SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ માગે છે. ।।૧૩।। સાંસારિક ચિન્તા તર્જી શોધે સદ્ગુરુ, મરણ-સુધારક જે, મહાભાગ્યથી મળી આવે તો વિનયે તુર્ત ઉપાસી લે. એકાંતે ગુરુનિકટ કપટ વણ હે અપરાધ બધા ભવના, પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવાની પરે ભાવના એકમના. ૧૪ અર્થ :— હવે સાંસારિક બધી ચિંતાઓ તજી દઈ મરણ સુધારનાર એવા સદ્ગુરુની શોધ કરે. જેમ શ્રી અનુપચંદ મલુકચંદ ભરૂચવાળાએ પરમકૃપાળુદેવ પ્રત્યે સમાધિમરણમાં સહાયક થવાની ભાવના દર્શાવી હતી. તેમના ભાવ પ્રમાણે પાલીતાણા ઉપર ચઢતા હાર્ટએટેક આવવાથી બેઠા હતા. ત્યાં ૫.પૂ. પ્રભુશ્રીજી ઉપરથી નીચે ઊતરતા મળી ગયા. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને હે પ્રભુ ! હે પ્રભુ ! ની ગાથા વારંવાર બોલવા જણાવ્યું. તે બોલતા બોલતા જ તેમના પ્રાણપંખેરુ ઊડી ગયા. તેમના ભાવ પ્રમાણે યોગ પણ મળી આવ્યો. મહાભાગ્યથી આવો યોગ મળી આવે તો વિનયપૂર્વક તેની તરત ઉપાસના કરવી. સદ્ગુરુનો યોગ હોય તો તેમની પાસે એકાંતમાં આખા ભવમાં જે જે અપરાધ થયા હોય તે કપટ વગર બધા કહી દેવા. તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે એકમના એટલે ખરાભાવથી લઈને શુદ્ધ થવાની ભાવના રાખવી. ।।૧૪।। સદ્ગુરુયોગે શક્તિ પેખી અંતપર્યંત મહાવ્રત લે, અથવા ત્યાગ યથાશક્તિ પરૌં મહાવ્રત ભાવે ઉર ખીલે; રોગ-વેદના વખતે ધીરજ ધરી સમભાવે સહન કરે, શત્રુ-મિત્ર, સંયોગ-વિયોગે નહીં અલ્પ પણ ચિત્ત ધરે. ૧૫ સમાધિમરણ અર્થ :— સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયે પોતાની શક્તિ જોઈ મરણપર્યંત મહાવ્રતને અંગીકાર = કરે. અથવા યથાશક્તિ ત્યાગ ગ્રહણ કરીને હૃદયમાં મહાવ્રતની ભાવના જાગૃત રાખે. રોગની વેદના વખતે ધીરજ ધરી સમભાવથી તે સહન કરે. શત્રુ મિત્ર પ્રત્યે કે જે સંયોગ છે તેનો વિયોગ થઈ જશે એવા કોઈ વિકલ્પને અલ્પ પણ મનમાં ધારણ કરે નહીં. ।૧૫।। મરણ અનંતાનંત કર્યાં, નથી પંડિત-મરણ કર્યું જ કદા, થયું હોત સમાધિ-મરણ કી હોત ન આ મૃત્યુ-વિપદા. ભવ-અટવીમાં રાગાદિ વશ ભટકાવાનું કેમ ટળે? એ અભિલાષા ઉર પરે, વળી ચિંતે લાગ ફરી ન મળે. ૧૬ અર્થ – વળી વિચારે છે કે મેં પૂર્વે અનંતાનંત મરણ કર્યાં પણ આત્મજ્ઞાન સહિત મુનિનું મરણ જે પંડિત મરણ કહેવાય છે એવું મરણ મેં કદી કર્યું નથી. જો મારું પૂર્વે કદી સમાધિમરણ થયું હોત તો આ મૃત્યુની વિપદા કહેતા વિપત્તિ અથવા પીડા મને હોત નહીં. સંસારરૂપી અટવી કહેતા જંગલમાં રાગાદિ મોહવશ ભટકવાનું કેવી રીતે ટળે? એ
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy