SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ શ્રીમદ્ અને ગાંઘીજી મારા જીવન પર શ્રીમનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી. શ્રીમન્ની હરિફાઈમાં આવી શકે એવા કોઈ જોયા નહીં “હું કેટલાયે વર્ષોથી ભારતમાં ઘાર્મિક પુરુષની શોઘમાં છું. પરંતુ એમના જેવા ઘાર્મિક પુરુષ હિંદમાં હજા સુધી જોયા નથી કે જે શ્રીમદુની હરિફાઈમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ઢોંગ, પક્ષપાત યા રાગ-દ્વેષ નહીં હતા. એમનામાં એક એવી મહાન શક્તિ હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગનો પૂર્ણ લાભ ઉઠાવી શકતા. એમના લેખ અંગ્રેજ તત્ત્વજ્ઞાનીઓની અપેક્ષાએ વિચક્ષણ, ભાવનામય અને આત્મદર્શી છે. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સટૉય પ્રથમ શ્રેણિના અને રસ્કિનને બીજી શ્રેણિના વિદ્વાન સમજા છું, પરંતુ રાયચંદભાઈનો અનુભવ એ બન્નેથી પણ ચઢેલો હતો.” ઘર્મને નામે જૂઠ, પાખંડ, અત્યાચાર “તેઓ ઘણીવાર કહેતા કે ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું પણ જગતમાં જે જૂઠ, પાખંડ અને અત્યાચાર ચાલી રહ્યા છે, ઘર્મને નામે અધર્મ વર્તી રહ્યો છે તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા કે ઊકળી જતાં મેં ઘણીવાર જોયા છે. તેમને આખું જગત પોતાના સગાં જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતા જોઈને જે ફ્લેશ આપણને થાય છે તેટલો ક્લેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતો.” (“દયાથર્મ” શ્રીમદ્ભી જયંતિ પ્રસંગે સં.૧૭૮ કાર્તિક પૂર્ણિમા, અમદાવાદ) શ્રીમદનું વાયુવેગે મોક્ષ તરફ ગમન આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી (સંસારથી વિરક્ત)હતા, આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમને કદાચ એક ભવ બસ થાઓ. આપણે મોક્ષથી દૂર ભાગતાં હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ઘસી રહ્યા હતા.” શ્રીમદ્ રાજચંદ્રની દ્રષ્ટિએ તો મોક્ષ મેળવવો એટલે સર્વાશે રાગદ્વેષથી રહિત થવું.” શ્રીમદ્ભ બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચારિત્ર “જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ઘગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું. ‘હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓથા જીવનદોરી અમારી રે.” એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું.” શ્રીમન્ના સિદ્ધાંતનો મૂળ પાયો અહિંસા “આ પુરુષે ઘાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજી સુધી કોઈપણ માણસે મારા હૃદય
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy