SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો ૩૬ મોરબીના શ્રી વનેચંદ પોપટભાઈએ “સાક્ષાત્ સરસ્વતી''ની બુક છપાવવાની હતી તે વખતે પૂ.શ્રી રાયચંદભાઈના મંગાવવાથી તેમના તરફ મોકલવામાં આવ્યા હતા. પણ ગમે તે કારણોથી તેમાં દાખલ કરવામાં આવ્યા નહોતા. પરંતુ એ પ્રસંગનાં એકાદ કાવ્યનો ભાગ યાદ છે તે અહીં નીચે જણાવું છું. પુત્ર છતાં નિર્વંશ કહાયો શ્રી ધનાળાના વિષે વિશ્વનાથ જેતપુર આવેલા હતા. તેમને અવધાન જોવાની ઉત્કંઠા હોવાથી તે સભામાં આવ્યા હતા. તેઓ નાના ગામડાંઓમાં સારા વિદ્વાન ગણાતા અને ભાગવદ્ આદિનો અભ્યાસ કરેલો હતો. તેમણે એક પાદપૂર્તિનો વિષય માગ્યો હતો. જેમાં કહ્યું હતું કે પુત્ર છતાં નરવંશ કાયો.'' આ પ્રમાણે તેઓ બોલ્યા હતા. ત્યારે કૃપાળુશ્રીએ સુધારીને જણાવ્યું હતું કે એમ નહીં પણ “પુત્ર છતાં નિર્દેશ કôાયો'' એમ ક્કો. એ કાવ્ય યાદ નથી, પક્ષ તેમાંથી બહુ જ ગંભીર અર્થ નીકળ્યો હતો. અને છેલ્લે ઉપરનું વાક્ય પાદપૂર્તિ તરીકે આવ્યું હતું. રાત્રિ ખરા બપોર બીજા પ્રેક્ષકે ‘રાત્રિ ખરા બપોર' એ પાદપૂર્તિ કરી આપવા કહેતાં તે કાવ્ય નીચે પ્રમાણે કર્યું હતું ઃ કચ્છ નૃપતિ વિવાહ રચ્યો, ગઈ તિમિ૨તા ઘો૨; અજવાળું એવું કર્યું “રાત્રિ ખરા બપો" એ રીતે અવધાન કરી બતાવવામાં આવ્યા હતા. બાળપણમાં મેં રામાયણ આદિ કથાઓ સાંભળેલી. આગળ ગામડાઓમાં કેટલાંક ભટો આવી કાંસીઓથી અને ભંભાથી રાત્રિને વિષે તેની કથાઓ કરતાં તે સાંભળેલી. તેમાં હનુમાનની ભક્તિ અને તેમનું પરાક્ર્મબળ વિશેષ જણાવેલું. તેમજ તુલસીદાસને પણ હનુમાનજીના આશ્રયથી રઘુવીરના દર્શન થયાં હતાં. તેથી ભગવાનનાં દર્શન કરવા હોય તો હનુમાન ઉપર આસ્થા રાખવી એવી મારી શ્રદ્ધા હોવાથી હું ભાવપૂર્વક દરરોજ દર્શન કરવા જતો અને તેલ ચઢાવતો હતો. એવું કરતાં લગભગ ચાર-પાંચ વર્ષ થયાં હશે ત્યારે ઉપરના પ્રસંગે જણાવેલ સાલમાં કૃપાળુશ્રી જેતપુર પધારેલા ત્યારે હનુમાનની એક સ્મૃતિનું કાવ્ય કરી આપવા માટે જણાવ્યું તથા એક કાવ્યમાં મારું નામ આવવું જોઈએ, તેમજ તેમની પ્રસન્નતાને લીધે જે કામ ઘારું તેમાં સફળતા થાય એવો ભાવ આવવો જોઈએ. તે ઉપરથી તેમણે ઘણા થોડા વખતમાં નીચેનું કાવ્ય કરી આપ્યું હતું. પોતાના અક્ષરથી લખાયેલો અસલ કાગળ પણ વિદ્યમાન છે. હનુમાનની સ્તુતિ (હરિગીત છંદ) સમરું સદા સમરણ કરીને શાંતના મનમાં થરી, ઘરું ઘ્યાન આઠે જામ ને પ૨ણામ પ્રેમથી કરી; તુજ સાથથી મુજ કામ થાશે, ઠામ પુરો મન તણી, મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી. ૧ શ્રી રામ કેરાં કામ કીધાં, નામ રાખ્યું જગતમાં, સમરણ કરી જગનાથનું પ્રથમે પુજાણા ભગતમાં;
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy