SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો L . બાદ કૃપાળુદેવે જણાવ્યું કે—કેમ આગમન છે? એટલે ત્રિભોવનભાઈએ કહ્યું કે મારે આપની પાસેથી પામવું છે. કૃપાળુશ્રીએ કહ્યું અમે કહીએ તેમ કરશો? તેમણે કહ્યું : હા. ત્યારબાદ કૃપાળુશ્રીએ જણાવ્યું કે : “કાલે સ્વામીનારાયણના મંદિરે જજો.” તે પ્રમાણે બીજે દિવસે ગયેલા. કૃપાળુદેવે પૂછ્યું : “કેમ, ગયા હતા ને?” તેમણે કહ્યું “હા.” બાદ કેટલીક વાતો થતાં વિશેષ ચમત્કાર જણાયેલા તેથી શ્રદ્ધા ચેટી. તે એવી કે દર્શનની અભિલાષા વિશેષ રહ્યા કરતી. ત્રિભોવનભાઈને કૃપાળુશ્રીએ પ્રથમ મોક્ષમાળા ત્યારબાદ બીજા પુસ્તકો જેવાં કે આત્માનુશાસન વિગેરે મનન કરવા જણાવેલું. તેઓ ઘર સંબંધમાં ધ્યાન ઓછું આપતા. તેઓની દશા ઘણી સારી હતી. આવા કાળમાં ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે એક વખત મને ત્રિભોવનભાઈએ કહેલું કે કૃપાળુશ્રી આજે રાતના મીક્સ ટ્રેનમાં વઢવાણ પઘારનારા છે. માટે તું જજે. પણ હું કમનસીબે ગયો નહીં. અને સવારમાં ત્રિભોવનભાઈ મોરબી પથારી ગયા. મોરબીમાં સંવત્ ૧૯૫૬ની સાલમાં તેમને કોલેરા થયો. તેમની પાસે કોઈ કુટુંબવાળા હતા નહીં મુમુક્ષભાઈઓને બોલાવી તેમની સમક્ષ સારા ભાવમાં તેમણે દેહત્યાગ કરેલો. તેઓશ્રીની દશા વિષે પરમકૃપાળુદેવે શ્રી મુખે પ્રકાશ્ય છે. વચનામૃત પત્રાંક ૯૨૮માં અને ૯૩૦માં “કે આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. દિન-પ્રતિદિન શાંત અવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો.” કેમ, તમારું નામ જગજીવનદાસ? તેઓ પરમકૃપાળુશ્રીનું સ્મરણ કરતા હતા તથા મનન કરતા હતા. મને તેઓ વઢવાણ કાંપમાં લીંબડી દરબારના ઉતારે પરમકૃપાળુ પાસે બે વખત લઈ ગયેલા. ત્યાં હું બેસી રહ્યો. પછી મારા મનમાં થયું કે હવે તો નિશાળનો ટાઈમ થયો માટે ઊઠું, તેની સાથે જ કૃપાળુદેવે પ્રકાણ્યું કે કેમ, તમારું નામ જગજીવનદાસ? તમો ત્રિભોવનદાસના કાકાના દિકરા થાઓ છો? તેના જવાબમાં મેં કહ્યું હતું. બાદ કેટલીક નીતિની વાતો સમજવા જેવી અને અમલમાં મુકવા જેવી કૃપાળુદેવે કહેલી. જેથી હાલ એમ જણાય છે કે તેમના બોઘથી પહેલાં કરતાં કેટલાંક વ્યવહાર કામની નીતિમાં ફેર પડ્યો છે. કૃપાળુ દેવની મુખાકૃતિ તેજસ્વી, ઉપદેશ સિંહ ગર્જના જેવો. આપણા ચહેરાના દેખાવ પરથી આપણી તમામ હકીક્ત કૃપાળુદેવ કહી દેતા. તેઓ મહાત્મા હતા તેમાં સંશય નથી. અદ્ભુત ખૂબી તો એ હતી કે સંગ્રહણીના કારણે ઝાડો થાય પણ બિલકુલ ગંઘાય નહીં, પણ સુગંઘ મારે. ગમે તેટલી શરીરની અવસ્થા એવી હતી છતાં કૃપાળુદેવની મુખાકૃતિ તેજસ્વી હતી. ઉપદેશ વખતે સિંહ ગર્જનાની માફક ઉપદેશ ચાલે. તેમનો એટલો તાપ પડતો કે કોઈથી કાંઈ બોલી શકાય નહીં.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy