SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સમાધિમરણ બાળી મૂકશે, તો હું આ સોય ને કેવી રીતે સાથે લઈ જઈશ?” મહાત્મા કહે : “તારા પંચાવન કરોડની ગાંસડી કેવી રીતે લઈ જઈશ? તે જેવી રીતે તું લઈ જવાનો છે, તેવી જ રીતે આ મારી નાની સોય પણ લેતો જજે. તને એ કાંઈ ભારરૂપ નહિ લાગે. પણ સ્વર્ગમાં તને કામ આવશે.” આ વણિકને અંત સમયે એ મહાત્માના અમૂલ્ય વચનો હાડોહાડ ઊતરી ગયા અને તેથી વિચારવા લાગ્યો કે, “આમાંથી હવે પ્રભુ બચાવે તો ઠીક !” - ઈશ્વરની કૃપાથી અને મહાત્માના આશીર્વાદથી તે શ્રીમંત વણિક સાજો થયો અને હવે ખરી વાત સમજાયાથી પોતાના દ્રવ્ય ઉપરની મમતા તેણે છોડી દીધી. અને તે પોતાની સઘળી સંપત્તિ પ્રાણીઓના હિત માટે વાપરવા લાગ્યો. આમ કરતાં વાણિયાનું અંતઃકરણ પવિત્ર થયું. પોતાના જીવનમાં પરમાત્માના દર્શન થયા, એ રીતે તે કૃતાર્થ થયો; અને એનું જીવન ધન્ય બની ગયું. મહાત્મા પુરુષનો ક્ષણમાત્રનો સમાગમ તે જીવને સંસારના દુઃખરૂપી સમુદ્રમાંથી તારનાર જહાજ સમાન છે. (શ્રી સુબોધ કથાસાગરમાંથી) મળમૂત્રની ખાણ એવા દેહને મારો ન માનું આ દેહ છે તે વિષ્ટા, મળમૂત્ર, હાડકાં, માંસ, લોહી, પરુ, ચામડાનો માળો છે. તેમાં હવે મમત્વ ન કરું. હું તેથી ભિન્ન જ્ઞાનમય છું. સુંદર ભોજન ખાઈએ તે પણ મળમૂત્રરૂપ બની જાય છે, તે આ દેહને લઈને છે. એવા અશુચિ દેહને પોતાનું સ્વરૂપ ન માનું, તેમ તેને મારો ન માનું. જેમ ભાડાનું ઘર હોય તેનો જેટલો લાભ લેવાય તેટલો લઈ છોડી દેવાય છે તેમ આ દેહને આત્માર્થે પ્રમાદરહિતપણે ગાળી છેવટે તો મૂકી દેવાનો છે. મૃત્યુ પછી તેને બાળે, દાટે કે પાણીમાં બુડાડે, એ રીતે તેનો નાશ અવશ્ય છે; માટે તેને મારો ન માનું. એવું ભેદજ્ઞાન કરી લેવું.” (ઉ.પૃ.૪૩૧) વ્યાધિ પીડાને “જ્ઞાની વેદે દોર્યથી અજ્ઞાની વેદે રોય' આ કાયા એ જ દુર્જન છે. કેટલાય ભવ થઈ ગયા પણ આત્માને ઓળખાણ થયું નહીં. દેહના ધર્મ તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને હોય છે; પણ અંતરની ચર્યાથી જ જ્ઞાની ઓળખાય છે, બાકી બહારથી કશો ફેર ન હોય. શરીર સારું હોય ત્યારે તો કંઈ નહીં; પણ મરણ વખતની વ્યાધિ અને પીડા વખતે જ્ઞાની અને અજ્ઞાનીની પરીક્ષા થાય છે. જીવ ઘણાં વલખાં મારે છે; આવો રૂડો પાંચ ઇન્દ્રિયોવાળો દેહ છોડી તેને જવું પાલવતું નથી. “મારું મારું કરી જેમાં જેમાં રાચી રહ્યો હોય છે તે બધું તે વખતે આડે આવે છે; અને જ્ઞાનીને તો કંઈ તેમાં સાર જણાયો જ નથી હોતો, તેથી તેને તજતાં શી વાર ? કૃપાળુદેવને સૂકો રોગ હતો. તે તો બધા સમજો છો. કેટલાકને મરણ
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy