SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૩૬ શંકાઓ મૂકી, તેમજ હિંદુસ્તાનમાં જેઓ ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિન્દુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારું રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે. મુંબઈમાં શ્રીમદ્ સાથે પ્રથમ મિલન રાયચંદભાઈ (શ્રીમદ્)ની સાથે મારી ઓળખાણ સન્ ૧૮૯૧ના જૂન માસમાં જે દિવસે હું વિલાયતથી પાછો ફરી મુંબઈ પહોંચ્યો તે જ દિવસે થઈ. તે દિવસે દરિયામાં તોફાન હોય છે. તેથી આગબોટ મોડી પહોંચેલી ને રાત પડી ગઈ હતી. મારો ઉતારો દાક્તર-બેરિસ્ટર અને હવે રંગૂનના પ્રખ્યાત ઝવેરી પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતો. રાયચંદભાઈ તેમના વડીલ ભાઈના જમાઈ થાય. દાક્તરે જ તેમનો પરિચય કરાવેલો. તેમના બીજા વડીલ ભાઈ ઝવેરી રેવાશંકર જગજીવનદાસની ઓળખ પણ તે જ દિવસે થઈ. શ્રીમદ્ કવિ, જ્ઞાની, શતાવધાની દાક્તરે રાયચંદભાઈને ‘કવિ’ કહી ઓળખાવ્યા, અને મને કહ્યું, કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.' કોઈએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા ને તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તો પણ જે ક્રમમાં હું બોલ્યો હોઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે. કવિની સ્મરણશક્તિ વિષે ઊંચો અભિપ્રાય મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તો જાવાનીયો, વિલાયતથી આવેલો, મારા ભાષાજ્ઞાનનો પણ ડોળ; મને વિલાયતનો પવન ત્યારે કંઈ ઓછો ન હતો, વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાઢ્યા—કેમ કે મને ક્રમ ક્યાં યાદ રહેવાનો હતો ? અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજા થયો, ચકિત થયો અને કવિની સ્મરણશક્તિ વિષે મારો ઊંચો અભિપ્રાય બંધાયો. વિલાયતનો પવન હળવો પાડવા સારું આ અનુભવ સરસ થયો ગણાય. જ જ્ઞાન કે માન માટે વિલાયત જવાની જરૂર નથી કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું. તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થોડો જ અભ્યાસ કરેલો. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન, આથી હું મોહાયો. સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. શાન પણ નિશાળની બહાર જો ઇચ્છા થાય—જિજ્ઞાસા હોય તો મળે અને માન પામવાને સારું વિલાયત કે ક્યાંય જવું નથી પડતું, પણ ગુણને માન જોઈએ તો મળી રહે છે, એ યથાર્થ પાઠ મને મુંબઈ ઊતરતાં જ મળ્યો. સંસ્કાર સાથે સ્મરણશક્તિ કે શાસ્ત્રજ્ઞાન શોભે કવિની સાથેનો આ પરિચય બહુ આગળ ચાલ્યો. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy