SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ અંત સમય ઉપકારી વ્હેલા આવજો ૩૨૫ મને અનંત સંસારમાં રઝળાવનાર આ કાયા હોવાથી તે મારા શત્રુ જેવી છે, વેરી છે. જો આ કાયા શત્રુ સમાન સમજાય તો તેની દરકાર-તેની સંભાળ કોણ કરે? સમજુ પુરુષ તો ન કરે.. જેમ ઉત્તમ કુળવાન પુરુષ પોતાના કુળની રીતિને તજે નહીં અથવા સિંહ તે વળી ઘાસના તરણાનો ભક્ષ કરે? ન જ કરે. તેમ સર્વજ્ઞ એવા ભગવાન મહાવીરના બોધની જે સાચી સમજણ ધરાવે છે, તે આત્માને મૃત્યુ છે એમ કદી માનતો નથી. પણ તેથી વિપરીત મૃત્યુને તો તે મહોત્સવ માની સમાધિમરણ કરવા વધારે ઉત્સાહિત બને છે. જેમ ક્ષત્રિય પુરુષ વીર-હાક એટલે યુદ્ધ પ્રસંગે યોદ્ધાની ભયંકર ચીસ સાંભળી કે રણભેરીનો અવાજ સાંભળી, શીધ્ર યુદ્ધ કરવા તૈયાર થઈ જાય; તેમ ભગવાન મહાવીરનો વારસદાર મરણ જેવા યુદ્ધ પ્રસંગે પુરુષના બોધબળે મહાન આત્મબળ વાપરીને કમને હણવા તૈયાર થઈ જાય. અને તેમાં જીત મેળવી સમાધિમરણને સાધે છે પણ કદી કાયર થતો નથી. ૨ ખંધક મુનિના શિષ્ય સો ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમ પદ ભાઈ તે; નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘ ણ છે , એ મોક્ષગામી સપુરુષના ચરણમાં હો વંદના! ૩ અર્થ :- ખંધકમુનિના પાંચસો શિષ્યોને ઘાણીમાં ઘાલી પીલી નાખ્યા. એવા સર્વોપરી સંકટને સમતાભાવે સહન કરી તેઓ ઉત્તમ મોક્ષપદને પામ્યા. આવા મહાન સંકટને તેઓએ સમતા ભાવે કેવી રીતે સહન કર્યો? તો કે સમ્યકુદ્રષ્ટિથી. તેઓ એમ માનતા કે પોતાનો આત્મા અમર છે, તે કદી જભ્યો નથી તો તેને મરણ ક્યાંથી હોય. કોઈ પુદ્ગલના સંયોગથી આત્માને ઉત્પન્ન કરી શકાય નહીં; માટે તેનો કદી નાશ પણ હોય નહીં; તેથી આત્મા સદૈવ નિત્ય જ છે એમ માનીને ઘણા જીવો પોતાની અમરતા એટલે અમર એવા શુદ્ધ આત્મપદને પામી મોક્ષસુખને વર્યા છે. એવા મોક્ષગામી બધા સટુરુષોના ચરણકમળમાં મારી ભાવભક્તિ સહિત અનંતવાર વંદના હો. ૩ સંગ્રામ આ શૂરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સ મ ] [ ધ મ ૨ ણ મ ' , મિત્રો સમાન સહાય કરશે મન ધરો પ્રભુ ચરણમાં. ૪ અર્થ:- હવે તમારો આ મરણ પ્રસંગ આવ્યો છે તે સંગ્રામ એટલે યુદ્ધના પ્રસંગ જેવો છે. તેને શુરવીરોનો પ્રસંગ માની તમે પણ કર્મો સામે શુરવીરપણું બતાવી આ પ્રસંગને અપૂર્વ રીતે દીપાવજો અર્થાત્ સત્પરુષના બોધબળે કે મંત્રબળે આત્મભાવ ટકાવી રાખી દેહભાવને ગૌણ કરજો. જેમ પરમકૃપાળુદેવે કહ્યું તેમ - “હું દેહાદિસ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy