SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને વિનયચંદભાઈ દફતરી ૫૧ હોય તો વિશેષ લાભ છે, પામૃત (પૃ.૨૮૪) જીવનના અંતિમ વર્ષમાં શ્રી ધારશીભાઈ સત્સંગ અર્થે ખંભાત આવી રહ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી સ્વામીના સહયોગથી શ્રી મોહનલાલજી મુનિનો સમાગમ તેમને બે મહિના રહ્યો હતો. અને નારના વતની શ્રી રણછોડભાઈ પણ છેલ્લા આઠ દિવસ પાસે હતા. તેઓ બન્ને શ્રી ધારશીભાઈના સમાધિ-મરણનાં પુરુષાર્થને વારંવાર વખાણતા. લગભગ ૭૫ વર્ષની ઉંમરે સંવત્ ૧૯૭૫ના માગસર માસમાં કી ધારશીભાઈએ ખંભાતમાં સમાધિપૂર્વક દેત્યાગ કર્યો હતો. અર્ધશતાબ્દી ગ્રંથ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિ પૂ.શ્રી ધારશીભાઈ જણાવતા હતા કે મોરબીમાં અમારા ભાયાત ભાઈશ્રી ઘેલા સંઘવીનો દીકરો કાપડનો વેપારી હતો. તેમની શ્રી રેવાશંકર જગજીવનની કાં.ની દુકાને આડત હતી. જેથી તેમની મારફતે ખરીદી કરતા હતા. એક વખતે ખરીદી કરવા ગયેલા. ખરીદી કર્યા બાદ ગાંસડી બંધાવતા હતા. ભરતીયા અવ્યવસ્થિતપણે હતા તેથી પાકા ભરતીયા કરવાના હતા. અને તે વખતે સાંજનો વખત હો. રાત્રિભોજનનો ત્યાગ હતો. જેથી તે જમવા રોકાય તો ભરતીયા લેવા જવાનો ટાઈમ મળી શકતો નથી. વિગેરે અગવડો હતી. ગાંસડી બંધાવતી વખતે પરમકૃપાળુદેવ ત્યાં હતા. તેમણે કહ્યું કે ચાલો જમી લ્યો. ત્યોર તેઓએ પોતાની અગવડો જણાવી. તે સાંભળી પરમકૃપાળુદેવે જણાવ્યું કે શા માટે મૂંઝાઓ છો? ચાલો જમી લો પછી ભરતીયું તૈયાર થઈ જશે. પછી તે જમવા બેઠા. જમીને ઊઠ્યા બાદ પરમકૃપાળુદેવે કહ્યું કે બેસો, એક કાગળ લ્યો અને અમો લખાવીએ છીએ તે પ્રમાણે ભરતીયું બનાવો. પછી લખવાનું શરૂ કર્યું. લગભગ ૧૬૦૦ ૨૬ હતી. તે તમામ જે ઘણીને ત્યાંથી જેટલી રકમોની ખરીદી કરેલી તે તથા માલની જાત, તે જાતના આટલા તાકા, તેનો આ પ્રમાણે ભાવ તથા વાર પ્રમાણેની રકમો તેમજ વારના ભાવ વિગેરે તમામ પરમકૃપાળુદેવ મોઢે બોલતા જતા હતા. પછી પરમપાળુદેવે તેઓને જણાવ્યું કે આ ભરતીયા પ્રમાણે જાઓ મેળવી આવો, પછી મેળવતા તમામ રકમો મળી જેથી ઘણું જ આશ્ચર્ય પામ્યા. તેઓ જ્યારે મોરબી આવ્યા ત્યારે પોતાને ઘેર વડીલોને સુચવન કર્યું કે આપણે આડત તો આ ઠેકાણે જ કાયમ રાખવી, ત્યારે વડીલોએ જણાવ્યું કે એવું તેમાં તમે શું દીઠું કે આમ આશ્ચર્યપણે બોલો છો. ત્યારે કે તેમને ઉપર પ્રમાણેની સઘળી હકીકતો વિદિત કરી હતી. - સત્સંગ સંજીવનીમાંથી શ્રી વિનયચંદભાઈ પોપટભાઈ દફ્તરી મોરબી શ્રી સત્પુરુષને નમસ્કાર અનેક ગ્રંથોનું અવલોકન અને કવિતાઓનું સર્જન સંવત્ ૧૯૪૦ની સાલમાં લગભગ હું શ્રીમના પરિચયમાં આવ્યો હતો. શ્રીમદ્ભુ તેરમા વર્ષથી મોરબી અવારનવાર આવતા અને પોતાના ફૈબાને ઘેર રહેતા હતા. તે ઘર અમારી પાડોશમાં જ હતું. ઉપાશ્રયમાં જતાં આવતાં તેમનો સમાગમ થતો. પછીથી અમારી સાથે ઘેર અને અમારી મ્યુનિસિપલ ઓફિસે તેમનું આવવાનું બનતું હતું. તેમાં પણ વધારે અમારી ઓફિસમાં શ્રીમદ્ભુના વખતનો વ્યય
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy