SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૭૮ આવવાનું થયું. શ્રી દામજીભાઈ, પદમશીભાઈ, ખીમજીભાઈ, પૂનાવાળા નાનચંદભાઈ તથા અંબાલાલભાઈ વગેરે દુકાને પઘારતા, તેઓની સાથે પણ પરિચય થયો હતો. તે વખતે શ્રીમદ્ સાથે આશરે વીસ દિવસ કામ પ્રસંગે મારે રહેવું થયું હતું. અમારી દુકાનનો નફો ઘર્માદા ખાતે સંવત્ ૧૯૫૬માં કૃપાળુદેવના સહિયારા ખાતે કપાસિયાનો વેપાર થયો હતો. તે વખતે તેમણે જણાવેલ કે આ વેપારમાં જે નફો આવે તે અમારી દુકાનના ભાગનો નફો ઘર્માદા ખાતે વાપરવો. શ્રીમદ્ભો આશય જંગલમાં રહેવાનો પછી સંવત ૧૯૫૬ના ચૈત્ર માસમાં ઘરમપુર કંપાળદેવ પધાર્યા અને ત્યાં એક માસ ઉપર સ્થિરતા કરી હતી. તે વખતે અમારે ત્યાં મુકામ હતો. જમવા વગેરે બધી સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો. રસોઈ મારા પત્ની કરતાં અને રસોઈયો હતો તે મદદ કરતો. શરીર પ્રકૃતિ એક બે દિવસ ઠીક રહી હતી. પછી નરમ રહેતી. તેઓશ્રીનો આશય જંગલમાં રહેવાનો હોય એમ સમજાતું હતું. દરેક બાબતમાં ગંભીર રહેવાનો મને પ્રતિબોઘ કર્યો હતો. ઘરમપુર નિવાસ દરમ્યાન પૂંજાભાઈ હીરાચંદ તથા ત્રિકમલાલ કાળીદાસ અમદાવાદથી પધાર્યા હતા અને આશરે ૧૫ દિવસ રહ્યા હતા. શ્રી પૂંજાભાઈ પાસે ડુંગરના શિખર ઉપર “હે હરિ! હે હરિ! શું કહ્યું.....'એ પદ ગવરાવ્યું હતું, તે મને બહુ સારું લાગ્યું હતું. શ્રી માણેકલાલ ઘેલાભાઈ પણ તે વખતે ઘરમપુર પધાર્યા હતા. | મુનિશ્રી લલ્લુજી તથા દેવકરણજી યોગ્ય મુનિઓ હાલમાં જૈનમાં મુનિશ્રી લલ્લુજી તથા મુનિશ્રી દેવકરણજી યોગ્ય મુનિઓ છે એમ મને જણાવવા કૃપા કરી હતી. | મુમુક્ષુભાઈઓ વયોવૃદ્ધ પણ આપને દંડવત્ કરી નમસ્કાર કરે છે, તે આપ જેવા કૃપાળુથી કેમ સહન થઈ શકે? એ તો દયાની લાગણી વિરુદ્ધ ગણાય, એમ પૂછી ખુલાસો માગ્યો હતો. તેનો ખુલાસો આગળ ઉપર થઈ રહેશે એમ જણાવ્યું હતું. આ વખત દરમ્યાન મારા પર કરુણા કરી. (૧) હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર, કસ્તુરી પ્રકરણ, (૩) હરિભદ્રસૂરિ કૃત પર્દર્શન સમુચ્ચય. આ ત્રણે પુસ્તકો મંગાવી વિચારવા આજ્ઞા કરી હતી. તે મંગાવી વાંચ્યા હતા. કૃપાળુદેવે ઘરમપુરના સત્સંગ વખતે આનંદઘનજીકૃત ચોવીશી તથા શ્રી યશોવિજયજીકૃત ચોવીશી વાંચવા-વિચારવા ભલામણ કરી હતી. જૈન શાસ્ત્રો શ્રી મહાવીર સ્વામી પછી ૯૦૦ વર્ષે લખાયા શ્રી હરિભદ્રસૂરિ તથા શ્રી કુંદકુંદાચાર્ય નામના મહાન આચાર્યો થઈ ગયા છે તથા જૈન શાસ્ત્રો શ્રી મહાવીર સ્વામી પછી ૯૦૦ વર્ષે લખાયા છે એમ જણાવવા કૃપા કરી હતી. મને આર્તધ્યાન બહું રહેતું. તે ન રાખવા બોઘ દઈ, દરેક વખતે ચિત્ત પ્રસન્ન રાખવા જણાવ્યું હતું. જ્ઞાનમાર્ગ સર્વથી ઉત્તમ ઘર્મમાં પૈસા ખર્ચવામાં યોગ્ય માર્ગ કયો ગણાય? તે ઉપરથી સંક્ષેપમાં જ્ઞાનમાર્ગ સર્વથી ઉત્તમ છે
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy