SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૩૪ સભામાં અમે કંચન અને કામિનીનો ત્યાગ કર્યો છે પરમકૃપાળુદેવે મુનિ દેવકરણજી આદિને જણાવ્યું કે “સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બન્ને ત્યાગ્યા છે; અને સર્વસંગ પરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.* આપ આને આ વેશે હો તો પણ અમને અડચણ નથી એ વાત સાંભળતાં જ દેવકરણજીને પારાવાર પ્રેમ ઊભરાઈ આવ્યો અને લાંબા થઈને પરમકૃપાળુદેવના ચરણમાં વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. દેવકરણજી બોલ્યા કે “હવે અમારે બીજાં કાંઈ નથી જોઈતું. આપ આને આ વેશે હો તો પણ અમને અડચણ નથી. આપને અમે ખભે ઉપાડીને ફેરવીશું.” અમારા પૂર્વ પુણ્યનો ઉદય થયો કે અમને આપની નિરંતર સેવા-સમાગમ મળશે.” હવે મારા હૃદયમાં પરમ શાંતિ થઈ. ઇત્યાદિ વાતો થયા પછી પરમકૃપાળુદેવ બંગલે પધાર્યા અને અમે ફરી ભાવસારની વાડીમાં આવી રહ્યા. અમે તમને શો ખોટો માર્ગ બતાવ્યો છે? અહીં એક દિવસ સાંજે પરમકૃપાળુદેવ પઘાર્યા હતા. અમદાવાદના સ્થાનકવાસી લોકોએ ઉપાશ્રયમાં અમને ઊતરવા નહીં દેવા એવી ગોઠવણ કરી, તે વાત પરમકૃપાળુદેવના જાણવામાં આવી; તેથી મુનિ દેવકરણજીને પૂછ્યું કે એ લોકો આટલા બઘા કષાયમાં કેમ આવ્યા છે કે તમને ઉપાશ્રયમાં ઊતરવા પણ ન દે? અમે તમને શો ખોટો માર્ગ બતાવ્યો છે? એમના કરતાં તમારું વર્તન શું ઓછું છે? કે આ લોકો તમને આવી અડચણો ઊભી કરે છે? તમારા માટે ઘણા સ્થાનક છે. તે સાંભળી બઘાનાં અંતઃકરણમાં વૈરાગ્ય અને શાંતિ થઈ. પછી પોતે પઘાર્યા. ગૌતમસ્વામી જેવો માસે તેમના પ્રત્યેનો રાગ છોડાવવા કરેલ ઉપાય તેઓશ્રી અમદાવાદથી વઢવાણ કેમ્પ પઘારવાના હતા, ત્યારે આગલી રાત્રે ફરી ભાવસારની વાડીએ તેઓશ્રીનું આગમન થયું. વઢવાણ જવાની વાત દર્શાવી મને ઠપકો આપતા બોલ્યા કે “તમે જ અમારી પાછળ પડ્યા છો. અમે જ્યાં જઈએ ત્યાં દોડ્યા આવો છો, અમારો કેડો મૂકતા નથી.” જેમ ગૌતમસ્વામીને મહાવીરસ્વામી પ્રત્યે પરમ રાગ હતો, એ રાગ છોડાવવા માટે મહાવીર સ્વામીએ ગૌતમને અંતે દૂર મોકલ્યા, તેમ મારો તેઓશ્રી પ્રત્યે અત્યંત રાગ હતો તે છોડાવવા ઠપકો, શિક્ષા આપી પોતે સ્વસ્થાને પધાર્યા. મને પણ એમ થયું કે હવે નાથ જ્યારે તેડાવશે ત્યારે એમના ચરણમાં જઈશ. તેડાવ્યા સિવાય હવે નહિ જાઉં. ત્યાં સુધી એમની આજ્ઞાએ ભક્તિ કર્યા કરીશ. “અમારા અને વીતરાગમાં ભેદ ગણશો નહીં” બીજે દિવસે મને અને દેવકરણજીને આગાખાનને બંગલે બોલાવી કૃપાનાથે પોતાની દશા વિષે વાત કરી કે હવે એક વીતરાગતા સિવાય અમને બીજું કાંઈ વેદન નથી, અમારામાં અને વીતરાગમાં ભેદ * એક દિવસ સવારમાં ઊઠીને માતુશ્રી પાસે જઈ સામાન્ય વાતચીતમાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે આજે રાત્રે સ્વપ્નમાં સૌભાગ્યભાઈ આવ્યા હતા. તેમણે કહ્યું કે હવે તમે બધી ઉપાધિ મૂકી દ્યો, નહિ તો અમારી પાસે બોલાવી લઈશું. આની અજબ અસર માતુશ્રીને થઈ સંભવે છે.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy