SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૮૬ શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંઘી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” સોભાગ્યભાઈની દેહમુક્ત સમયની દશા વારંવાર વિચારવા યોગ્ય છેવટે મુંબઈથી સમાધિમરણ માટે ખાસ પત્રો લખ્યા તેમજ ખંભાતથી અંબાલાલભાઈને તેમના સમાધિમરણમાં સહાયક થવા સાયેલા જવાની આજ્ઞા કરી. મરણ અગાઉ સોભાગ્યભાઈ છેક કેવળજ્ઞાન પ્રગટાવવા સુધીનો પુરુષાર્થ કરી રહ્યા હતા. તેથી અંબાલાલભાઈને જણાવેલ કે મને કેવળજ્ઞાન થશે તો તને જરૂર કહીશ. એવા ઉત્કૃષ્ટ પુરુષાર્થપૂર્વક અપૂર્વ સમાધિમાં શ્રી સોભાગ્યભાઈનો દેહ છૂટ્યો હતો. તે વિષે પ્રભુશ્રીજીના પત્રમાં શ્રીમદ્ લખે છે કે–“આર્ય સોભાગની અંતરદશા અને દેહમુક્ત સમયની દશા હે મુનિઓ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૭૮૬) શ્રીમદ્ અને શ્રી અંબાલાલ લાલચંદ ખંભાત શ્રીમન્ને જે યથાર્થ ઓળખતા તે એમનું શરણ સ્વીકારતા શ્રીમદ્ રાજચંદ્ર જન્મયોગી હતા. બાલ્યવયથી તેમને અભુત શક્તિઓ પ્રગટી હતી. તેમ છતાં શ્રીમદુમાં એવો અદભુત સંયમ હતો કે તેઓ પોતાની શક્તિઓને સંપૂર્ણપણે અંતરમાં શમાવી શકતા. તેમનો પ્રતાપ એટલો બધો પડતો કે કોઈ તેમને તે વિષે પૂછવાની ભાગ્યે જ હિંમત કરી શકતું. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી તેમણે સર્વ ચમત્કારિક શક્તિઓને મૌનપણે શમાવી, આત્માનુભવને જ મહત્ત્વ આપ્યું. તેમાં તેઓ રાતદિવસ જાગૃત રહી પુરુષાર્થ કરતા. કુટુંબીઓ વગેરેને ઐહિક રીતે સંતોષી જગતનું ઋણ અદા કરતા. તેમની મહત્તાને ઓળખી ન શકે તેને તેઓ સાદા ભલા માણસ તરીકે જણાતા. જેઓ તેમની મહત્તાને ઓળખતા તેઓ તેમની આગળ નમી પડતા. અને સ્વાત્માના ઉદ્ધાર માટે તેમનું શરણ સ્વીકારતા. વીતરાગમાર્ગનો ઉદ્ધાર કરવાનો મનોરથ અવઘાન પ્રસંગે થતી જગજાહેરાતથી શ્રીમદ્ લેશમાત્ર ગર્વ પામી છલકાયા ન હતા. તે સમય દરમ્યાન તેઓ તો ઘર્મ ઉદ્ધાર માટેની યોજનાને અંતરમાં ઘડી રહ્યા હતા. અને શ્રદ્ધાવાન થયેલ “સોએક' વ્યક્તિઓને ઘર્મોદ્ધારના કાર્યમાં જોડવાના મનોરથો સેવતા હતા. પોતાનું આયુષ્ય અલ્પ હતું તે પણ તેઓ પ્રથમથી જ જાણતા, તે વિષે ક્વચિત્ નિર્દેશ કરેલ છે. તેમના સમયના ઘાર્મિક સંપ્રદાયોના મંતવ્યો તથા તેના પ્રવર્તકોના આચરણથી તેઓ સંપૂર્ણપણે વાકેફ હતા. તેથી ગૃહસ્થાશ્રમનું ઋણ તાકીદે ચૂકાવી દેશકાળ અનુસાર વીતરાગમાર્ગને જગતમાં પ્રગટ કરવાના લક્ષપૂર્વક તેઓ પ્રવર્તી રહ્યા હતા. કારણોસર ઘર્મોદ્ધાર મુલતવી રહ્યો સંવત્ ૧૯૪૪માં તેમણે પ્રતિમાનું પ્રતિપાદન કરતો એક લેખ પ્રગટ કર્યો એથી અને અવઘાનોની જાહેરાત બંઘ થવાથી, તેમજ તેમના ગૃહસ્થાશ્રમના પ્રવેશથી તથા તેમના “સોએક” અનુયાયીઓ ઘણા ખરા તેમની જેમ સંસાર વ્યવહારમાં પડી જવાથી તે વખતે થર્મોદ્ધાર કરવાનું મુલતવી રહ્યું. ત્યારબાદ બહુ વિચારપૂર્વક નવેસરથી શરૂઆત થઈ.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy