SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ ૨૪૭ ‘(૩) સમ્યક્ત્વમોહનીય—આત્મા આ હશે ?” તેવું જ્ઞાન થાય તે ‘સમ્યક્ત્વમોહનીય’, ‘આત્મા આ છે’ એવો નિશ્ચયભાવ તે ‘સમ્યક્ત્વ’. (બો.૩ પૃ.૭૩૧) હવે ચારિત્રમોહનીયકર્મની ૨૫ પ્રકૃતિઓ ક્ષય થવા માટે માળાઓ ગણાશે ઉપ૨ની દર્શનમોહનીયકર્મની ત્રણ પ્રકૃતિઓને બાદ કરતાં હવે ચારિત્ર-મોહનીયકર્મની ૨૫ પ્રકૃતિઓ બાકી રહી; તેમાં અનંતાનુબંધી કષાયની ૪, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની ૪, પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ૪ અને સંજ્વલન કષાયની ૪ મળીને કુલ ૧૬ પ્રકૃતિ થઈ અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદની મળીને નોકષાયની કુલ ૯ પ્રકૃતિ થઈ. એ બધી નીચે પ્રમાણેના ક્રમથી ક્ષય કરવા માટે ૨૫ માળા ગણાશે. પ્રથમ અનંતાનુબંધી ચાર કષાય ક્ષય થવા માટે ચાર માળા ગણાશે અનંતાનુબંઘી કષાય– તેમાં પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જે અનંત સંસારને વધારનાર છે અને સમ્યક્દર્શન પ્રાપ્ત કરવામાં બાધક છે, તેને ક્ષય કરવા માટે ૪ માળા ગણાશે. એના વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે— જે કષાયભાવોથી જીવનનો અનંત સંસાર વધે તે અનંતાનુબંધી કષાય “જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં ‘અનંતાનુબંધી’ સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં ‘અનંતાનુબંધી’નો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાન કે તે કષાયનો વિશેષ સંભવ છે. (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૧૩) સત્વગુરુધર્મની અવજ્ઞા, સ્ત્રી પુત્રાદિને મર્યાદા પછી ઇચ્છવા તે અનંતાનુબંધી “સદેવ, સદ્ગુરુ અને સદ્ઘર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસન્દેવ, અસદ્ગુરુ તથા અસત્ ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં ‘અનંતાનુબંધી’ કષાય સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે તે પરિણામે પ્રવર્તતા પણ ‘અનંતાનુબંધી' હોવા યોગ્ય છે. સંક્ષેપમાં ‘અનંતાનુબંધી કષાય'ની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.’” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૧૩) જ્ઞાની મળ્યે તે જે કરવાની ના કહે તે જ કરે તે અનંતાનુબંધી ', “સત્પુરુષો મળ્યે, જીવને તે બતાવે કે ‘તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે, તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય છે.’ આમ ઉપદેશછાયામાં પૃષ્ઠ ૭૦૯ ઉપર છે તે વાંચી સમજી લેવા ભલામણ છેજી.’’ (બો.૩ પૃ.૭૩૧)
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy