SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને પોપટભાઈ દેસાઈ ત્યાં હજુ સુધી એટલે કરાંચી હતા ત્યાં સુધી તો ‘બુદ્ધિપ્રકાશ'ના અંકો તથા તેના ભેટના પુસ્તકો આવતા અને હાલમાં પણ મુંબઈ આવતા હશે. કૃપાળુદેવે જવલબહેનના સગપણ બાબત રવજીબાપાને કહ્યું હતું કે રણછોડભાઈના બે દીકરા છે. આટલી વાત કરી હતી. આ વાત મારાં માતુશ્રી ઝબકબાઈ કરતા હતા. શ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ વવાણિયા બંદર શ્રી વવાણિયા બંદર નિવાસી ભાઈશ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ, ઉંમર વર્ષ ૪રની આશરે, તે શ્રી પરમકૃપાળુદેવ “શ્રીમાનું રાનવંદ્ર કેવ’ના સમાગમમાં આવેલા. તે પ્રસંગે જે કાંઈ વાતચીત થયેલ તથા જે કાંઈ સાંભળવામાં આવેલું તે સંબંધી તેમને સ્મૃતિમાં રહેલ તે સર્વ હકીક્ત અત્રે જણાવે છે : - પરમકૃપાળુદેવ પાસે શંકા સમાઘાન અર્થે અનેક વિદ્વાનોનું આગમન પરમકૃપાળુદેવ સાથે મારે બાળપણથી જ સંબંધ જોડાયો હતો તથા તેઓ અમારા સગાં-સંબંધી પણ હતા. તેઓશ્રી બાળપણથી જ ગામ આખામાં હોશિયાર, તીવ્ર બુદ્ધિશાળી અને ડાહ્યા ગણાતા હતા. જેથી તેઓશ્રી પ્રત્યે સઘળા લોકોને સહેજે ઘણો જ પ્રેમ આવતો હતો. કેટલાક તેઓશ્રી પ્રત્યે ઘણા જ પ્રેમમાં આવી જવાથી મીઠડાં (વાયણાં) લેતા હતા અને ચુંબન કરતા હતા. બાળપણથી જ મહાશાંત હતા. લઘુવયમાં પણ તેઓશ્રીનું નામ સાંભળી ઘણા ઘણા વિદ્વાન પુરુષો શંકાઓનું સમાધાન કરવાથું, પ્રશ્નોત્તર કરવા અર્થે, વિદ્વતા જોવા અર્થે તેમજ વાદવિવાદ કરવા અર્થે તેઓશ્રીની પાસે આવતા હતા; અને આવેલા પુરુષો પોતાના મનનું સમાધાન થવાથી શાંતિ પામતા હતા અને સાહેબજીને દંડવત્ પ્રણામ કરતા હતા. સ્કૂલમાં પ્રથમ દિવસે ચોપડીનું વાંચન સાહેબજી જે સ્કૂલમાં ભણવા માટે જતા હતા તે સ્કૂલના માસ્તર એક મુમુક્ષુભાઈને મળ્યા હતા. તેઓ સાહેબજીના સંબંધમાં અલૌકિક ચમત્કારિક બાળપણની વાતો જણાવતા હતા. તે હકીકત સાંભળવામાં આવવાથી નીચે પ્રમાણે જણાવું છું : સાહેબજીની અલૌકિક દશાનો અનુભવ આજે મને સ્મરણ કરાવે છે કે, જ્યારે તેમને મારી ક્લાસમાં ભણવા માટે પ્રથમ બેસાડ્યા ત્યારે મેં તેમને એકડે એક લખીને શીખવા માટે આપ્યા, પછી એકથી દસ સુઘી અને ત્યારબાદ જેમજેમ હું આગળ બતાવતો ગયો તેમ તેમ તેઓ જણાવતા કે આ તો મને આવડે છે. પછી ચોપડીમાંથી પાઠ વાંચવા માટે જણાવ્યું ત્યારે તે પાઠ એકદમ વાંચી સંભળાવ્યો. પછી બીજા આગળ-પાછળના કેટલાક પદો વંચાવ્યા. ચોપડી મૂકી દીધા બાદ અનુક્રમે જેટલા પાઠ વાંચી ગયા હતા તે સઘળા પાઠ એકપણ ભૂલ વિના મુખપાઠ બોલી સંભળાવ્યા હતા. આ હકીક્તથી મને ચમત્કાર ભાસ્યો કે આજરોજથી ભણવા માટે આવ્યા છે અને આ શું? આ છોકરાને શું ભણાવું? તમારો છોકરો દેવપુરુષ જણાય છે. ભણાવવામાં મારી એક ભૂલ થઈ હતી. તે ભૂલ સાહેબજીએ જણાવી કે આ ઠેકાણે આ પ્રમાણે હોવું જોઈએ, અને તમો આ પ્રમાણે કેમ કહો છો? તેની મેં તપાસ કરી તો તેમના કહેવા પ્રમાણે મારી ભૂલ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy