SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ સમાધિમરણ અશક્ય બની જાય છે તેમ શરીર ઉપર કાબૂ રહી શકતો નથી. રાગ અને મોહને ઉગતા જ દાબવા શરીરમાં રોગ ન હોય તો પણ જ્યારે મિત્ર સમાન દેખાતો રાગશત્રુ આ મનુષ્યના ચિત્તને ઉદ્વેગ પમાડે છે ત્યારે આ માણસના ઘેર્યની, સમતાની પાળ ટટી જાય છે. તે ધીરજ રાખી શકતો નથી. વૈદ્ય, ડૉક્ટરના કુશળતાભર્યા ઉપચારથી પિત્તાદિનો પ્રકોપ શાંત થઈ શકે છે પરંતુ પ્રાણીઓનું અહિત કરનાર રાગભાવ શાંત થવો બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી મૃત્યુ, રોગ અને રાગ વિશેષ વધે નહીં ત્યાં સુધી ઘર્મ કરી લો વાત, પિત્તનો પ્રકોપ શાંત થતાં પ્રાણી જેમ પોતાનું કાર્ય દત્તચિત્ત થઈને કરે છે, કાર્ય કરવામાં તેનું મન ચોંટે છે તેવી રીતે પૂર્વકમ શાંત થતાં, રાગભાવ ઉપશમતાં, માણસ આત્મકલ્યાણ કરવામાં સમર્થ થાય છે. આ પ્રમાણે જગતમાં મૃત્યુ, રોગ અને રાગ એ ત્રણેય તપ કરવામાં વિધ્ધ પાડે છે. આમ વિચાર કરીને જ્યાં સુધી આ ત્રણ મૃત્યુ, રોગ અને રાગનો વિશેષ ઉદ્ભવ ન થાય ત્યાં સુધીમાં તમને વિષે પુરુષાર્થ-ઉદ્યોગ કરી લેવો જોઈએ. સમાધિ મરણનું ફળ एगम्मि भवग्गहणे समाधिमरणेण जो मदो जीवो । ए हु सो हिंडदि बहुसो सस्तट्ठभवे पमोत्तूण । અર્થ –જે જીવો એક ભવમાં સમાધિમરણથી મરે છે તેને અનેક ભવો ધારણ કરી સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. તેને સાત આઠ ભવો ધારણ કર્યા બાદ અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. (ગાથા ૬૮૨) ક્ષાપક પાસે નહિ જનાર ભવાન નથી सोदूण उत्तमठ्ठस्स, साधणं तिव्वभत्तिसंजुत्तो । जदि णोवयादि का उत्तमट्ठमरणम्मि से मत्ती ॥ અર્થ :-ઉત્તમાર્થ-મોક્ષપ્રાપ્તિ માટે કોઈ મુનિ સમાધિમરણ સાધી રહ્યો છે એવું સાંભળીને પણ જે મુનિ તીવ્રભક્તિ અને ખૂબ આદરપૂર્વક તેના દર્શન માટે જતા નથી તેની ઉત્તમાર્થ મરણમાં ભક્તિ નથી એમ સમજવું. (ગાથા ૬૮૩) સમાધિમરણના ભક્તિના અભાવથી દોષ जत्थ पुण उत्तट्ठमरणम्मि भत्ति ण विज्जदे तस्स । किह उत्तमठ्ठमरणं संपज्जदि मरणकालम्मि ॥
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy