SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૭૨ સમકિત ઉત્પન્ન થાત. કૃપાળુદેવના અદ્ભુત જ્ઞાનનો પ્રકાશ યોગ્ય જીવ જ જાણી શકે જેમ પૃથ્વી પરથી કોઈ તારો ઓછા મનુષ્યોને દેખાય, પણ જેમ જેમ તે ઊંચે ચઢતો જાય તેમ તેમ તે વધુ સ્પષ્ટ દેખાય છે. એ જ પ્રમાણે ગુરુદેવના જ્ઞાનનો પ્રકાશ દિવસે દિવસે વિસ્તાર પામે છે પણ તેને, યોગ્યતાવાળા જીવો સ્પષ્ટ જાણી શકે છે. ઉપરના પરિચયો પંડિત શ્રી લાલને અગાસ ક્ષેત્રે, પરમકૃપાળુદેવના અદ્ઘ શતાબ્દી મહોત્સવ પ્રસંગે, તા.૨૨-૪-૧૯૫૧ના રોજ જણાવેલ છે. અવઘાન વિ.સ. ૧૯૪૨-૪૩માં શ્રીમની મુંબઈ સ્થિતિ હતી અને તેઓશ્રીએ અનેક સ્થળે અવઘાનના પ્રયોગો કરી બતાવેલા. ઈ.સન્ ૧૮૮૬–૮૭માં ‘મુંબઈ સમાચાર’, ‘જામે જમશેદ’ ‘Times of India’ 'ગુજરાતી' ‘Indian Spectator' ઇત્યાદિ ગુજરાતી અને અંગ્રેજી છાપામાં શ્રીમની અદ્ભુત શક્તિઓ વિષે લેખો આવતા હતા, જેમાંથી કેટલાંક અવતરણો નીચે આપીએ છીએ. યાદદાસ્ત શક્તિના ચમત્કારો કાઠિયાવાડના મોરબી સંસ્થાનના ગામ વવાણિયાના રહીશ કવિ રાયચંદ રવજીભાઈની અવથાન શક્તિના ચમત્કારો જોવાને અત્રેની થિયોસોફીકલ સોસાયટી' તરફથી એક ખાનગી મેળાવડો કરવાનું આમંત્રણ થયું હતું. સાંજે સાડા પાંચ કલાકે હિંદુ, મુસ્લિમ, યુરોપિયન, પારસી વગેરે જુદી જુદી જાતિના ગૃહસ્યોની રૂબરૂમાં તેમણે તે કરી બતાવ્યા હતા. કાઠિયાવાડી સાદા પોશાકમાં કવિશ્રી આવી પૂગતાં તાળીઓના અવાજથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા. પોતાના કાર્યની શરૂઆતમાં તેમણે જણાવ્યું કે ‘દુનિયામાં માણસજાત યાદદાસ્તશક્તિ, કાવ્યશક્તિ અને હસ્તચમત્કૃતિ માટે વખણાય છે. આ ત્રણમાંની પહેલી બેનું મને સહેજસાજ જ્ઞાન છે ઃ અને છેલ્લેથી હું બિનવાકેફ છું. હસ્તશક્તિનો તીર, બાણ, તલવાર, બંદૂક વગેરેમાં સમાવેશ થાય છે, જેમાં હિંદુઓમાં જાણીતા થઈ ગયેલા પાંડવો મશદૂર છે. સ્મરણશક્તિ વિષે હું કંઈક જાણું છું. તે મારી અલ્પશક્તિ મુજબ તમો ગૃહસ્થો હાર કહી સંભળાવીશ.' : જુદા જુદા અવધાનોના પ્રયોગો સભા સમક્ષ કરી બતાવ્યા, તેમાં નીચેની કવિતાનો પણ સમાવેશ થતો હતો. ભુજંગી છંદ રહ્યા છો મહાજગને જાળવીને, ભી બોથ ભાખો તથાપિ વિને, નથી રાગ કે દ્વેષ કે માન કાંઠી, વધુ શું વખાણે અહીં ‘રાય' આંહી? મંડળીના એક સભાસદ મિ.પીરોજશાહે “માણસ જાત શું શું કરી શકે છે?' તે ઉપર સભાજનોનું ધ્યાન ખેંચી કવિશ્રીનો ઉપકાર માનવાની દરખાસ્ત કરતાં તાળીઓના અવાજો વચ્ચે કવિશ્રીને ફુલહાર આપ્યા બાદ મેળાવડો વિસર્જન થયો હતો. -મુંબઈ સમાચાર, તા.૩-૧૨-૧૮૮૬ We have had a visit from a young prodigy, shatavdhani kavi Shri Rajchandra Ravji, an inhabitant of vavania. Mr. Rajchandra is a bania by caste, a versifier by birth and also a shatavdhani. That is one whose mnemonic powers will perform, we suppose, 100 different
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy