SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૪૮ ચિતા બળતી હતી. કેટલાંક માણસો આસપાસ બેઠેલા જોયા. તે વખતે અમોને વિચાર થયો કે આવા માણસને બાળી દેવો એ કેટલી ક્રુરતા? આમ શા માટે થયું? વગેરે વિચારો કરતા પડદો ખસી ગયો. આટલું કહી તુરત સાહેબજી તે દેરાસરમાંથી ઊઠી ઊભા થયા. લખનાર–સાહેબજી, તે વિષે હજા વધારે જાણવાની ઇચ્છા રહ્યા કરે છે. પૂજ્યશ્રી–પછી જૂનાગઢનો ગઢ જોયો ત્યારે ઘણો વધારો થયો. પછી સાહેબજીએ કીધું કે હવે ચાલો. પછી સાહેબજી અને હું દુકાને ગયા. અમારા વગર કહ્યું પ્રશ્નોના જવાબ ભાઈશ્રી નાનચંદભાઈ પૂનાવાળા મને કહેતા કે હું તથા એક વેદાંતી શાસ્ત્રી બ્રાહ્મણ, સાહેબજી પાસે વાદવિવાદ કરવા ગયા હતા. અમોએ સાહેબજીને પૂછવા માટેના પ્રશ્નો પ્રથમથી ઘડી રાખ્યા હતા કે સાહેબજી પાસે જઈ આ પ્રમાણે પ્રશ્ન કરવા છે. તેમાંના કેટલાંક પ્રશ્ન એવા હતા કે ભલભલા મોટા મોટા મુનિરાજ જેવાએ પણ તેના જવાબ આપ્યા નહોતા. સાહેબજી રેવાશંકર જગજીવની કા.ની દુકાને પધાર્યા હતા, તેથી અમો ત્યાં ગયા અને સાહેબજી સમીપે બેઠા. સાહેબજી આશરે અર્ધો કલાક સુધી શાંત રહ્યા હતા, પછી અમારા ઘારેલા પ્રશ્નોના અમારા વગર બોલ્ય તમામના ઉત્તર આપી દીધા અને કેટલોક બોઘ કર્યો હતો. આથી સાહેબજી ઉપર ઘણો જ પ્રમોદભાવ ઊપજ્યો અને તે પછી હું સાહેબજીને સદ્ગુરુ તરીકે માનું છું. (મેં સાહેબજીને સંવાદરૂપે કોઈ સવાલ પૂછેલ નથી.) અર્થની ગેરસમજ જર્મન પંડિત મિ. જેકોબીએ શા.ખીમજી હીરજી કાયાણીને લખેલ કે આચારાંગસૂત્રના અમુકનો અર્થ માંસ અને હાડકાં થાય છે અને તે વસ્તુ જૈની વાપરતા એમ ઠરે છે, પણ જૈનીઓનો વ્યવહાર અને શાસ્ત્રો જોતાં તે વાત અસંભવિત લાગે છે, માટે તેનો ખરો અર્થ શું હશે? તમો જાણતા હો તો અગર બીજા કોઈને પૂછીને લખી જણાવશો. તે ઉપરથી મિ.કાયાણીએ “મુંબઈ સમાચાર'માં એ ચર્ચા લખી. તે પછી જૈનોના આક્ષેપરૂપે કેટલીક ચર્ચાઓ પત્રમાં આવવા લાગી. તે ઉપરથી મેં અને બીજા ભાઈઓએ સાહેબજી પાસે જઈ સમાધાન કરવા સારું રસ્તે જતા વિચાર કર્યો કે આ ચર્ચાનું સમાધાન થાય તેવી સાહેબજીને વિનંતી કરવી. અમો સાહેબજી પાસે આવી મૌન બેઠા. અમારા વગર બોલ્વે સાહેબજી થોડીવાર પછી બોલ્યા કે તમો આનું સમાધાન કરવા આવ્યા છો કે? આચારાંગસૂત્રના અર્થ સંબંધમાં ‘મુંબઈ સમાચાર'માં જે લખાણો આવે છે તે લખાણો હજા પણ આવશે, કારણ કે તે બંધ પડવાને માટે હજુ કાળ બાકી છે. તે પછી કેટલાક દિવસ ગયા બાદ સાહેબજીએ કીધું કે આજ દિને “મુંબઈ સમાચાર'માં શ્રી મહાવીર સ્વામી ઉપર આક્ષેપ કરેલ છે. તે તદ્દન ખોટા અર્થથી કરેલ છે. સાહેબજીએ શ્રી ભગવતી સૂત્રના શ્લોકો વાંચીને અર્થ કર્યો કે જ્યારે શ્રી મહાવીર સ્વામીને અતિસાર થયો ત્યારે શીયા નામના અણગાર ભક્તિરાગે હમેશાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીની આજ્ઞા માગતા કે હું કાંઈ ઔષઘ વહોરી લાવું? આપની આજ્ઞા છે? પ્રભુ ઉત્તર આપતા કે હજી કાળ છે. એક દિવસ શીયા નામના અણગારને આજ્ઞા કરી કે રોહિણી નામની શ્રાવિકાએ અમારે માટે ઔષઘ બનાવી રાખ્યું છે તે આઘાકર્મી છે માટે તે ઔષઘ વહોરશો નહીં, પણ તેણે ઘોડા માટે માર્જર નામના વાયુને હરનાર એવા સફેદ રંગ જેવા રંગના કોળામાંથી
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy