SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૬ ઝબકબાનો મળેલો ફોટો મારા પૂ.માતુશ્રી સરળ, વિનયવાન અને સેવાભાવી હતાં. વડીલોની આજ્ઞાનુસાર વર્તતાં. તેમની છબી ઉપલબ્ધ નથી. તે વખતમાં છબી પડાવવાનો રિવાજ નહોતો. મારા પૂ.માતુશ્રીનો દેહ છૂટ્યા બાદ પૂ.દેવમાં ખંભાત ગયાં હતાં. ત્યાં પૂ.બાપુભાઈએ મારા પૂ.માતુશ્રીનો ફોટો પાડી લીધેલો, જે તેમની પાસેથી મળેલ છે. “અપૂર્વ અવસર'નું સર્જન જ્યારે નડિયાદમાં મારા પૂ.માતુશ્રી અને પરમકૃપાળુદેવશ્રી હતા ત્યારે વવાણિયાથી પૂ.દેવમાં બિમાર થયાના સમાચાર મળવાથી બન્ને વવાણિયા પઘાર્યા હતાં. પ્રભુએ પૂ.દેવમાની ચાકરી ઘણી જ સરસ કરી. પોતે તેમની પાસે જ બેસી રહેતા. પૂ.દેવમા માંદગીને કારણે ચાલવું સાવ ભૂલી જ ગયા હતા. તેથી પ્રભુ તેમને હાથ ઝાલીને ચલાવતા. “અપૂર્વ અવસર'નું પદ પ્રભુએ પૂ.દેવમાના ખાટલા પર બેઠાં બેઠાં લખ્યું હતું. આ વાત મને મારા ફોઈના દીકરા હેમંતભાઈએ કહી હતી. પ્રભુને જોયા પછી શાંતિ કૃપાળુદેવની તબિયત વઢવાણમાં વધુ નરમ થઈ ગઈ હતી. ત્યારે પૂ.દેવમા ત્યાં હતા. તેમણે પૂ.રવજીભાઈને તારથી ખબર આપ્યા. તાર આવતાં મારા પૂ.માતુશ્રી તથા પૂ.રવજી અદા પરોઢિયે ગાડીમાં બેઠા, ત્યારે જતી વખતે પૂ.અદાએ પ્રતિજ્ઞા કરી કે હું ભાઈનું મોઢું જોયા પછી ગાયોને ઘાસ નાખી અન્નપાણી લઈશ. ત્યાં પહોંચીને પ્રભુને જોયા પછી તેમને શાંતિ થઈ. કોઈ મુમુક્ષુભાઈએ રવજી અદાને કહ્યું કે હવે દાતણ કરો. કૃપાળુદેવે જ્ઞાનમાં જાણી લીધેલું કે આવી રીતે તેમણે પ્રતિજ્ઞા કરી છે, એટલે પેલા ભાઈને કહ્યું કે ચોકમાં ગાયોને ઘાસ નખાવો ત્યાર પછી જ તેઓ અન્નપાણી લેશે, તે પહેલાં નહીં લે. વઢવાણ કેમ્પ પછી અમદાવાદમાં આગાખાનને બંગલે પ્રભુને રહેવાનું થયું. ત્યારે અમે સૌ કુટુંબીઓ અમદાવાદ ગયા. ત્યાંના બઘા મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વગેરે આજે પણ સઘળું યાદ આવે છે. જે છે તે પરમ દિવસે પછી પ્રભુ અમદાવાદથી માટુંગા, શીવ અને ત્યાંથી તિથલ પધાર્યા હતા. પૂ.અદા સાથે જ હતા. પછી સં.૧૯૫૭માં વઢવાણ કેમ્પ અને પછી રાજકોટ ગયા હતા. રાજકોટમાં કરસનજી મૂલચંદવાળા નાનચંદ અનુપચંદભાઈને ઘેર એક દિવસ રહેલા. ત્યાંથી બીજે દિવસે ગામ બહાર ખુલ્લી હવાને કારણે સદરમાં રહેવાનું રાખ્યું હતું. એક દિવસ તબિયત વઘારે નરમ થતાં પૂ.દેવમાને બહુ દુઃખ થયું. તેમને શાંતિ આપતાં પ્રભુએ કહ્યું : “જે છે તે પરમ દિવસે.” તેમ મારાં પૂ.માતુશ્રીને જણાવ્યું હતું કે.....નામની માળા ફેરવવી. પ્રભુને રાજકોટ રહેવાનું થયું ત્યારે ત્યાં ઘણા મુમુક્ષુઓ આવતા. પણ શરીરે ઘણી અશક્તિ હોવાને કારણે ડૉકટરે વાતચીત વિશેષ ન કરવાની સલાહ આપેલી. પત્રો લખાવવા પડે તો એક બે લીટીના જ લખાવતા. રાજકોટથી લખેલો છેલ્લો પત્ર ક્રમાંક ૯૫૫ અને ક્રમાંક ૯૫૪ અંતિમ સંદેશાનું કાવ્ય “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છે. પ્રભુની છેવટ સુઘીની સ્થિતિનું વર્ણન મારા કાકા પૂ.મનસુખભાઈએ પ્રભુની છેવટ સુધીની સ્થિતિનું વર્ણન તેમની પોતાની મનોવ્યથા
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy