SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને ઘારશીભાઈ સંઘવી “મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ; પરમારથકે કારણે માગું, ન સમજાં લાજ.” કચ્છી ભાઈઓની સગવડ યથાયોગ્ય થાય તે માટે ઘારસીભાઈને વિનંતી કરી તેમની આગતાસ્વાગતા સાચવી, પણ પોતાને થોડા ભાડાના પૈસા જોઈતા હતા તો પણ તે ખાતર હાથ લાંબો કરી દીનતા કરી નહીં. (જીવનકલા પૃ.૨૯) અહો! ઘન્ય છે આવા મહાન પુરુષની શૈર્યતા, નિસ્પૃહતા અને શાંતપણાને. અમુક અમુક સૂક્ષ્મ વિષયના તત્ત્વોનું ઘણે સ્થળેથી અને ઘણા પ્રયાસો કરવા છતાં મને સમાઘાન થવા પામેલ નહોતું તેનું યોગ્ય સમાઘાન શ્રીમદ્ભા રૂબરૂ પરિચયથી, તેમના હસ્તલિખિત પત્રોથી તથા કેટલુંક તેમની આજ્ઞાનુસાર વાંચન કરવાથી તથા કેટલુંક સમાઘાન તેમની કરુણાદ્રષ્ટિથી થયું છે અને થતું જાય છે. ગાંગેય અણગારના ભાંગાનું અપૂર્વ રહસ્ય. શ્રીમને ૧૪-૧૫ વર્ષની વયે મોરબી કાર્યપ્રસંગે મારે ત્યાં આવવાનું થયું હતું. હું શાસ્ત્રનો અભ્યાસી હતો. એટલે સાધુ-મુનિરાજ વગેરે મારી સાથે શાસ્ત્ર વિષયક ચર્ચાદિ કરતા. એક દિવસ સ્થાનકવાસી મહારાજ મારે ત્યાં વહોરવા પઘાર્યા. તે દિવસ રવિવારની રજાનો હોઈ તેમણે મને કહ્યું –બપોરે સ્થાનકે આવજો. શ્રી ગાંગેય અણગારના ભાંગા મને બરાબર સમજાતા નથી. તે આપણે વિચારીશું. મેં હા પાડી. આ વાર્તાલાપ ત્યાં હાજર રહેલા શ્રીમદે સાંભળ્યો. હું જમીને બહાર ગયો. તે દરમ્યાન તેઓશ્રીએ કોરો કાગળ લઈ તેમાં ‘ગાંગેય અણગારના ભાંગાનું અપૂર્વ રહસ્ય' એ મથાળા નીચે તે ભાંગાનું સ્વરૂપ સુગમ શૈલીમાં લખી, તે કાગળ એક નાની ચોપડીમાં મૂક્યો અને પોતે ચાલ્યા ગયા. તેવામાં એક બકરી ઘરમાં આવીને તે ચોપડી મુખમાં લેતી હતી, ત્યાં હું આવી ચઢ્યો. બકરીને હકાલતાં તેના મોઢામાંથી તે ચોપડી પડી ગઈ અને તેમાંથી શ્રીમદુના લખાણવાળો કાગળ પણ નીચે પડી ગયો. તે લઈ વાંચતા મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં; તે લખનાર પ્રત્યે બહુમાન સ્કુટું, પરમાદર ઊપજ્યો અને એકદમ ઉલ્લાસમાં આવી જઈ શ્રીમને તરત બોલાવી લાવવા પટાવાળાને આજ્ઞા કરી. શ્રીમદ્ તરણતારણ ગુરુસ્થાને પટાવાળો બોલાવવા જાય છે ત્યાં રસ્તામાં જ ઘીર ગંભીર ગતિથી ચાલ્યા આવતા શ્રીમદ્ સામા મળ્યા. શ્રીમદે ઘરમાં પ્રવેશ કરતાં જ મેં તેઓશ્રીને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા અને ચરણમાં પડી અવિનયની ક્ષમા માગી. પછી મેં મારી ગાદી ઉપર શ્રીમને બેસાડ્યા, બે હાથ જોડી શ્રીમુખે ગાંગેય અણગારના ભાંગાનું રહસ્ય સમજાવવા તેઓશ્રીને વિનંતી કરી. શ્રીમદે બે કલાક અપૂર્વ બોધ આપી માર્ગનું ભાન કરાવ્યું. શ્રીમદુની અમૃતવાણી સાંભળીને મને રોમાંચ ઊલ્લસ્યા. જીવન ઘન્ય માન્યું. ત્યારથી હું શ્રીમને મારા તરણતારણ ગુરુસ્થાને માનવા લાગ્યો. પહેલાં બાળક બુદ્ધિ, પછી વિદ્વાન બુદ્ધિ, પછી સમાન બુદ્ધિ, પછી મહાત્મા બુદ્ધિ અને હવે ગુરુબુદ્ધિ ઉત્પન્ન થઈ) “જીવદયાણ' યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્ર, આ પ્રમાણે તેમનું અનહદ જ્ઞાનબળ તથા ચમત્કૃતિ જોઈને હું ચકિત થયેલ છું. એવા યુગપ્રધાન પુરુષનો પૂર્વે પ્રાપ્ત નહીં થયેલ એવો અલભ્ય લાભ મને પ્રાપ્ત થવાથી, તે કરુણાદ્રષ્ટિવંતને હું તરણતારણ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy