SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ અંત સમયે તેમની પાસે પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ દિવસ હોવાથી ૩૬ માળાનો ક્રમ ચાલુ હતો. તેમાં ‘આ કષાય’ ક્ષય થવા માટે ચાર માળા ગણાય છે, એમ એક ભાઈ બોલ્યા પણ તેમના બોલવામાં ભૂલ થતી હતી, તેના માટે ફુલચંદભાઈ બોલ્યા કે આ પ્રમાણે નહીં, આ પ્રમાણે છે. તેવી એકદમ જાગૃતિમાં તે જ માળાનો ક્રમ ગણતા ગણતા અંતિમ માળા સમયે તેમનો સમાધિપૂર્વક દેહત્યાગ થયો હતો. ભગવાન મહાવીરના ઉત્તમોત્તમ સમાધિમરણથી બનેલ આ દિવાળી પર્વ પૂજ્યશ્રી-દિવાળીને દિવસે મહાવીર ભગવાને સમાધિમરણ કરેલું તેથી એ પર્વ કહેવાય છે. આ આશ્રમના સ્થાપનાર જે મહારાજ હતા તેમણે આ છત્રીસ માળા દિવાળીના દિવસોમાં ફેરવવાનો ક્રમ રાખ્યો. તે અહીં ચાર દિવસ ફેરવાય છે. જન્મમરણ છોડવા માટે કોઈ પૂછે, તેને માટે આ યોજના કરી છે.” (બો.૧ પૃ.૯૯૦) આજે રાત્રે ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા અને સવારમાં શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી આજનો દિવસ ધન્ય છે. એ નિમિત્તે અગાસ આશ્રમમાં ત્રણ પદ બોલાય છે. તેમાં જણાવે છે કે : મહાવીર સ્વામી મુગતે પોહોત્યા, ગૌતમ કેવળજ્ઞાન રે; ધન્ય અમાવસ્યા ધન્ય દિવાળી, મહાવીર પ્રભુ નિર્વાણ; પ્રભુ મુખ જોવાને. મારે દિવાળી થઈ આજ, પ્રભુ મુખ જોવાને; સર્યા સર્યા રે સેવકના કાજ, ભવદુઃખ ખોવાને.” (આલોચનાદિપદ સંગ્રહ સંક્ષિપ્ત પૃ.૯૭) ભગવાન મહાવીર સૂર્ય જેવા હતા તે મોક્ષે પધારવાથી દેવોએ ઉત્સવરૂપે અનેક દીવાઓની રચના કરી. તેથી આ દિવાળી પર્વ કહેવાય છે. નવપદજીની પૂજામાં આચાર્યપદમાં આવે છે– “અચ્છમિયે જિન સૂરજ કેવળ, ચંદે જે જગદીવો; ભુવન-પદારથ-પ્રકટન-પટુ તે, આચાર જ ચિરંજીવો રે. ભવિકા સિદ્ધચક્ર પદ વંદો, જેમ ચિરંકાળે આનંદો રે, જીવનસ્વામી શ્રી સરર Maulan - નાદિશા તીર્થ ભવિકા સિદ્ધચક્ર પદ વંદો,” ૧૫
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy