SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૬૭ તોપણ મહા હિતકારી છે. શિવભૂતિ મુનિએ માત્ર “મા રુષ, મા તુષ” મંત્રથી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું હતું. સત્પરુષના એકેકે વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, તો વિશ્વાસ રાખી ભાવપૂર્વક સ્વપરનું હિત તેમાં છે એમ ગણી સેવાચાકરીમાં તત્પર રહેવાથી સર્વ સેવા કરનારાઓને લાભ થશે. (બો.૩ પૃ.૧૧૬) વેદનાની મૂર્તિ એવા દેહની ચિંતા મૂકી આત્માની ચિંતા કરી મંત્રમાં મન રાખશો જેમણે આત્મા પ્રગટ કરી નિરંતર આત્મામાં રહી કર્મનો ઘાણ કાઢી નાખ્યો તે મહાપુરુષનું અવલંબન, તેનો આશ્રય મરણની છેલ્લી પળ પર્યત ટકાવી રાખવા યોગ્ય છે. પત્રાંક ૬૯૨ અને ૮૪૩ કોઈ પાસે વંચાવી સાંભળ્યા કરશોજી. દેહની ચિંતા રાખવા યોગ્ય નથી. દેહને તો પરમકૃપાળુદેવે વેદનાની મૂર્તિ કહી છે તે સત્ય છે. શાતા કે અશાતા બન્ને વેદના છે. તે સિવાય ત્રીજી વસ્તુ દેહ આપી શકે તેમ નથી. માટે દેહની દરકાર રાખીએ છીએ તેના કરતાં દેહમાં રહેનાર જે ચેતન જાણનાર તત્ત્વ છે તેની સંભાળ લેવી ઘટે છેજી. ઘર બહુ બળી જવા આવ્યું હોય ત્યારે જેમ ઘરમાંથી રત્ન, જણસો કે ચોપડા કાઢી લઈ પછી ઓલાય તેમ ન હોય ને બળવાનું હોય તે બળી જવા દે છે, તેમ સમ્યગ્દર્શન એટલે જ્ઞાનીએ જોયો છે તેવા શુદ્ધ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતારૂપ ચારિત્રની ભાવના રાખી બીજી બધી ચિંતાઓ તજી દેવા યોગ્ય છે. થોડા દિવસ પછી બળવાનું છે તેને બદલે જાણે અત્યારથી મરી ગયા છીએ એમ માની હવે જેટલી ક્ષણો મળી છે તે મફતીઆ છે, માત્ર સત્પરુષે આપેલા મંત્રમાં ચિત્ત રાખવા માટે છે, એમ ગણી મંત્રમાં બહુ ભાવ રાખશો. “ધિંગ ધણી માથે કીયા રે, કુણ ગંજે નર એટ; વિમલજિન દીઠાં લોયણ આજ.” પરમકૃપાળુદેવ જેવા ધણી જેને માથે છે, તેને કશો ભય નથી. ગભરાવું નહીં, આત્મા મરવાનો નથી.” (બો.૩ પૃ.૧૧૯) દેહને ક્ષણિક જાણી કુટુંબ અર્થે પાપ કરતા અટકવું “રોના કહા વિચારકે, હસના કહા વિચાર; ગયે સો આવનકે નહીં, રહે સો જાવનહાર.” “વિ. આપનું કાર્ડ મળ્યું. આપના પિતાના દેહત્યાગના સમાચાર જાણ્યા. તમે બનતી સદ્ગુરુની સ્મૃતિ આપવા જે પ્રયત્ન કર્યો તેથી તમને અને તેમને બન્નેને લાભનું કારણ છે. મરણ અચાનક આવી ઉપાડી જાય છે એ જાણી ભય કે શોક કરવા યોગ્ય નથી, પણ ચેતવા જેવું છે. વૈરાગ્યનાં નિમિત્તો નજરે જોવા છતાં જીવ જાગતો નથી, એ મોહનું જોર છે. મનુષ્યભવ વિશેષ ટક્યો હોત તો વૃદ્ધાવસ્થા કે વેદના ભોગવતાં પણ સદ્ગુરુની આજ્ઞા ઉપાસી ધર્મમાં દૃઢ થવાનો યોગ બનત. તે યોગ તેમને છૂટી ગયો એ ખેદનું કારણ છે. આમ એક દિવસે આપણે સર્વેને ચાલી જવાનું છે એમ વિચારી દેહ ઉપરનો મોહ, ધન ઉપરનો મોહ તજી સગાંસંબંધી, કુટુંબ, ઘર, ખેતર, કપડાં, ઘરેણાં સર્વનો સંબંધ અનિત્ય અને પર જાણી તેને અર્થે પાપ કરતાં અટકવું ઘટે છે. સદ્ગુરુનો યોગ થયો છે, બોધ સાંભળ્યો છે, તેમની આજ્ઞા, સ્મરણ વગેરે પ્રાપ્ત થયેલ છે
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy