SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ શ્રીમદ્દ અને ગાંઘીજી કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હોય તો તેમની પાસેથી ફુટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનનો મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી જ્ઞાની હતા. કાવ્યમાં જેવો વૈરાગ્ય તેવો તેમના જીવનમાં અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંઘનું બંઘન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો. અપૂર્વ૮૧ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ૨ રાયચંદભાઈના સ્વરચિત કાવ્યમાં નીકળેલા અપૂર્વ ઉદ્ગારની આ પહેલી બે કડીઓ છે. જે વૈરાગ્ય અપૂર્વ અવસરની કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. પોતે અનુભવ્યું તે જ લખ્યું તેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હમેશાં કંઈક ઘર્મ પુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં જ હોય. એ ચોપડીમાં પોતાના મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય. તેમની પ્રત્યેક ક્રિયામાં વૈરાગ્ય હોય જ ખાતાં, બેસતાં, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકહેણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો. ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો-પહેરણ, અંગરખું, ખસ, ગરભસૂતરો ફેંટો ને ઘોતી. એ કંઈ બહુ ઈસ્ત્રીબંઘ રહેતાં એમ મને સ્મરણ નથી. ભોંયે બેસવું અને ખુરશીએ બેસવું બન્ને સરખા હતા: સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા. નિર્વિકાર મુખ પર અંતરાનંદની છાયા તેમની ચાલ ઘીમી હતી, અને જોનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો. અત્યંત તેજસ્વી, વિહળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહીં, ચપટું પણ નહીં, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતા માણસ થાકે
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy