SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી છઠ્ઠો દિવસ ત્રણે મુનિઓ અલગ અલગ બેસી પરમગુરુનો બોઘ વિચારતા છઠ્ઠા દિવસે અમને વિહારની આજ્ઞા થવાથી, સાતે મુનિઓએ ત્યાંથી વિહાર કર્યો. હું, મોહનલાલજી તથા નરસીરખ ત્રણે ઈડરની આસપાસના નાના ગામોમાં વિહાર કરતા. ત્યાં પહાડ આદિ જંગલ નિર્જન અને ત્યાગીને અનુકૂળ ક્ષેત્રો દેખાવાથી ધ્યાનાદિ ક્રિયા કરવા અહીં ઠીક પડશે એવી ભાવનાથી રહ્યા. સવારમાં પહાડ ઉપર જઈ પરમકૃપાળુદેવે જણાવેલ આજ્ઞા પ્રમાણે થોડા થોડા અંતરે ત્રણે મુનિઓ બેસી પરમગુરુનો બોઘ, અથવા તેઓશ્રીના લખેલા પત્રો દ્વારા થયેલ ઉપદેશમાંથી વાચન કરી, ધ્યાનપૂર્વક મનન, નિદિધ્યાસન- આત્મપરિણમન કરતા. તેમજ કોઈ વેળા ભક્તિમાં સોનેરી કાળ વ્યતીત થતો. થોડા જ દિવસ ઉપર શ્રવણ કરેલો બોઘ સ્મૃતિમાં હતો તેની ખુમારીમાં આ એકાંત સ્થળ વૃદ્ધિ કરતું હતું. પરમકૃપાળુ દેવની આજ્ઞાથી શ્રી દેવકરણજી પણ અમદાવાદ આવ્યા બે અઢી માસ પર્યત આ વિભાગમાં વિચર્યા પછી ખેરાળુ ગયા. પરમકૃપાળુદેવ લગભગ ત્રણ માસ ઈડર રહ્યા હતા. ત્યારે ગુફામાં ઘણો વખત રહેતા તથા વનોમાં વિચરતા. પછી વવાણિયા પધાર્યા. ત્યાં અમે પત્ર લખ્યો તેનો જવાબ કૃપાળુદેવ તરફથી અમને ખેરાલુમાં મળ્યો. તેમાં જણાવ્યું હતું કે મુનિ દેવકરણજી કચ્છ-અંજારમાં છે. તેમને પત્ર લખી તેડાવી લેવા. કચ્છનું શિરનામું પણ સાથે મોકલ્યું હતું. આજ્ઞા પ્રમાણે અમે કચ્છ પત્ર લખ્યો કે તમારે હવે ગુજરાત તરફ વિહાર કરવો. તેઓ વિહાર કરી અમને અમદાવાદ મળ્યા. પછી તેમણે સં.૧૯૫૫નું ચાતુર્માસ વસો ક્ષેત્રે કર્યું. અને અમે નડિયાદ ચાતુર્માસ રહ્યા. = eg. પરમકૃપાળુ દેવનો રાત્રે વીરમગામમાં સમાગમ ચોમાસું પૂરું થયા પછી અમે વીરમગામ જવા નીકળ્યા. મુનિ દેવકરણજી આદિ ત્રણ સાધુઓ અમને રસ્તામાં મળી ગયા. તેથી છએ સાઘુઓ વીરમગામ રહી શેષ કાળ પૂરો થવાથી મોહનલાલજી અને નરસીરખ બન્ને સાધુ સાણંદ તરફ ગયા. તે જ રાત્રે પરમકૃપાળુદેવ વિરમગામ પધાર્યા અને ઉપાશ્રયમાં સમાગમ થયો. તે વખતે શ્રી આનંદઘનજી તથા શ્રી દેવચંદ્રજી મહારાજનાં સ્તવનો બોલ્યા પછી પરમકૃપાળુદેવે– ‘વીરજીને ચરણે લાગું વીરપણું તે માંગુ રે...” એ મહાવીર ભગવાનના સ્તવનના અર્થ કર્યા હતા. સવારે ફરી વનમાં સમાગમ થયો હતો. પછી પોતે વવાણિયા તરફ પધાર્યા હતા. અમે ત્યાંથી વિહાર કરી અમદાવાદ તરફ આવ્યા. કૃપાળુ દેવ બોલી ઊઠયા કે દેવકરણજી, જુઓ જુઓ આત્મા વવાણિયાથી પાછા કૃપાળુદેવ અમદાવાદ પધાર્યા ત્યારે બહારની વાડી પાસેના નગરશેઠ પ્રેમાભાઈના બંગલે ઊતર્યા હતા. આ વખતે પરમકૃપાળદેવ રાજપુરના દેરાસરે જવાના હોવાથી અમોને પણ ખબર આપી બોલાવ્યા. પોતે પણ બારોબાર ત્યાં આવ્યા. અમે તો વાટ જોઈને જ બેઠેલા. દેરાસરમાં છઠ્ઠી પદ્મપ્રભુજીનું સ્તવન પોતે ગાયું અને સ્તુતિ નમસ્કાર કરી ઊભા થઈને ભોંયરામાં મૂળનાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજામાં ઘવલ પ્રતિમાજી છે, જે ઘણા જ ભવ્ય છે, તે સમીપ જઈ કૃપાળુદેવ બોલી ઊઠ્યા કે
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy