SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ( શટિ શ્રીમદ્ અને ચત્રભુજ મહેતા લગ્ન પહેલાં સંસાર છોડી દેશે કે શું? લગ્ન થયા પહેલાં વઢવાણ, બોટાદ વગેરે સ્થળોએ અવઘાન કરી અને છેવટ મુંબઈમાં શતાવઘાનના પ્રયોગ કરી મુંબઈની પ્રજાને હેરત પમાડી હતી. અને દેશવિદેશમાં પેપર દ્વારા ઘણી ખ્યાતિ વઘતી ચાલી હતી. તે વખતના પત્ર ઉપરથી જણાતું હતું કે વૈરાગ્યદશા બહુ વધી ગઈ છે તેથી લગ્ન કર્યા પહેલાં સંસાર છોડી દેશે કે શું? એમ તર્કવિતર્ક થતાં વિસ્તારથી પત્ર લખ્યો હતો. પત્રનો જવાબ વખતસર નહીં મળતાં ફરી ઉપરા-ઉપરી કાડોં લખવામાં આવ્યા હતા. તેથી જવાબ મળ્યો. હતો તે પત્ર “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક ૨૭ છે. વૈરાગ્યની ઉત્કૃષ્ટતા વચ્ચે સંસાર ત્યાગ ઉપરનો પત્ર આવ્યા પછી મારા જન્મગ્રહ રજિસ્ટર પત્રથી મોકલવામાં આવ્યા હતા. અને વૈરાગ્યની ઉત્કૃષ્ટતા જોઈ સંસારી થઈ તેના સુખદુ:ખનો અનુભવ પાંચ વરસ કરી પછી સંસાર ત્યાગ કરવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં આવેલ પત્ર તે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પત્રાંક ૨૮માં છપાયેલ છે. કૃપાળુશ્રીને મારા પ્રત્યે લાગણી હતી. સંસારત્યાગ કરવામાં આવે તે વખતે સાથે જ ત્યાગવો એવો સંકેત હતો. તે કેટલીક જગ્યાએ એકતા જેવી પ્રીતિ દર્શાવી છે. અને અહીંયા પણ શુક્લપ્રેમ પ્રદર્શિત કર્યો છે. સંપ શાંતિની વૃદ્ધિ કરો. સંપ રાખી રહેવા સંબંધીની તેમની ઉત્તમ શિક્ષા એક પત્રમાં આ પ્રમાણે છે : જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ-શાંતિની વૃદ્ધિ કરશો. એમ કરવું મારા ઉપર કૃપા ભરેલું ઠરશે. વખતનો રૂડો ઉપયોગ કરતા રહેશો ગામ નાનું છે તો પણ. નવતત્વ સંબંઘીની ચર્ચા હું વઢવાણ કેમ્પથી અમદાવાદ ગયો હતો. ત્યાં સારંગપુર તલીયાની પોળમાં પાનાચંદ ઝવેરચંદને ત્યાં ઊતર્યો હતો. તે વખતે રણછોડલાલ ગંગારામના પ્રેસમાં મોક્ષમાળા છપાતી હતી. ત્યાં તેમની સાથે હું પણ ગયો હતો. આ પુસ્તક ત્રણ દિવસમાં લખ્યું છે એમ જાણવા મળ્યું હતું. બે-ત્રણ દિવસ ત્યાં રોકાઈ પાછો વઢવાણ કેમ્પમાં આવ્યો હતો. અમદાવાદમાં દરરોજ સાંજે ફરવા જતાં. ત્રણ ચાર ભાઈઓ સાથે આવતા હતા અને ત્યાં નવતત્ત્વ સંબંધી ચર્ચા ચાલતી હતી. નષ્ટવિદ્યાનો પ્રયોગ ત્યારબાદ મુંબઈ જતાં પહેલાં જેતપુર પઘારેલા. ત્યારે નષ્ટવિદ્યાનો અખતરો કરી બતાવ્યો હતો. તે એવી રીતે કે જન્માક્ષરની કુંડળી જોઈ, માણસોનો જે સાલના, જે મહિનામાં, જે તિથિ અને વારના, જે સમયે જન્મ થયો હોય, તે કહી બતાવવું જોઈએ. એ વાત પ્રચલિત થવાથી જેતપુરના સોની નારણ સવજી પોતાની જન્મોતરી બતાવવા કૃપાળશ્રીને તેમની દુકાને તેડી ગયા હતા. સાથે પાંચ-સાત માણસો હતા. પંચોલી શંકર સોમનાથ પણ ત્યાં હતા. જન્મોતરી તેમણે હાથમાં લઈ મથાળાનો ભાગ વીંટાળી દીઘો અને પછી કુંડલીનો ભાગ કૃપાળુશ્રીને બતાવવામાં આવ્યો હતો. તે ઉપર આશરે અડધો કલાક વિચાર કરી જે કહ્યું તેની નોંધ કરી હતી, અને પછી તપાસતાં મથાળામાં જે પ્રમાણે લખ્યું હતું તે હકીકત બધી મળતી આવી હતી.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy