SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૫૪ ભોગવી લેવા કહેતા. ક્રમે ક્રમે અપૂર્વ તેમને વૈરાગ્ય પ્રગટ થયો. મુંબઈમાં રેવાશંકરભાઈ સાથે દુકાન ખોલી. હજારોનો લાભ તથા પ્રતિષ્ઠા મેળવી. પાછા તેથી પણ મુક્ત થયા હતા. મુક્તદશા અનુભવવાં જંગલોમાં નિવાસ છેલ્લા અઢી વર્ષ નિગ્રંથ સાધુપણાની પ્રતિજ્ઞા કરી હતી. અનેક વખત મુક્તદશા જેવી સ્થિતિમાં રહેવા ગુજરાતના જંગલોમાં પણ વસ્યા હતા - વિચર્યા હતા. અવળા પણ સવળા થયા પ્રાણજીવન અંબાવીદાસ અમારા ભાઈ હતા. તે તદ્દન નાસ્તિક તથા શ્રીમદ્ તરફ વિરુદ્ધતાવાળા હતા. પણ ઘીમે ઘીમે તે પણ તેમના ખાસ અનુયાયી થયા. પૂર્વભવનું કુટુંબ નેપાલમાં પોતાનું ગયા ભવનું કુટુંબ વગેરે નેપાલ દેશમાં હયાત હોવાનું કહેતા હતા. ને તેમના માતા-પિતા તથા ભાઈ-ભાંડુની સંખ્યાની વાત કરેલ પણ યાદ નથી. વિકારને દૂર કરવાના ઉપાય - એક વખત મેં પ્રશ્ન કર્યો કે "નેત્રોથી સ્ત્રી આદિકના દેખવાથી વિકાર થાય છે. તેના શાંતિના ઉપાય માટે કહ્યું કે જેના પર મોહ થાય તેની વિચાર વડે ચામડી ઉતારી અંદર શું ભર્યું છે? તેમ કલ્પના કરી જોવાથી વિકાર નાશ પામશે. રાજા કરતાં પણ શ્રીમદ્ગો વિશેષ પ્રભાવ નવલચંદભાઈ, ઘારશીભાઈ વિગેરે વિદ્વાનો અને કેળવેલ વર્ગના સજ્જનોની સંખ્યા તેમના શિષ્ય તરીકે વધતી જતી હતી. તેઓ તેમની પાસે નમન કરી બેસતા. શ્રીમદ્ એવી સભ્યતાથી વર્તતા કે રાજા કરતાં પણ તેમનો પ્રભાવ સૌ પર ઉત્કૃષ્ટ પડતો. પાંચ બાબત કહેવાની હોય ત્યાં એક વાત કહી શકાતી, આવો પ્રતાપ તેમનો હતો. પ્રશ્નનો ઉત્તર ફરમાવે તે શાંતિથી એક ચિત્તે શ્રવણ કરતાં અને ગમે તેટલા મુમુક્ષની સંખ્યા સમાગમમાં હોય તો પણ જાણે એક પણ માણસ નથી એવી શાંતિ વર્તાતી હતી. શ્રીમદ્ પ્રત્યે પ્રભુ જેવો ભાવા સ્વર્ગસ્થ જૂઠાભાઈનાં પત્ની ઉગરીબેનને, જ્યારે હું વઢવાણ કેમ્પ ગયો ત્યારે જોયેલ. તેમનો શ્રીમદ્જી પ્રત્યે પ્રભુ ભાવ હતો. શ્રીમદ્ભો અંતિમ અવસ્થાનો ચિત્રપટ વઢવાણ કેમ્પમાં હું શ્રીમદ્જીને જોવા ગયેલ. ત્યારે તેમના એક ફોટામાં હાડકાંના માળા જેવો ફોટો હતો. જેમાં અંગ ઢાંકણ માટે એક જ વસ્ત્ર પહેરેલ હતું અને તે ધ્યાનમુદ્રાનો હતો. એવી સ્થિતિમાં રહેવાની પોતાની સદાય ભાવના છે એમ શ્રીમદ્જીએ જણાવ્યું હતું. અંતરથી રાગદ્વેષ ઘટાડી સાચો ત્યાગ લાવવો. અમારે કેમ વર્તવું તે સંબંધે જણાવેલ કે–રાગદ્વેષની પરિણતી ઘટાડવી અને ત્યાગ વગેરે કરવાં, “સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃષ્ઠ ૧૫૬)
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy