SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ સમાધિમરણ સ્ત્રી મારીને પુરુષ શાથી થાય? ૨. નાગિલ અને નાગિલાનું ઉષ્ણત-“શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હે ભગવાન! સ્ત્રી મરીને પુરુષ શાથી થાય? પ્રભુ કહે ઃ હે ગૌતમ! જે સ્ત્રી સંતોષી હોય, વિનયવાળી હોય, સરળ ચિત્તવાળી હોય અને સ્થિર સ્વભાવવાળી હોય, વળી જે સ્ત્રી હંમેશા સત્ય બોલે તે સ્ત્રીવેદ છેદીને પુરુષ થાય, જેમકે નાગિલા મરીને પદ્મ શેઠરૂપે અવતરી. પુરુષ મરીને સ્ત્રી શું કરવાથી થાય? શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે દયાળુ પ્રભુ! પુરુષ મરીને સ્ત્રી ક્યારે થાય? પ્રભુએ કહ્યું : હે ગૌતમ! જે પુરુષ ચપળ સ્વભાવવાળો, મૂર્ખ, કદાગ્રહી હોય, વળી માયા અને કૂડકપટ વડે સ્વજનને ઠગતો હોય, કોઈનો વિશ્વાસ ન કરે અને વિશ્વાસઘાત કરે તે પુરુષ મરીને સ્ત્રી થાય છે. જેમ કે નાગિલ શેઠ મરીને પદ્મ શેઠની સ્ત્રી પધિનીરૂપે જન્મી. તે આ પ્રમાણે છે : સ્વસ્તિમતી નગરીમાં નયસાર નામે રાજા રાજ્ય કરતો હતો. નામ પ્રમાણે રાજામાં ગુણો હતા. તે નગરીમાં પલ્પ નામનો શેઠ રહેતો હતો. તે સત્ય વક્તા અને સંતોષી હતો. તેને પદ્મિની નામની પત્ની હતી. તે પદ્મિની જો કે સ્વરૂપવતી હતી પરંતુ મુખમાં રોગવાળી, કર્કશ સ્વરવાળી, અસત્ય બોલનારી અને માયાવી હતી. પાશેઠે તેનો મુખરોગ દૂર કરવા ઘણા ઉપચાર કર્યા પરંતુ તેના રોગની શાંતિ કોઈ રીતે થઈ નહીં. તે વખતે પદ્મિનીએ મનમાં કપટ રાખીને પોતાના પતિને કહ્યું: ‘તમે બીજી સ્ત્રી પરણો.” શેઠે કહ્યું: મારા મનમાં સંતોષ રહેલો છે. માટે તારા સિવાય બીજી સ્ત્રીની મને ઇચ્છા નથી, હવે ફરીવાર આ વાત તું મારી આગળ કરીશ નહીં.” આથી તે પદ્મિની મનમાં રાજી થઈ. શેઠે જંગલમાં ઘનનો નિધિ જોયો એકવાર તે પદ્મ શેઠ નગરની બહાર આવેલા જુના ઉદ્યાનમાં દેહ ચિંતા – જંગલ જવા માટે ગયા. તે વખતે ઘણો વરસાદ પડ્યો તેથી ધુળ ધોવાઈ જવાથી એક ધનનો નિધી ચરૂ ત્યાં ઉઘાડો થયો. પધશેઠે તે ધનથી ભરેલો ચરૂ જોયો. છતાં તેને ગ્રહણ કર્યો નહીં. તે શેઠ તો નિધાનને તે જ સ્થિતિમાં જોઈને ઘેર આવ્યા. આ વખતે કોઈ રાજપુરુષ તે ઉદ્યાનમાં આવેલો હતો. તેણે પણ તે નિધાન તથા પદ્મ શેઠને ત્યાં જોયા. પદ્મ શેઠ તે નિધાન લીધા સિવાય ચાલ્યા ગયા ત્યારે તે રાજપુરુષે રાજસભામાં આવીને રાજાને વાત કરી કે “મહારાજ! આજે પદ્મ શેઠે વનમાં એક
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy