SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ આત્મલાભ મેળવવો જોઈએ તે લીઘો નહીં સાહેબજી જ્યારે વવાણિયા બંદરેથી બીજે સ્થાને પધારવાના હતા ત્યારે છેલ્લી વખતે મને જણાવ્યું કે ભાઈ પોપટ, તું અમારી પાસેથી જોઈએ તેવો પરમાર્થલાભ મેળવી શક્યો નહીં. ત્યારે મેં કીધું કે – મેં આપની સેવા બજાવી છે એટલે હું માનું છું કે મને લાભ મળી શક્યો છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જે લાભ મેળવવો જોઈતો હતો તે લાભ બિલકુલ મેળવી શક્યો નથી. બીજાઓ સમાગમમાં આવી છે તે પ્રમાણમાં લાભ મેળવી શક્યા છે, પણ તેં લીધો નહીં. ત્યારબાદ સાહેબજીએ જણાવ્યું કે અમો આવતીકાલે આ ક્ષેત્ર છોડી બીજા ક્ષેત્રે જવાના છીએ માટે ટૂંકપેટી તૈયાર કરી રાખજે. તે પ્રમાણે મેં ટૂંકપેટીમાં સાહેબજીનાં કપડાં મૂક્યાં અને બે પુસ્તકો મૂક્યાં. પછી સાહેબજીને જણાવ્યું કે ટૂંકપેટી તૈયાર છે. ટ્રેન રાત્રિના બે વાગતાના સુમારે વવાણિયાથી ઊપડતી હતી. સાહેબજી અગિયાર વાગે તૈયાર થઈ બહાર પધાર્યા અને મારા મોટાભાઈ પાસે ગયા અને તેમને ઉઠાડ્યા. મારા મોટાભાઈએ સાહેબજીને કીધું કે પોપટને ઉઠાડું? સાહેબજીએ ના પાડી અને જણાવ્યું કે રાત્રે અમોને મળ્યો છે. પછી સાહેબજી અમારી દુકાન પાસે કંદોઈના દુકાનની પાટ ઉપર બિરાજ્યા. ત્યાં ટપાલ વાંચી, બાદ ગાડી આવી. મારા ભાઈ વળાવીને આવ્યા. ઉપર જણાવેલી હકીકત મારા ભાઈ રાયચંદભાઈએ જણાવી હતી. શ્રીમનું કારણ વગર મોન, બોલે તો પણ ટૂંકામાં સાહેબજીનું આતાપબળ ઘણું હતું. તેમની પાસે કોઈ દશ વાત પૂછવા ઘારીને આવ્યા હોય અથવા હું દશ વાતો પૂછવા ઘારીને ગયો હોઉં તો માંડ માંડ બે વાતો પૂછી શકતો. પરંતુ સાહેબજી ગમે તેટલા પ્રશ્નો હોય તે સઘળાનું સમાઘાન એકી સાથે જ કરી લેતા. સાહેબજી પોતે કારણ સિવાય બોલતા નહોતા અને બોલતા ત્યારે પણ ટૂંકમાં બોલતા હતા. પુત્રના લક્ષણ પારણામાં રાઘવજીભાઈ નામના એક ગૃહસ્થ હતા. તેઓ સાહેબજીની જ્યારે બાળવય હતી ત્યારે તેમને સારું ખવરાવીને આનંદ પામતા. એક વખતે તે રાઘવજીભાઈએ રવજીભાઈને કીધું કે રવજીભાઈ, તમારો દીકરો તો તમારું દલદર કાઢી નાખશે, ઘણો જ હોશિયાર નિવડશે. અત્યારથી જ તેના લક્ષણો જણાય છે. ચિત્ર નંબર ૧ માર્ગની ખોટી પ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ સાહેબજીને ત્યાં કોઈ સાધુઓ વહોરવા જાય ત્યારે સાહેબજી પોતે પાસે ઊભા રહીને વહોરાવતા. તેમને જણાવતા કે ખોટી રીતે પ્રરૂપણા કરશો તો અનંત સંસારની વૃદ્ધિ થશે, માટે સત્ય પ્રરૂપણા કરજો. શ્રીમદ્ભા ધ્યાન કે વિચાર સમયે બીજા પણ મોના સાહેબજી જ્યારે ધ્યાનમાં કે વિચારમાં હોય ત્યારે કોઈથી કાંઈપણ બોલી શકાય નહીં. જ્યારે નીચી દ્રષ્ટિથી ઊંચી નજર કરતા ત્યારે જે કાંઈ કહેવું હોય તે કહી દેતો. મને સાહેબજી ‘વવાણિયા સમાચાર' કહેતા હતા. જેવી જોઈએ તેવી સારી સ્થિતિ થશે. સાહેબજી જ્યારે નાની ઉંમરના હતા ત્યારે પણ એકલા જ બેસી વાંચતા. તે વખતે માતુશ્રીએ તથા
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy