SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૧’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન એવો એકાંત નિશ્ચય કરવાનો છે. પરમાર્થભાવનાની જેને ગરજ છે તેને સમાધિમરણ થાય એવું છે. સમાધિમરણ એ મોટી વાત છે, જેવી તેવી વાત નથી. ‘ભગવતી આરાધના' એ સમાધિમરણ કરવા માટે શાસ્ત્ર છે. એનાં હજારેક પાનાં છે. મરણ પાસે છે એમ ગણી ભાવ સુધારવા.’ (બો.૧ પૃ.૧૭૭) ૨૨૭ સહનશીલતાની સમાધિમરણમાં ખાસ જરૂર “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી” રોજ બોલીએ છીએ તો લક્ષ રાખવો. ક્યારે દેહ છૂટી જશે? ખબર નથી. શ્વાસ લીધેલો મુકાશે કે નહીં? માટે આત્માને ત્વરાથી આરાધવો. સહનશીલતાની સમાધિમરણમાં ખાસ જરૂર છે. એ હોય તો સમાધિમરણ થાય. એ ન હોય તો મરણ બગાડી નાખે. કોઈ સેવા કરતું નથી, પાણી આપતા નથી, કોઈ પૂછવાય આવતું નથી, એવું થઈ જાય તેથી અધોગતિ થાય. માટે સહનશીલતાની જરૂર છે. (બો.૧ પૃ.૪૫૦) ધર્મ અર્થે પ્રાણ છોડી દેવા; પણ ધર્મ નહીં પૂજ્યશ્રી—“પરિગ્રહ છે તે પાપ છે. ધર્મ વસ્તુ છે તે પ્રાણ જતાં પણ ન છોડવી. નિયમ લીધો હોય તો જીવતાં સુધી પાળવો. જીવતા સુધી પાળે તો ઘણો લાભ થાય. હરતાં-ફરતાં, ગાડીમાં કે ગમે ત્યાં મંત્રમાં ચિત્ત રાખવું. પણ જેને સાધન મળ્યું છે તે ન વાપરે તો મૂર્ખા ગણાય. જેને સાધન નથી મળ્યું તે તો શું કરે ? જ્ઞાનીની આજ્ઞા મળી તો એની પાછળ મંડી પડવું. ધર્મ અર્થે પ્રાણ પણ છોડી દેવા. દેહ તો ઘણી વખત મળ્યો, પણ ધર્મ ન મળે, એવી દૃઢતા આવે ત્યારે સમ્યગ્દર્શન થાય. ત્યાગમાં આનંદ છે એવો ગ્રહણમાં નથી. ત્યાગ કરીને આનંદ મેળવતાં શીખવાનું છે.’’ (બો.૧ પૃ.૪૫૧) એક ભવમાં સમાધિમરણ તો સર્વ ભવમાં સમાધિમરણ પૂજ્યશ્રી‘બધાને માથે મરણ છે. ક્યારે દેહ છૂટશે એની ખબર નથી. મરણ પાસે જ છે એમ સમજીને જ્ઞાનીપુરુષે કહ્યું તે સ્મરણ કરવું. સ્મરણ કરતાં દેહ છૂટે તો સમાધિમરણ થાય. એક ભવ સમાધિમરણ થાય તો બધા ભવે સમાધિમરણ થાય. હરતાં-ફરતાં, કામ કરતાં પણ સ્મરણમાં ચિત્ત રાખવું. આત્માને એ કામનું છે. બીજું સાથે ન આવે. ગરજ રાખવી. એટલું કરે તો મનુષ્યભવ સફળ થાય. પ્રભુશ્રીજીએ છેલ્લું એ જ કહ્યું છે કે જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી સ્મરણમાં ચિત્ત રાખવું. એવો લાગ ફરી મળવો મુશ્કેલ છે, દુર્લભ છે. એ ટકાવી રાખે તો સમાધિમરણ થાય. “ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.” નિશ્ચય લક્ષમાં રાખીને સાધનો કરવાં. જે કરવું છે તે આત્માર્થે કરવું. મનમાં કચરો ભર્યો છે તે બધો કાઢી નાખવાનો છે. ભૂલ્યા વિના છૂટકો નથી.’’ (બો.૧ પૃ.૬૪૩)
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy