SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ સમાધિમરણ આધિ-વ્યાધિ ઉપરાંત અનેક કષ્ટો સહન કરી રહ્યો છે. તથા વીતરાગ પરમ આહલાદરૂપ આત્મિક સુખથી સદેવ વિમુખ રહે છે. માટે દુઃખથી મુક્ત થવાની ઇચ્છાવાળાએ રાગાદિ વિકારો તજી આત્મામાં સ્થિર થઈ નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપની ભાવના કરવી જોઈએ. ૧૯૩ ભાવ શુભાશુભ જ્યાંસુધી, સર્વ તૂટી નહિ જાય ; પરમ સમાધિ ન ત્યાં ઉરે, કહે જ્ઞાની જિનરાય. ૧૯૪ જ્યાં સુધી સમસ્ત શુભાશુભ ભાવો વિકલ્પો છૂટતા નથી ત્યાં સુધી મનમાં પરમ સમાધિ નથી, એમ કેવલી ભગવાન કહે છે.” (પરમાત્મપ્રકાશ પૃ.૩૩૩) “ઘર્મામૃત'માંથી – સમાધિમરણ અર્થે કરવાની સલ્લેખનાની વિધિને વર્ણવવા માટે પ્રથમ સાધકના લક્ષણને કહે છે "देहाहारेहितत्यागात् ध्यानशुद्धयाऽऽत्मशोधनम् यो जीवितान्ते सम्प्रीतः साधयत्येष साधकः ॥१॥ જે સર્વાંગમાં ધ્યાનના આનંદથી યુક્ત પ્રસન્ન થયેલો, જીવનને અંતે અર્થાત્ પ્રાણોનો નાશ થતી વખતે, શરીરના મમત્વનો ત્યાગ, ચાર પ્રકારના આહારનો ત્યાગ અને મનવચનકાયાના વ્યાપારરૂપ ઈહિતના ત્યાગથી, આર્તરૌદ્રધ્યાનને છોડીને આત્મામાં રહેવારૂપ નિર્વિકલ્પ સમાધિવડે, મોહરાગદ્વેષને દૂર કરીને રત્નત્રયમાં પરિણતિ કરવારૂપ આત્મશુદ્ધિને સાધે છે તે સાધક છે.” (પૃ.૫૭૩) “વફાય: સ્વચ્છોડનુવર્ય ચાતુ પ્રતિવર્યચ રોગિત: | उपकारं विपर्यस्यं-स्त्याज्यः सद्भिः खलो यथा ॥६॥ સ્વસ્થ નીરોગી કાયાને પથ્ય આહાર-વિહારવડે સ્વસ્થતામાં જ જાળવી રાખવાયોગ્ય છે, તેમાં રોગ ઊપજતાં નિર્દોષ ઔષધાદિવડે ઉપચાર કરવાયોગ્ય છે અને એ પ્રકારે ઉપકાર કરવા છતાં પણ અધર્મ, રોગવૃદ્ધિ આદિ વિપરીત પરિણામ આવતું હોય ત્યારે સર્જનોએ તે દેહને દુષ્ટજન જેવો ગણીને ત્યાગવાયોગ્ય છે. શરીરને અર્થે ધર્મનાશનો અત્યંત નિષેધ છે તે કહે છે “नावश्यं नाशिने हिंस्यो धर्मो देहाय कामदः । देहो नष्टो पुनर्लभ्यो धर्मस्त्वत्यन्तदुर्लभः ॥७॥ અવશ્ય નાશ પામવાયોગ્ય એવા દેહને અર્થે ઇચ્છિતને આપનાર એવા ધર્મનો નાશ કરવો યોગ્ય નથી, કારણકે દેહનો નાશ થતાં ફરીથી બીજો દેહ પ્રાપ્ત થવા યોગ્ય છે, પરંતુ ધર્મનો નાશ ૧ છે.
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy