SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૦૬ લીધાં હતાં. એવો તીવ્ર વૈરાગ્ય વર્તતો હતો કે અમે આહાર કર્યો છે કે નહીં તેની પણ ખબર રહેતી નહીં. આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરતાં આનંદના ઉભરા વડવાથી પરમકૃપાળુદેવ શ્રી નડિયાદ ક્ષેત્રે પધાર્યા. ત્યાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર તેઓશ્રીએ રચ્યું. પરમગુરુએ મારા પર પરમચા લાવી શ્રી આત્મસિદ્ધિજીની એક પ્રત તથા સાથે એક પરમ હિતકારી પત્ર મોક્લાવેલ તેનો સ્વાધ્યાય હું એકાંતમાં વગડામાં જઈને કરતો. એક પ્રત પૂ.સૌભાગ્યભાઈને, એક શ્રી અંબાલાલભાઈને અને એક વડોદરાવાળા "માકુભાઈ (માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરી)ને એમ ચાર પ્રતો ચાર જણને મોકલાવી હતી. તે વાંચતા અને મુખપાઠ કરતાં મારા આત્મામાં આનંદના ઉભરા આવતા અને અકેક પદમાં અપૂર્વ મહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિજીના સ્વાઘ્યાયથી અને નિરંતર મનન રહ્યા કરવાથી આત્મોલ્લાસ હતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતાં પણ શ્રી આત્મસિદ્ધિજીની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિશાસ્ત્રની આત્માનંદ આપનારી કોઈ ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું, અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છભાવ રહ્યા કરતો. માહાત્મ્ય એક સદ્ગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાયમાન થતું હતું. શ્રી અંબાલાલભાઈની વૈરાગ્ય દશા, નમ્રતા, વિનય આદિ ગુણો પ્રશંસનીય સંવત્ ૧૯૫૨ની સાલમાં શ્રી અંબાલાલભાઈની પણ અલૌકિક દશા દેખાતી હતી. જ્યારે જ્યારે તેમનો સમાગમ થતો ત્યારે વૈરાગ્યદશા, નમ્રભાવ, વિનયાદિ ગુણો પ્રગટ જણાઈ આવતા અને તેથી અમારો આત્મા પ્રમોદ પામતો, જાણે આવા પવિત્રાત્માનો સમાગમ નિરંતર કરીએ. શ્રી અંબાલાલભાઈના સચારો સમાગમીઓ પણ અમારી પાસે આવતા ત્યારે પરમગુરુના મહાત્મ્યની વાતો જે એમના હૃદયમાં હોય તે હર્ષપૂર્વક કહેતા, તે સાંભળી અમારા આત્માને વારંવાર આનંદ થતો. આ અરસામાં ઘણા મુમુક્ષુભાઈઓની દશા ઉત્કૃષ્ટ દેખવામાં આવતી. પૂ.સૌભાગ્યભાઈની વિનયભક્તિ દેખી અમારા આત્મામાં કોઈ ઓર જ પ્રેમ ઊછળતો. ગ્રંથ વાંચતા ખળી રહેવું નહીં સંવત્ ૧૯૫૩નું ચાતુર્માસ ખેડા ક્ષેત્રે કર્યું ત્યારે સ્વાધ્યાય અર્થે ‘મોક્ષમાર્ગ-પ્રકાશક' નામનો ગ્રંથ પરમકૃપાળુદેવે અમારા ઉપર મોકલ્યો હતો. તેનો સ્વાધ્યાય અમે બધા મુનિઓ કરતા હતા. તેમાં ઢુંઢકમતના (સ્થાનકવાસી પંથના) ખંડનનું વર્ણન જોઈ મુનિ દેવકરાને તે વાચન બંધ કરવાનો વિચાર થયો; તેથી પરમકૃપાળુદેવને તે વિચાર જણાવતાં, તેઓશ્રી તરફથી પત્ર મળ્યો કે કોઈ બાબત માટે ગ્રંથ વાંચતા ખળી રહેવા યોગ્ય નથી. દોષવૃષ્ટિ તજી ગુણગ્રાહી થવા પ્રેરણા કરી હતી તેથી પૂર્ણ સ્વાધ્યાય થતાં તેમની મહત્તા સમજાઈ હતી. (૫) મુનિશ્રી મોહનલાલજીને દર્શન મોહનીય કર્મનો ઉદય સંવત્ ૧૯૫૪ની સાલમાં અમારું ચાતુર્માસ ત્રણ મુનિઓનું શ્રી વસોક્ષેત્રે હતું. ત્યાં મોહનલાલજીને માકુભાઈને સ્મરણશક્તિનો ગર્વ હતો તે મટાડવા તથા જ્ઞાનીનો નિશ્ચય થવા અર્થે આપેલી.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy