SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અભુત પત્ર છે.” -જીવનકળા (પૃ.૧૭૮) પરમકૃપાળુદેવનો પત્ર વાંચી દેવચંદજી પણ ચકિત થઈ ગયા - આ વખતનો સમાગમ-લાભ મને એકલાને જ કૃપા કરી આપ્યો હતો. પછી તેઓશ્રી મુંબઈ પધાર્યા હતા, અને અમે સુરતથી વિહાર કરી ખંભાત તરફ આવ્યા. એક માસ જેટલો કાળ ત્યાં રહ્યા. આ વખતે ગોંડળ સંઘાડાના દેવચંદજી કરીને જહાજીના શિષ્ય તે પણ ખંભાત આવેલા તેથી અમે એક જ ઉપાશ્રયમાં ઊતરેલા. તે દેવચંદજીને ખંભાતના સંઘે વિનંતી કરી કે–અમારા મહારાજશ્રીની શ્રદ્ધા આપણા સંપ્રદાય પ્રમાણે નથી, માટે તેઓને તમે સમજાવજો. આથી હું અને દેવચંદજી વગડે જતા. ત્યાં પંચ મહાવ્રત સંબંધી પરમકૃપાળુદેવે લખેલો પત્ર મેં તેમને વંચાવ્યો. આ પત્ર વાંચીને તેને એકદમ ચમત્કાર લાગ્યો, અને તે બોલ્યા કે આપની શ્રદ્ધા માટે અને આપે જે માર્ગ ગ્રહણ કર્યો છે તે માટે કોઈ બોલી શકે તેમ નથી. મને પણ આ વાત ઉચિત લાગે છે, માટે આપણે સાથે ચાતુર્માસ રહી, મારે આ વાતને વિશેષ જાણવી છે. તેની માર્ગ જાણવાની જિજ્ઞાસાથી અમે હા પાડી. પણ તેના ગુરુ જહાજીએ ત્વરાથી કોઈ કારણસર તેડાવી લીઘા. તેથી તે ગયા. થોડો વખત ગયા પછી તેનો દેહ છૂટી ગયાના ખબર મળ્યા. અમે ખંભાત શેષકાળ પૂરો થવાથી અને ચાતુર્માસને હજુ વાર હોવાથી ખેડા ગયા. ત્યાં બીજા ચાર મુનિઓ અમારા સમાગમમાં આવ્યા. પરમકૃપાળુ દેવની આજ્ઞાથી સ્વાદરહિત માત્ર એક વાર ભોજન મુનિ મોહનલાલજી વગેરે સાધુઓને સામાન્યપણે પરમકૃપાળુદેવની અપૂર્વતા સંબંધી અમારી અને દેવકરણજીની સમજણ પ્રમાણે સરળભાવે વાત કરી, તે તેમને રુચી. સંવત્ ૧૯૫૨ની સાલનું ચાતુર્માસ સાત સાઘુ સાથે ખંભાતમાં થયું. આ ચાતુર્માસમાં હું બહાર વનમાં નિવૃત્તિ અર્થે જતો; સવારમાં જતો અને લગભગ બાર વાગતા સુઘીમાં આવી સાઘુઓ આહારપાણી લાવ્યા હોય તેમાંથી પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે સ્વાદરહિત આહાર કરવાનું મને વિશેષ ઉપયોગમાં રહેતું. એકાંતરા ઉપવાસ હું કરતો તેને બદલે સ્વાદરહિત આહાર કરવાનું પરમકૃપાળુદેવે જણાવેલું હોવાથી સ્વાદરહિત એક ટંક આહાર લેતો. આ અરસામાં પરમકૃપાળુદેવ આ તરફ પધારવાના છે એવા આનંદદાયક સમાચાર આવ્યા હોવાથી તેથી બીજા ગામમાં પણ સમાગમ થશે એવા વિચારથી ઉલ્લાસ થયો. ભક્તિ માટે વડવા રાત રોકાવાથી સંઘમાં મોટો વિક્ષેપ દર પૂનમે ખંભાતના સર્વ મુમુક્ષુભાઈઓ નિવૃત્તિ લઈ વડવા જતા. ત્યાં રાત્રિદિવસ ભક્તિ, વાચન વિચાર આદિ વડે બઘા પરમ આનંદ લેતા. શ્રી અંબાલાલભાઈ વગેરે આમાં હોવાથી હું પણ એક પૂનમની રાતે તેમની સાથે રહ્યો હતો. ચાતુર્માસનો કાળ હોવાથી અને કોઈને કહ્યા વગર રાત રહેવાથી સંઘમાં મોટો વિક્ષેપ થઈ પડ્યો. શ્રાવક, શ્રાવિકાને આ વાત બહુ અપ્રિય લાગી, અને મારા પ્રત્યેનો તેમનો પ્રેમ ઊતરી અરુચિ થઈ. વિરહ સહન નહીં થવાથી ચોમાસામાં રાળજ પહોંચ્યા તેવા વખતમાં પરમકૃપાળુદેવ રાળજ, કાવિઠા, વડવા, આણંદ, નડિયાદ આદિ સ્થળે પઘાર્યા. જે વખતે પોતે રાળજ બિરાજતા હતા, ત્યારે ખંભાતના બઘા મુમુક્ષુઓને સમાગમ થયો. બઘા આવીને પ્રેમ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy