SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો શ્રોતા મળે તો અમારા પરથી ઘણો બોજો ઓછો થાય છે. નિદ્રા એ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ છે. એ આવરણ ઓછું તેમ નિદ્રા પણ ઓછી. શ્રી મહાવીર ભગવાને સાડા બાર વરસ તપશ્ચર્યા કરી, તેમાં માત્ર બે ઘડી નિદ્રા લીધી છે અને તે પણ શયન અવસ્થારૂપે કે પગ વાળીને બેસીને નહીં, કેવળ ઊભડક ગોદુહાસનરૂપે બેસીને—ઇત્યાદિ કહેલ. શ્રીમનું કાવ્ય રટન તે અરસામાં પોતે મેશ વખત પરત્વે “ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિવ્રુતિ પરિપાક; દોષ ટળે વળી વૃષ્ટિ ખૂલે ભલી કે, પ્રાપ્તિ પ્રવચન-વાઇ. સંભવદેવ તે થુર સેવો સેવે રે...” ૬૬ (અર્થ ઃ—જેને ચરમાવર્ત એટલે છેલ્લું પુદ્ગલ પરાવર્તન બાકી રહ્યું છે તથા જેને યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ થયું છે, પણ ચરમકરણ એટલે ત્રીજો અનિવૃત્તિકરણ બાકી રહ્યું છે અને જે ભાવો વડે સંસારમાં પરિભ્રમણ થાય તે ભાવોનો પરિપાક કહેતાં પરિપક્વપણું થઈને જે ખરવા આવ્યા છે. જેને આવું સામર્થ્ય પ્રાપ્ત થયું છે. તેના જ ભય, દ્વેષ, ખેદ વગેરે દોષો ટળે છે અને તેમની જ ભલી એટલે કલ્યાણકારી વૃષ્ટિ ખૂલે છે. અને તેમને જ ભગવાનના પ્રકૃષ્ટ વચનોની પ્રાપ્તિ થાય છે અને તેનું રહસ્ય સમજાય છે. માટે હે ભવ્યો! શ્રી સંભવનાથ પ્રભુની તમે ઘેર એટલે પ્રથમ સેવા કરો.) એ ઉચ્ચાર્યા કરતા. આનો આશય એમ લાગતો કે જાણે પોતે શ્રોતાને કહેતા હોય કે શા માટે મુંઝાઓ છો? તમારી દૃષ્ટિ નિર્મળ થઈ છે, દોષ ટળ્યા છે, પ્રવચનની પ્રાપ્તિ તમને થાય છે તો આ તમારું ચરમાવર્ત અને ચરમકરણ જ સમજો. આવો આશય સમજાયો હતો. વળી વખતે ઉચ્ચારતા કે— “ચાહે ચકોર તે યંત્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહજગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વીર જિનેસર દેશના.” (અર્થ :—અહીં અવચંકયોગનું દૃષ્ટાંત આપે છે કે જેમ ચકોર પક્ષી ચંદ્રને ઇચ્છે છે, મધુકર એટલે ભમરો માલતીના પુષ્પમાં આસક્ત થાય છે તેમ સદ્ગુરુષોગે વંદન ક્રિયા આદિ ઉત્તમ નિમિત્તને આ દૃષ્ટિમાં વર્તતો ભવ્ય જીવ સ્વાભાવિક રીતે ચાટે છે, ભાવપૂર્વક તન્મયપણે વંદનાદિ કરે છે, અવયંકયોગથી તેનો ભાવમલ દૂર થાય છે.) તાત્પર્ય કે આ ઉત્તમ નિમિત્તોનો સંયોગ પ્રાપ્ત થયો છે એ જ ભવ્યપણું બતાવે છે. આમ જાણે કહી અંતરમાં ઊગતા પ્રશ્નોનું સમાધાન કરતા હોય એવો ભાસ મને થતો. શ્રીમદ્ન જોતાં વિશેષ પ્રેમભાવ ઉલ્લસતો એક સવારે મેં પૂછ્યું કે, સાહેબ, આપને દેખી પ્રેમ કેમ આવે છે? જવાબ આપ્યો કે તેવું તેવાને મળે; તેવું તેવાને ગમે. મને ઘરબાર ત્યાગી સાધુઓ પ્રતિ બહુ પ્રેમ છે, ભક્તિભાવ છે તથાપિ આ પુરુષને જોઈ તેના પ્રતિ વિશેષ પ્રેમ-ભક્તિ ઉલ્લસતા. શ્રીમદ્ વખતે ખેદ દાખવતાં કે હાલ તો જૈન સંપ્રદાય પોતાનો સનાતન
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy