SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો મા તમે મોક્ષે આવશો? મને વારંવાર કહેતા મા! તમે મોક્ષે આવશો ? મેં કહ્યું—ભાઈ મોક્ષ કેવો હોય? ત્યારે કહેતા—હું તમને મોક્ષ બતલાવનારો છું. શ્રી પરમકૃપાળુદેવની ઉંમર બહુ નાની હતી ત્યારે તેમની દાદીએ કહેલું કે તું મને ચેહ મૂક્યું. (મડદાની ચિતા સળગાવવી તે ચેહ કહેવાય છે) દાદી ગુજરી ગયા. પોતે સ્મશાનમાં ગયા. ત્યારે ડાઘુઓએ કહ્યું – તમે ખસી જાવ, નાના બાળક છો, એટલે તેમણે કહ્યું કે મારી દાદીએ ચેહ મૂકવા મને ભલામણ કરી છે માટે હું ચેહ મૂકીશ. પછી અગ્નિ સંસ્કાર પોતે કર્યો હતો. મારા સસરા ગુજરી ગયા ત્યારે પણ રાયચંદભાઈ ૧૦ વર્ષની ઉંમરના આશરે હશે. ૨ યાત્રા કરવા કરતાં સાસુ સસરાની ભક્તિથી વધારે પુણ્ય કૃપાળુદેવની ઉંમર ૧૦ વર્ષની હતી તે વખતે મેં કહ્યું કે ભાઈ, તમે આટલું બધું જાણો ને મને કાંઈ આવડે નહીં. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે તમોને કાંઈ ન આવડે તો સાસુની ભક્તિ કર્યા કરો; એ જ વધારે છે. જાત્રા કરવા કરતાં સાસુ સસરાની ભક્તિ કરશો એ વધારે પુણ્ય છે. કારણ કે ઘરમાં તેઓ સો વર્ષની ઉંમરના અને અશક્ત છે તો તેની ભક્તિ કરવાથી વધારે ફળ છે. પરમકૃપાળુદેવે મને સ્મરણમાં પ્રભુના નામની માળા ફેરવવા કહ્યું હતું. ઘરમાં ઘાત પરમકૃપાળુદેવને મેં કહ્યું કે તમારે સાસરેથી લગન જોવડાવવાનું છે. ત્યારે પોતે કહ્યું કે—‘આજે ઘરમાં ઘાત છે, તેથી શી રીતે લગન જોવડાવાય?’ તે જ દિવસે મનસુખભાઈ ગ્યાસતેલનો દીવો સળગતો હતો તેનાથી પણુ જ છાતીએ દાઝ્યા હતા. એમ મનસુખભાઈની પાત અગાઉથી જાણીને કહ્યું હતું. તે વખતે પરમકૃપાળુદેવની ઉંમર ૧૯ વર્ષની હતી. આ કારણથી બાર માસ પછી તેમના લગ્ન થયા હતા. પરમકૃપાળુદેવની અલિપ્ત દશા સંવત્ ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવ વઢવાણ કેમ્પમાં હતા. ત્યારે માતુશ્રીને પોતે કહ્યું કે – “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મો કરે છે તેટલો આખી ઉમરમાં અમે કર્યો નથી." અને મને (માતુશ્રીને) કહ્યું કે—આપની આજ્ઞા હોય તો હું આજથી સર્વ પ્રકારે વ્રતનો નિયમ ઘારણ કરું. પછી બાર વ્રત સંક્ષેપમાં લખી આપી મુનિઓ પાસે અંબાલાલભાઈની સાથે મોકલ્યા હતા અને જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા મુનિઓને કહ્યું હતું. તે પ્રમાણે વહુ ઝબકને મુનિએ સંભળાવ્યું હતું. રજા આપો તો વનવાસ લઈએ સંવત્ ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવે વનવાસ જવાની આજ્ઞા માંગી. 'મા, અમને રજા આપો તો અમે વનવાસ જઈએ.' મેં કીધું – હું રજા આપું નહીં. અને જો તમે વનમાં જાઓ તો મારા પ્રાણ ત્યાગ થાય. ભાઈએ કહ્યું – મા, તમે અમને વનવાસની રજા આપો તો અમને સુવાણ થઈ જાય. તેથી ભાઈને જો સુવાણ થતું હોય તો ભલે વનવાસ જાય એમ સમજી મેં રજા આપી હતી. ડૉ. પ્રાણજીવને શ્રી પરમકૃપાળુદેવને રંગુન લઈ જવા માટે મને કહ્યું, ત્યારે મેં કહ્યું કે હવે મંદવાડ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy