક્ત બની જાય છે તે જ તેમની દુર્ભવ્યતા બતાવે છે. ભવભીરું સત્નો તો ભવનું સ્વરૂપ વિચારી ધર્મસેવનમાં શીધ્ર સજ્જ થઈ જાય છે - લગારે પ્રમાદ કરતા નથી. ૫. જો તું અચિંત્ય એવાં ઉત્તમ ફળરૂપ સમાધિમરણની ઇચ્છા કરતો હોય તો ધર્મ વિષે દૃઢ આદર કર. ધર્મને જ અપૂર્વ ચિંતામણિ, કામધેનુ, કામઘટ અને કલ્પવૃક્ષ સમજી તેની પ્રાપ્તિ માટે વૃઢ આદર કર.” (પૃ.૩૦) ૧. “જેમ દાંત વગરનો હાથી, વેગ વગરનો ઘોડો, ચંદ્ર વગરની રાત્રિ, સુગંધ વગરનું ફૂલ, જળ વગરનું સરોવર, છાયા વગરનું વૃક્ષ, મીઠા વગરનું ભોજન, ગુણ વગરનો પુત્ર, ચારિત્ર વગરનો સાધુ અને દ્રવ્ય વગરનું ઘર એ બધાં શોભતા નથી તેમ ધર્મકળા વગરનો માનવ પણ શોભા પામતો નથી - શોભી શકતો નથી. ૨. સુકૃત કરવામાં તત્પર રહેનારા પુરુષો પુણ્યબળવડે સૌ કરતા ચડી જાય છે, અને જેમ વૃક્ષોને વેલડીઓ વીંટાઈ જાય છે તેમ તેમને સંપદાઓ વીંટી વળે છે. ૩. ઉત્તમ જનોનાં હદયમાં આ ચાર વાનાં વસી રહે છે – (૧) સપાત્રદાન. (૨) મધરી વાણી. (૩) વીતરાગ-પૂજાભક્તિ અને (૪) સદગુરુ સેવા. એનાથી જીવ સ્વઉન્નતિ સાધે છે. સમાધિમરણની યોગ્યતા પામે છે. ૪. સંતોષી, વિનયી, દયા-દાન રુચિવાળો અને પ્રસન્ન હૃદયવાળો મનુષ્ય માનવગતિમાંથી આવીને અવતરેલો સમજવો અને તેને જ માનવધર્મની યોગ્યતાવાળો જાણવો. ૫. જે દ્રવ્ય ઉત્તમ ક્ષેત્રમાં વિવેકથી વપરાય છે તે જ દ્રવ્ય પ્રશંસવાયોગ્ય છે. ૬. બધા કુળમાં શ્રાવક કુળપ્રધાન છે, બધા દેવોમાં જિનેશ્વર દેવ પ્રધાન છે, બધા દાનમાં અભયદાન પ્રધાન છે અને બધા મરણમાં સમાધિમરણ પ્રધાન છે. ૭. પરભવતમાં જતાં ધર્મરૂપી ભાતું સાથે હોય તો જ માણસને અંતસમયે ખરો દિલાસો મળે છે. તેથી સુકૃત કરણી કરી લેવામાં એક ક્ષણમાત્ર પણ વિલંબ ન કરવો; કેમકે પળે પળે આયુષ્ય ખૂટતું જાય છે. ૮. હે ભવ્યજનો! ધર્મકાર્ય કરવાના વાયદા ન કરો. જે ધર્મકૃત્ય આવતી કાલે કરવા ધારતા હો તે હમણાં જ કરો, કેમકે ક્ષણ ક્ષણ જતાં આયુષ્ય પૂરું થઈ જાય છે અને મરણ નજીક આવે છે. માટે સમાધિમરણની તૈયારી કરી લેવી. (પૃ.૨૩). *
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy