SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ સમાધિમરણ દુખનો ડર ના ઘટે આટલો, બહુ તો દેહ તજાવી દે, દેહ જરૂર જવાનો છે આ, આત્મહિતે તક આવી છે. ૮ અર્થ :- એવો નિર્ણય તમે કરેલો છતાં હવે શરીરમાં વ્યાધિ વેદના આવવાથી આવા પરિષદકાળે તમે ભય પામો તો એ કાયરતા આત્મગુણોને હંફાવી એટલે હચમચાવી દેશે. દુઃખનો ડર તમને આટલો ઘટતો નથી. બહુ તો આ દુઃખ દેહ છોડાવી દેશે. આ દેહ તો બધાનો જરૂર જવાનો છે. પણ આત્માનું હિત કરવાની આ અમૂલ્ય તક તમારા માટે આવી છે તે હવે જવા દેશો નહીં. પાટા વીતરાગ ગુરુએ ઉપદેશ્યાં વ્રત, તપ, સંયમ આરાધો, કરી આરાધન વિષે અચળ મન, મરણ થયે નિજહિત સ . ધ ! ) ; સંપત્તિ ત્રણ લોકની સઘળી નાશવંત, તૃણસમ, પરની; અનંત સુખ દેનારી આ તો અવિનાશી, વળી નિજ ઘરની. ૯ અર્થ - વીતરાગ ગુરુ ભગવંતે ઉપદેશેલા આ વ્રત, તપ, સંયમની આરાધના કરો. તેમાં મનને અચળ સ્થિર કરો અને સમાધિમરણ કરી તમારા આત્માનું હિત સાધો. ત્રણે લોકની ભૌતિક સંપત્તિ તો બધી નાશવંત, નૃણ સમ અને આત્માથી બધી પર છે. જ્યારે વ્રત, તપ, સંયમની સંપત્તિ તે અનંત સુખ દેનારી, અવિનાશી અને વળી પોતાના ઘરની છે; માટે સર્વકાળ સ્થિર રહે એવી છે. પાલાા સમ્યવ્રુષ્ટિ વ્રતવાળા ગૃહી, મુનિ, વાચક, આચાર્ય મહા, નિર્ભયતા ધરી પૈર્યસહિત ચહે મરવાનો લાભ, અહા! તમે ય નિરંતર કરી ભાવના, હવે સમાધિમરણ વરો, મનવાંછિત આ ઉત્સવ આવ્યો, સમતા ધરી, આનંદ ક ૨ | ને . ૧ અર્થ :- અહો! મહાન એવા અવિરત સમ્યકદ્રષ્ટિ, વ્રતવાળા દેશવ્રતી શ્રાવક, સર્વ વિરતિ મુનિ, વાચક એટલે ઉપાધ્યાય અને આચાર્ય ભગવંત સર્વ નિર્ભયતાને ધારણ કરી પૈર્યસહિત સમાધિમરણ કરવાના જ લાભને ઇચ્છે છે. તમે પણ નિરંતર એ જ ભાવનાને ભાવી છે, તો હવે સમાધિમરણને પ્રસન્ન ચિત્તે પ્રાપ્ત કરો. આ તમારા મનવાંછિતને પૂર્ણ કરવાનો ઉત્સવ આવ્યો છે. માટે સમતા ધારી સમાધિમરણને પામી આત્મસ્વરૂપમાં સદા આનંદ કરો. ૧૦ા વધે વેદના તે ઉપકારક, સમજું જનને શોક નહીં, મોહ દેહ પરથી છૂટે તો ઘણી નિર્જરા થતી, કહી. વિષયભોગ અણગમતા લાગે, ઉદાસીનતા સહજ રહે, પર-દ્રવ્યોની મમતા મટશે, મૃત્યુ-ભય નહિ જીવ લહે. ૧૧
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy