SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ સમાધિમરણ મંત્રમાં પૂર્ણ આત્મસ્વરૂપનો મર્મ રહ્યો છે એ લક્ષ છેલ્લા શ્વાસ સુધી રાખવો “સર્વ દુઃખથી મુક્ત કરાવનાર સમાધિમરણ છે, તેવા અવસરે આનંદિત રહેવું. “દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ–વિમલ જિન” મનુષ્યભવ રત્નચિંતામણિ જેવો મળ્યો છે, તેમાં જ્ઞાનીપુરુષને શરણે લૂંટમલ્ટ લેવાય તેવો આત્મહિતનો લાભ લઈ સમાધિમરણ કરવાનો મહોત્સવ આવ્ય કોણ હિંમત હારે ? કોઈક દુર્ભાગી. જેટલી આત્મામાં શક્તિ હોય તેટલી બધી શક્તિથી સાચા પુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અદ્ભુત દશાનું ચિંતન કરવું, તેની વિદેહી દશાની ભાવના કરવી અને તેના પરમ ઉપકારમાં લીન થવું. તેના અભેદ સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન કર્તવ્ય છે અને તેનું સાધન કેવળજ્ઞાન સ્વરૂપ એવું સહજાત્મસ્વરૂપનું ચિંતન, તન્મયતા, તેની સાધના યથાશક્તિ કર્તવ્ય છેજી. સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે એવી શ્રદ્ધા રાખી મંત્રમાં પૂર્ણ આત્મસ્વરૂપનો મર્મ રહ્યો છે તે લક્ષ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખવો ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ (બો.૩ પૃ.૭૭૨) છ પદની શ્રદ્ધા દ્રઢ કરશો તો ઘાતિયાકર્મ નાશ પામી જીવનો મોક્ષ થશે. વ્રત નિયમમાં તણાયા કરતાં શ્રદ્ધા દ્રઢ કરી આત્મલાભ થાય તેમ કરશો તો ઘાતિયા કર્મ મંદ થતાં ઘણી નિર્જરા થશે. વ્રતનિયમથી પુણ્ય બંધાય તે અઘાતિયા કર્મની પ્રકૃતિરૂપ છે. તેવું તો જીવે ઘણી વાર કર્યું છે પણ ઘાતિયા કર્મનો નાશ કરવા તીર્થકર જેવાએ લક્ષ રાખ્યો છે, તે જીવ ચૂકી, ગણતરી થઈ શકે તેવી ક્રિયામાં રાચી, સાચી સમજણ કરવાનું ચૂકે છે, તે લક્ષમાં લેશો.” (બો.૩ પૃ.૭૭૬) ઉમર પૂરી થવા આવી છતાં આત્મજ્ઞાન પ્રગટ ન કર્યું? વૈરાગ્ય હોય તો તુચ્છ વસ્તુ પણ ઉપકારી નીવડે છેજી. “સાંજ પડી અને હજી દીવો નથી કર્યો? એવા એક કન્યાના શબ્દો સાંભળી એક વૈરાગી અમલદારને થયું કે ધોળા વાળ થઈ ગયા તોપણ મેં આત્મજ્યોતિ પ્રગટાવી નહીં! ધિક્કાર છે મારા ડહાપણને! આમ વિચારી તે સદ્ગુરુને શોધવા યાત્રા કરવા નીકળી પડ્યો અને તેના સદ્ભાગ્યે સગુરુ મળ્યા અને પોતાનું કલ્યાણ તેણે કરી લીધું.” (બો.૩ પૃ.૭૮૦) અહં મમત્વ ટાળી એક પરમકૃપાળુદેવ જ મારા છે એમ દૃઢ રાખવું “આપના પત્રો પહેલાંના પહોંચ્યા છેજી. આપની ભાવના સત્સંગની રહે છે તથા ભાદ્રપદ વદમાં આવવા ધારો છો તે જાણ્યું. શરીરનો પ્રતિબંધ ઓછો કરી ગમે તે ભોગે આશ્રમમાં દેહ છૂટે
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy