SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬ તમારે છ મહિના સુધી પરણવું નહીં વવાણિયામાં દેસાઈ વીરજી રામજી કરીને હતા. એક વખત તે વીરજી દેસાઈ અને કૃપાળુદેવ સાથે ફરવા ગયા ત્યારે વીરજી દેસાઈને કૃપાળુદેવે પૂછ્યું કે, વીરજીકાકા મારી કાકીને કાંઈ થાય તો તમે બીજીવાર પરણો ખરા? વીરજીભાઈએ કાંઈ જવાબ આપ્યો ન હતો. થોડા દિવસ થયા ત્યાં વીરજી દેસાઈના વહુ ગુજરી ગયાં. બીજી વખત કૃપાળુદેવને વીરજી દેસાઈની સાથે ફરવા જવાનો જોગ મળ્યો. ત્યારે કૃપાળુદેવે પૂછ્યું કે, વીરજીકાકા તમે હવે પરણશો? તેઓ બોલ્યા નહિ પણ મોટું મસક્યું. તેથી કૃપાળુદેવે કહ્યું કે તમારે છ મહિના પછી પરણવું. છ મહિના થયા. શ્રાવણ વદ ૬ રાંધણછઠના દિવસે વીરજીભાઈ ઉપાશ્રયથી રાત્રે દસ વાગતાના સુમારે ઘરે આવતાં ખાળમાંથી સર્પ નીકળ્યો અને કરડ્યો. ઉતારવાની ઘણી મહેનત કરી. ત્યારે વીરજી દેસાઈએ કહ્યું કે મારો ચોવિહાર ભંગાવશો નહીં, મને કહેનારે કહી દીધું છે. શૂળની પીડા કેમ ખમાણી? પંચાણદાદા સં.૧૮૩૬માં જન્મ્યા હતા. અને સં.૧૯૩૪માં એટલે ૯૮ વરસની ઉંમરે ગુજરી ગયા. કૃપાળુદેવના દાદીમાં પણ ૯૦ વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા. પંચાણદાદા ગુજરી ગયા ત્યારે કૃપાળુદેવ ૧૦ વરસના હતા. સ્મશાને જતાં કૃપાળુદેવે નનામીના મોઢા આગળ ચાલીને છાણી (અગ્નિ) ઉપાડી હતી. તે લઈને ચાલતા હતા. પગમાં કંઈ પહેર્યું ન હતું. તે વખતે રિવાજ પગમાં પહેરવાનો ન હતો. રસ્તામાં જતાં કૃપાળુદેવને પગમાં લાંબી શૂળ વાગી. નનામીને-શબને ફરતા ચાર ફેરા દઈ અગ્નિદાહ પ્રથમ કૃપાળુદેવે આપ્યો. પછી બીજા ભાઈઓએ અગ્નિદાહ દીઘો. જ્યાં સુધી મડદું બળી રહ્યું ત્યાં સુધી બઘા બેઠા હતા. પછી તળાવે જઈ નાહીને બધા ઘેર આવ્યા. ત્યાં સુધી પણ પગમાં શૂળ હતી. કૃપાળુદેવના માતુશ્રી ઓશરીમાં બેઠા હતાં. ત્યાં કૃપાળુદેવને અચકાતા અચકાતા આવતા જોઈ ઊઠીને પૂછ્યું કે ભાઈ, પગમાં શું વાગ્યું છે? કેમ આમ પગ અચકાય છે? પછી માતુશ્રીએ પગની પાની જોઈ તો તેમાં લાંબી શૂળ હતી. તેને પગમાંથી કાઢી પછી પૂછ્યું, “ભાઈ ક્યાંથી શૂળ લાગી?” “મા, અહીંથી સ્મશાને જતાં રસ્તામાં લાગી?” “ત્યાં કોઈને કેમ વાત કરી નહિ ને શૂળ કઢાવી નહિ? ત્યાં સુધી આ પીડા કેમ ખમાણી?” આ વાત કપાળુદેવના બેન ઝબકબેનને માતુશ્રીએ કરી હતી કે ત્યારે પણ ભાઈને દેહ પ્રત્યે મમતા નહોતી. એ વાત તેમની પાસેથી અમે સાંભળી હતી. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય એક વખત રવજીભાઈ ચમનપર જતા હતા. ત્યારે કૃપાળુદેવે કહ્યું, “બાપા તમે આજે ચમનપર ન જાવ તો?” છતાં રવજીભાઈ ગયા. સાંજે બત્તીને સમયે મનસુખભાઈને રસોડમાં જતાં દીવાની ઝાળ લાગી ને પહેરણ બળવા માંડ્યું. ત્યારે ઝબકબેન હાજર હતાં. તેમણે એકદમ છાશનું દોણું મનસુખભાઈના શરીર ઉપર રેડ્યું. મનસુખભાઈની છાતી દાઝી ગઈ. પછી રવજીભાઈને ચમનપર તેડવા મોકલ્યા હતા. ચેતાવ્યા છતાં ન માનવાનું ફળ મૃત્યુ વવાણિયામાં એક ગરાશિયા એક શિવુભા બાપુ છે. તેમણે મને એકવાર વાત કરેલી તે આ મુજબ હતી. મોમીયાજી હરદાસજીના લગ્ન હતા. તેમના ભાઈ શ્રી ભૂપતસિંહ લખમણજી ગરાસિયા અવાર
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy