SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને લઘુરાજ સ્વામી હતા. સુરતમાં વેદાંતના જાણકાર ઘણા ભાઈઓ હતા, તે તેમના સમાગમમાં આવવાથી અને વેદાંતના વિશેષ વાચનથી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મા માનવા લાગ્યા. તે વાત મેં પરમકૃપાળુદેવને નિવેદન કરી એટલે એકાંતવાદમાં ન તણાઈ જવા માટે દેવકરણજીને “ઉત્તરાધ્યયન' આદિ જૈનસૂત્રોનું પુનરાવલોકન કરવા સૂચવ્યું. (વચનામૃત પત્રાંક પ૮૮) મારા ઉપર લખી દેવકરણજીને ઠેકાણે લાવવા માટે ઉપદેશ આપ્યો છે. આવા પ્રસંગોમાં માથે ગુરુ હોય તો ગુરુકૃપાથી જીવ બચી શકે છે; નહીં તો પોતાને પોતાના દોષો સૂઝતા નથી અને દોષોને ગુણ માની દોષોમાં જીવ મગ્ન રહે છે. સ્વચ્છેદથી કરે તે બધું અભિમાના અહીં સુરતમાં દેવકરણજી અમારી સાથે ધ્યાન કરતા, માળા ફેરવતા અને વ્યાખ્યાન કરતા. વ્યાખ્યાન સાંભળી શ્રોતાઓના મનમાં પ્રેમ આવવાથી નીચે આવી મને જણાવતા કે આજે તો દેવકરણજી મહારાજે વ્યાખ્યાન બહુ સારું વાંચ્યું; આવી પ્રશંસા શ્રોતાવર્ગના મુખથી સાંભળી, દેવકરણજી ઉપરથી નીચે આવે ત્યારે હું કહેતો કે આજે વિશેષ અભિમાન કર્યું. અને ધ્યાન કરી રહ્યા પછી હું કહેતો કે તમે તરંગ કરો છો. દેવકરણજી કંઈ ઉત્તર આપતા નહીં. પણ પરમકૃપાળુદેવ સુરત પઘારેલા ત્યારે મુનિઓ પાસે આવ્યા. તે વખતે દેવકરણજીએ પ્રશ્ન પૂછ્યો કે “મહારાજશ્રી મને વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે, અને ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે તો શું વીતરાગ પ્રભુ એમનું કરેલું સ્વીકારે અને અમારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?” પરમકૃપાળુદેવે શાંતિથી કહ્યું : “સ્વચ્છેદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે, અસત્ સાધન છે. અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી, ઘર્મરૂપ સત્ સાઘન છે.” આથી પ્રથમ હું જે વાત કહેતો હતો તે દેવકરણજીને સત્ય લાગી. મને પરમકૃપાળુદેવના વચનામૃત વાંચવાની ઇચ્છા થવાથી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવને પૂછાવી એક હસ્તલિખિત પુસ્તક મોકલ્યું. સુરત ચાતુર્માસ પૂર્ણ થયે અમે શેષકાળ નિર્ગમન કરવા કઠોર ક્ષેત્રે રહ્યા હતા. ત્યાં શ્રી લલ્લુજીએ સં.૧૯૫૧માં સત્તર ઉપવાસ કર્યા હતા. જીવનકળા પૃ.૧૭૫) આત્મજ્ઞાન મેળવવું હોય તો વિનય નમસ્કાર કરવા પડે સંવત્ ૧૯૫૧માં પણ પરમકૃપાળુદેવનો સમાગમ કઠોરમાં અમને થયો. તેઓશ્રી કઠોર ઉપાશ્રયના મેડા ઉપરના ભાગમાં જ ઊતર્યા હતા. તેથી ઉપર જતાં પહેલાં મેં દેવકરણજીને કહ્યું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો વિનય નમસ્કાર આદિ કરવા પડે. દેવકરણજીએ કહ્યું કે “આપણે બે મુનિઓ જ જઈએ તો હું નમસ્કારાદિ કરીશ.” તેથી ચતુરલાલજીને નીચે રાખી અમે બન્ને ઉપર ગયા. અને વિનય નમસ્કારાદિ કરી પરમકૃપાળુદેવના ચરણકમળ પાસે બેઠા. કૃપાળુદેવે અમોને ઉત્તમ બોઘરૂપી પ્રસાદીથી તૃત કર્યા. પરમકૃપાળુ દેવના સમાગમથી ચતુરલાલજી પણ બુઝયા તે વખતે નીચે રહેલા શ્રી ચતુરલાલજી મુનિને વિચાર થયો કે લાવને દાદરમાં જઈને જોઉં તો ખરો કે તે શું કરે છે? એમ ઘારી દાદરમાં જઈને ગુપ્ત રીતે ડોકિયું કરી જોયું તો બન્ને મુનિઓ નમસ્કાર કરતા
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy