SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ હવે સુંદર શેઠ મરી જ્યાં ધન દાટ્યું હતું ત્યાં જ ધનની આસક્તિને લીધે ઘો થઈ મોઢામાં રત્ન માળા રાખી તે એક વાર બેઠી હતી. તેને જોઈ તેના જ પુત્ર સુરપ્રિયે તેને મારીને તે રત્નમાળા લઈ ઘર તરફ ચાલ્યો. ૨૬૫ રસ્તામાં જ્ઞાનીપુરુષનો યોગ થયો રસ્તામાં મુનિ મહાત્માને જોઈ તે બોલ્યો કે હું પૂછું તેના જવાબ આપ, નહીં તો તારી બુરી દશા થશે. ત્યારે તે અવધિજ્ઞાની મુનિ બોલ્યા—હે સુરપ્રિય ! તારા બાપને તેં માર્યો તે હું જાણું છું અને તારો પૂર્વભવ પણ જાણું છું. તે સાંભળી સુરપ્રિય તેના પગમાં પડ્યો. અને મારો પૂર્વભવ શું છે તે કૃપા કરી જણાવો. મુનિ મહાત્મા કહે—સાંભળ. વિધ્યાંચળ પર્વતની અટવીમાં એક મદઝરતો હાથીઓનો પતિ રહેતો હતો. તે ઘણો જુલ્મી હતો. તેને એક દિવસ સિંહે પકડ્યો અને મારી નાખ્યો. તે સિંહને અષ્ટાપદે મારી નાખ્યો. તે સિંહ મરીને પહેલી નરકે ગયો. નરકમાંથી નીકળી આ નગરમાં તારો પિતા સુંદર નામે થયો. તું પૂર્વભવમાં હાથી હતો. તને તારા પિતાના જીવ સિંહે પૂર્વભવમાં માર્યો માટે આ ભવમાં તેં તારા પિતા સુંદરશેઠને માર્યો અને તારો પિતા ધનની આસક્તિથી ઘો થઈ ધન ટેલી જગ્યા ઉપર રત્નમાળા સાથે બેઠો હતો, તેને જોઈ મેં મારી નાખી.
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy