SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી અંબાલાલભાઈને ત્યાં જઈને અમે એકાંતમાં બેઠા. પરમકૃપાળુદેવનો સંદેશો કહેવાનો હતો તે કહ્યો. તે શ્રવણ કરી મારું હૃદય પ્રફુલ્લિત થયું. પછી શ્રી સૌભાગ્યભાઈએ શ્રી પરમકૃપાળુદેવે જજ્ઞાવેલ મંત્ર કહી સંભળાવ્યો અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે એમ જણાવ્યું. નાથે મારા પર કરુણા કરી જેથી મને ઘણો જ સંતોષ થયો. આ પ્રકારે સમાગમ કરાવી પૂ.સૌભાગ્યભાઈ અને શ્રી અંબાલાલભાઈ રાળજ પઘાર્યા અને શ્રી ડુંગરશીભાઈ કાઠીયાવાડ તરફ પધાર્યા અને પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે હું સાધના કરવા લાગ્યો. પ્રથમ દિવસ રાળજથી પરમકૃપાળુદેવ વડવા પદ્માર્ચ થોડા કાળ પછી પરમકૃપાળુદેવ કૃપા કરી પૂ.સૌભાગ્યભાઈ સાથે ખંભાત પાસે વડવા એકાંત સ્થળ છે ત્યાં પધારવાના આનંદદાયક સમાચાર મળવાથી અમે દેવકરણજી સહિત છ મુનિઓ પરમકૃપાળુદેવની સામે ગયા. જે માર્ગથી તે પઘારવાના હતા તે તરફ અમારી દૃષ્ટિ લાગેલી હતી. રાળજથી રથમાં બેસી પરમકૃપાળુદેવ અને પૂ.સૌભાગ્યભાઈ આવતા હતા. એમ રસ્તામાં અમને દર્શન થયાં અને પૂ.સૌભાગ્યમાઈ અમને દેખી રથમાંથી નીચે ઊતરી પડ્યા અને અમારી સાથે ચાલતા વડવાના મકાન સુધી આવ્યા. પરમકૃપાળુદેવ એકલા રથમાં બિરાજેલા હતા. મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી ૧૦૧ પછી પરમકૃપાળુદેવે છએ મુનિઓને એકાંત સ્થળે વડવામાં વાવ આગળ નિવૃત્તિરૂપ સ્થાને બોલાવ્યા; અમે સર્વે ત્યાં ગયા. સન્મુખ જતાં જ બધા મુનિઓ નમસ્કાર કરી પરમકૃપાળુદેવના ચરણકમળ સમીપ બેઠા. આ વખતે મારું હૃદય ભરાઈ આવ્યું. વિરહાગ્નિથી તપતાં અંતઃકરણને પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રાએ શાંતિ આપી. પછી મેં કહ્યું—રે નાથ! આપના ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપત્તી મારે જોઈતી નથી’’ એમ કહી પરમકૃપાળુદેવના આગળ મુહપત્તી નાખી અને આંખમાં અશ્રુ ઊભરાતાં ગદ્ગદ્ વાણીથી બોલ્યો : “મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી.” આ દૃશ્ય જોઈ પરમકૃપાળુદેવનું કોમળ હૃદય પન્ન રડી પડ્યું, તેમની આંખમાંથી સતત અત્રુપ્રવાહ વહેવા લાગ્યો : કેમ ર્યો અટકે નહીં. મારા મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું? અહો! ભક્તવત્સલ ભગવાન મારો અવિનય અપરા થયો હશે? હવે શું કરું? ઇત્યાદિ પશ્ચાત્તાપના વિચારમાં હું લીન થઈ ગયો. સર્વ આશ્ચર્યચક્તિ થઈ મૌન બેસી રહ્યા. લગભગ એક કલાક સુધી આમ ઉદાસીન મૌન સ્થિતિમાં રહી પરમકૃપાળુદેવે મુનિશ્રી દેવકરણજીને કહ્યું : “આ મુહપત્તી મુનિશ્રીને (શ્રી લલ્લુજીને) આપો અને હમણાં રાખો.” બીજો દિવસ માયા, લોભ અનાદિના દુશ્મન ક્રોધ, માન, બીજે દિવસે પરમજ્ઞાનાર્થે પરમ ણા કરી ઉપશમ રસ અને વીતરાગભાવ પ્રગટ થાય એવી અપૂર્વવાણી પ્રકાશી, પોતે પરમ વીતરાગમુદ્રા ધારણ કરી શુદ્ધ આત્મોપયોગમાં રહી જણાવ્યું કે આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે; આત્મપ્રદેશોની નિકટતર લુંછાઈને પ્રકટે છે. અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયો હતો. તેમજ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy