SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સમાધિમરણ મનુષ્યભવ છે ત્યાં સુધી આત્મકલ્યાણ કરી લેવું, એ સુખનું કારણ છે. મારું કોઈ નથી એમ વિચારવું. મરણના પ્રસંગમાં ખેદને પલટાવી જ્ઞાનીના વચનોમાં વૃત્તિ રાખવી. જ્ઞાનીનાં વચનો વિચારવાં.” (બો.૨ પૃ.૨૯૬) ભલે માંદો હોય પણ આત્મહિત થતું હોય તો સારું છે “માત્ર એક આત્માનું કલ્યાણ કરવા દેહ મળ્યો છે, એ મુમુક્ષુ જીવે લક્ષમાં રાખવું. ભલે માંદો હોય, પણ આત્માનું હિત થતું હોય તો સારું છે. યોગ્યતા વિના આત્મસિદ્ધિ ધ્યાનમાં આવતી નથી.” (બો. ૨ પૃ.૩૦૯) શરીર છોડતા પહેલા શરીર, કુટુંબ વગેરેનો મોહ છોડવો પૂજ્યશ્રી–શરીરમાં અશાતા થઈ હોય પણ કોઈ સગાંવહાલાં દુઃખ લે? કોઈ ન લે. સગાંવહાલાંનો અને શરીરનો મોહ છોડવાનો છે. એ અશાતા વખતે ઝટ છૂટે. શરીરનો તો સડન પડન અને વિધ્વંસન સ્વભાવ છે માટે એનો વિશ્વાસ કરવા જેવું નથી. કોણ જાણે ક્યારે પડી જશે! આત્મા મરે નહીં. ઘડીકમાં વેદના વધી જાય તો દેહ છૂટી જાય. મોહ સાથે લઈને પરભવે જવું નથી. બધું મનમાંથી કાઢી નાખવું. મહાવીર ભગવાને દીક્ષા લીધી ત્યાર પછીથી શું કરતા? મોહને ક્ષય કરવાનો પુરુષાર્થ કરતા હતા. એને માટે રાતદિવસ ઝૂરતા. માંદગીમાં વેદના વખતે મોહ મંદ કરવાનો વિચાર કરવો. થોડીઘણી વેદના તો દરેકને હોય. વેદનારહિત શરીર નથી. જ્યારે શરીર છોડવાનું નક્કી જ છે તો પછી તે પહેલાં શરીર, કુટુંબ વગેરે ઉપરનો મોહ છોડવો. વેદના વખતે વિચાર કરે તો સહજે વૈરાગ્ય થાય. વૈરાગ્યસહિત વિચાર થાય તો મોહમંદ થાય. મોહથી દૂર થવું. જ્ઞાનીપુરુષનાં વચનો જીવને ચેતાવે છે. વેદનામાં નવરાશ હોય તે સદ્વિચારમાં વાપરે તો સમકિત પામે. અનાથીમુનિ જેવાને સમક્તિ થયું.” (બો.૨ પૃ.૩૧૦) આત્મા કદી જન્મતો નથી મરતો નથી “પ્રશ્ન-અટળ અનુભવ સ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી-અટળ એટલે બધાને બાદ કરતાં કરતાં જ રહે છે અથવા અટળ એટલે જે ટળે નહીં તે. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને મૂકીને અહીં આવો! તો અવાશે? આત્મા ન મૂકાય. જ્યારથી
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy