SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ.પ્રભુશ્રીજીએ કરાવેલ અનેક મુમુક્ષુઓના સમાધિમરણ પ.પૂ.પ્રભુશ્રીજીની હાજરીમાં શ્રી રાવજીભાઈ કોઠારીનું અગાસ આશ્રમમાં થયેલ સમાધિમરણ ૧૪૩ 66 સં. ૧૯૮૭ના માગશર વદ ૦)) ના રોજ સાંજના ચાર વાગે આશ્રમમાં શ્રી ૨વજીભાઈ કોઠારીનું સમાધિમરણ થયું તે આશ્રમમાં કોઈ અપૂર્વ બનાવ બન્યો હતો. એવો જોગ કોઈક વિરલા જીવને મળે. જે જીવનાં મહા પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તેને આવી સરખાઈ સર્વ રીતે આવી મળે. નિવૃત્તિક્ષેત્ર અને તેઓશ્રીની આત્મજાગૃતિ અને આશ્રમવાસી મુમુક્ષુ ભાઈઓ-બહેનોનો તે મુમુક્ષુજીવ પ્રત્યે ભક્તિભાવ એ સર્વ સરખી જોગવાઈ હતી. મરણના ત્રણ ચાર દિવસ પહેલાં તેમની પાસે ‘ક્ષમાપના’ પ્રાર્થના અને પ્રતિક્રમણ વગેરે પાપની માફી માગવા માટે દીનત્વના ‘વીસ દોહા’ તથા આત્મજાગૃતિ માટે ‘આત્મસિદ્ધિ’, ‘અપૂર્વ અવસર’ વગેરેનો નિરંતર સ્વાધ્યાય થતો હતો. બાકીના કાળમાં પત્રનું વાંચન તથા સ્મરણનો જાપ રાતદિવસ અખંડ થયા કરતો. ઠેઠ સુધી જાગૃતિ સારી હતી. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીનો સમાગમ પણ દિવસમાં બેત્રણ વખત વારંવાર થયા કરતો હતો.’’ વેદની સાથે લડાઈ, એક બાજુ વેદનીનું જોર અને બીજી બાજુ ઉપયોગની ધારા “જ્યારે જ્યારે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ત્યાં પધારે ત્યારે ત્યારે તેમનો આત્મા બહુ ઉલ્લાસમાં આવતો અને કહેતા કે ‘વેદનીની સાથે મેં લડાઈ માંડી છે. એક બાજુ વેદનીનું જોર અને બીજી બાજુ ઉપયોગની ધારા. તે આવી વેદનીમાં પણ ઉપયોગની ધારા ન ચૂકવા દેવી તેને માટે શ્રી ગજસુકુમાર આદિ મહાપુરુષોના ચરણનું અવલંબન લઉં છું.’ જે દિવસે દેહત્યાગ થવાનો હતો તે દિવસે સાંજના ત્રણ વાગ્યાના સુમારે પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીનું જવું થયું. તે વખતે તેમની આંખ મીંચાયેલી હતી. થોડી વારે આંખ ઉઘાડી કે બેઠા થઈ દર્શન કર્યાં. સામે તાકામાં પરમકૃપાળુ દેવનું ચિત્રપટ હતું તેના ઉપરનો પડદો કાઢી નખાવ્યો અને પરમ કૃપાળુદેવને નમસ્કાર કર્યા.” એક પરમકૃપાળુદેવની જ શ્રદ્ધા અને શરણથી કલ્યાણ “પછી પૂ.મુનિદેવશ્રીએ જણાવ્યું કે એક આ જ પુરુષનું શરણું સાચું ગ્રહણ કરી રાખવા યોગ્ય છે. તે પુરુષના પ્રત્યે જ સાચી શ્રદ્ધા રહ્યે આ જીવનું કલ્યાણ છે, એમ જણાવી સંથારા સંબંધી ગાથાઓ બોલી ચાર શરણાં આપ્યાં. પછી પૂ.શ્રી સોભાગભાઈ ઉપર પરમ કૃપાળુદેવે લખેલા આખર વખતના પત્રનું વાંચન કર્યું. તે વખતે તેઓની બરોબર જાગૃતિ હતી. મરણ સંબંધી કાંઈ ચિહ્ન બહાર આવ્યું નહીં. તે પત્રમાં તેમણે બરોબર ઉપયોગ રાખ્યો હતો. તે પત્ર (કીચસૌ કનક જાકે, નીચસૌ નરેશપદ) પૂર્ણ થતામાં ભાવદયાસાગર પરમ પૂજ્ય પ્રભુશ્રી પધાર્યા. તેથી તેમનો આત્મા એકદમ ઉલ્લાસમાં આવ્યો અને પરમ કૃપાળુદેવની સામે આંગળી કરી તથા પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની સામે આંગળી કરી નિશાનીથી જણાવ્યું કે આપે જણાવ્યા પ્રમાણે મારો લક્ષ છે, એ સિવાય બીજું મારે કંઈ નથી.”
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy