SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સમાધિમરણ કૃપાળુદેવની સ્મૃતિ ભૂલી જવા યોગ્ય નથી. જે જીવ પાપથી ડરતો નથી, જન્મજરામરણથી ત્રાસ પામતો નથી, તે જે જે ક્રિયા ધર્મને નામે કરે છે તે બધા ઢોંગ જ છે. સપુરુષ પાસે કોઈ ધર્મ પામવાની માગણી કરે અથવા તેની પાસે રહી પગમાં પડીને સેવા કરતો હોય અને તે જો સપુરુષે આજ્ઞા કરી હોય તેથી ઊલટું ચાલતો હોય તો તે જીવ મહાપુરુષના વચનરૂપ જીભ ઉપર પગ દઈ ચાલ્યો જાય છે એમ કહીએ તો ખોટું નથી. “આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ છે.” તેનું ઉલ્લંઘન કરે અને ગમે તેટલા મોંઢે કાલાવાલા કરે તે શા કામના ?” (બો.૩ પૃ.૫૭) વેદનાને દેહનો ઘર્મ જાણી સમતાએ ભોગવી સમાધિમરણ કરવું. સમયે સમયે જીવ મરી જ રહ્યો છે તો જીવની વૃત્તિ એ વચનોના આશયમાં જેટલી જાય તેટલી સમાધિમરણની જ તૈયારી છે. બાકી તો કંઈ ને કંઈ શાતા-અશાતા વેદતા જીવ આ લોકની અલ્પ પણ સુખેચ્છા રાખે છે ત્યાં સુધી આતંરીદ્રધ્યાનરૂપી દુર્ગાનની જ પરંપરા પોળે જાય છે. દેહને વેદનાની મૂર્તિ ગણી, વેદનાને દેહનો ધર્મ અને પૂર્વનાં કર્મનું ફળ જાણી સમતા ભાવે ખમી ખૂંદવાનો જેટલો અભ્યાસ પડશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે.” (બો.૩ પૃ.૫૮) સંસારની અલ્પ પણ સુખેચ્છા રાખે તો આર્તધ્યાનથી મરણ પામી પશુ પણ થાય રાજકુમારી સુદર્શનાનું દૃષ્ટાંત-“ગગનવલ્લભ નામના નગરમાં અમિતગતિ વિદ્યાધર રાજાને વિજયા નામે એક પુત્રી હતી. તે એકવાર શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરમાં ગઈ ત્યાં શાંતરસથી ભરપૂર જિનમૂર્તિના દર્શન કરતાં તેની ભાવવૃદ્ધિ થઈ અને પરમાત્માના દર્શનમાં લયલીન બનતાં તેના રોમેરોમ વિકસ્વર થઈ ગયા. એ પરિણામની વૃદ્ધિ થતાં તેણે ત્યાં શ્રદ્ધારૂપ સમકિત પ્રાપ્ત કર્યું. સુપાત્રમાં દીઘેલું દાન અનંત પુય આપનારું થાય છે પછી રસ્તામાં ચાલતાં તેને સાધ્વીઓનો સમૂહ દેખાયો. વિહાર કરીને આવી રહ્યાં છે. ગોચરીનો સમય થયેલો છે. આવા સુપાત્રમાં દીધેલું દાન અનંત પુણ્ય આપનારું થાય છે. એમ માની વિજયાએ પોતાના ભાતામાંથી નિર્દોષ આહાર ભક્તિભાવપૂર્વક વહોરાવ્યો. પછી સાધ્વીજીઓની વૈયાવચ્ચ કરી. વૈયાવચ્ચનો ગુણ શાસ્ત્રમાં અપ્રતિપાતિ કહ્યો છે. વિજયા વૈયાવચ્ચ કરી આગળ વધી ત્યાં નજીકમાં શ્રી આદિનાથ પ્રભુના ભવ્ય મંદિરમાં ઇન્દ્ર પોતાની ઇન્દ્રાણીઓ સહિત નાટ્ય કરી રહ્યો હતો. ઇન્દ્રાણીના પગનું ઝાંઝર જોઈ વિજયાનું મન લોભાયું વિજયાએ આવું અપૂર્વ નૃત્ય કદી જોયું ન હતું. તે મંદિરમાં યોગ્ય સ્થળે બેસી એકચિત્તે નૃત્ય નિહાળવા લાગી. તેવામાં અસરાના ચરણમાંથી ઝાંઝર ઊછળીને વિજયાના ખોળામાં આવી પડ્યું. અપ્સરા ભક્તિમાં લીન હતી. તેને લેશમાત્ર ભાન ન હતું. વિજયાનું મન ઝાંઝર જોઈ લલચાયું. પારકી કરોડોની મિલકતને પણ ઢેફાં સમાન સમજનાર વ્યક્તિ તો કોઈ વિરલા જ હશે. વિજયા ઝાંઝર લઈને બહાર નીકળી અને ઉતાવળે પોતાના નગરમાં આવી.
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy