SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ શ્રીમદ્ અને રેવાશંકરભાઈ પુત્રી શ્રી ઝબકદેવી સાથે લગ્નગ્રંથીથી જોડાયા. શ્રી રેવાશંકર જગજીવન શ્રીમના કાકાસસરા થયા ત્યારથી તેઓ શ્રીમદ્ સાથે નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી શ્રીમદે તેમને વ્યાપારમાં ઉત્કૃષ્ટ લાભ છે, એવું જ્યોતિષથી જાણીને મુંબઈ જવા પ્રેર્યા. સાથે ઝવેરાતના ઘંઘાની પેઢીની વાત પણ કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છોડી સં.૧૯૪૫ના અષાઢમાં મુંબઈ આવ્યા. તેમના બીજા ભાઈ ડૉ.પ્રાણજીવન મહેતા તે વખતે મુંબઈ રહેતા હતા. ગાંઘીજીને શ્રીમદ્ભો પ્રથમ પરિચય મુંબઈમાં જ્યારે ગાંધીજી વિલાયતથી બેરિસ્ટર થઈ મુંબઈ આવ્યા ત્યારે ડૉ. પ્રાણજીવન મહેતાને ત્યાં ઊતર્યા હતા. ત્યાં એમને પ્રથમવાર શ્રીમનો પરિચય થયેલો. શ્રીમદ્ પણ સંવત્ ૧૯૪૫ના પર્યુષણ પહેલાં મુંબઈ આવ્યા, અને સાંતાક્રુઝ શેઠ ત્રિભોવનદાસ ભાણજીના બંગલામાં ભોંયતળિયે પ્રથમના છ મહિના રહ્યા હતા. પછીથી શ્રી રેવાશંકર જગજીવનની પેઢી જ્યાં હોય ત્યાં સાથે કે નજીકમાં તેઓ રહેતા. સં.૧૯૫૧ પછી ગોરા ગાંધીના માળામાં અને ત્યારબાદ ગિરગામમાં રહેલા. વિદેશો સાથે વ્યાપાર જામ્યો શ્રી રેવાશંકર જગજીવનની પેઢીની શરૂઆત સંવત્ ૧૯૪પના પર્યુષણ પછી થઈ. તેમાં શ્રી માણેકલાલ ઝવેરી પ્રેરણારૂપ હતા અને છેવટ સુધી શ્રીમદ્ સાથે ભાગીદારીમાં ટકી રહ્યા હતા. એક બે વરસમાં તો વિલાયત, અરબસ્તાન, રંગૂન વગેરેની મોટી મોટી પેઢીઓ સાથે વેપાર જામ્યો. સં.૧૯૪૮થી સુરતવાળા ઝવેરી નગીનચંદ કપુરચંદ તથા અમદાવાદવાળા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ વગેરે જોડાયા. તે સર્વમાં નિયંતા તરીકે શ્રીમદ્ બહુ ઉપયોગી હતા. સં.૧૯૫૧ની આખર સુધીમાં આ ભાગીદારોને સારો નફો થયો. સં.૧૯૫૨થી શ્રીમદે વ્યાપારથી નિવૃત્ત થવાની ઇચ્છા જણાવી પછી શ્રીમદ્ભા નાનાભાઈ મનસુખભાઈ તે કાર્યમાં જોડાયા. અને સં.૧૯૫રના જેઠથી શ્રીમદે પોતે વ્યાપારથી નિવૃત્ત થવાની ઇચ્છા જણાવી. પરંતુ તેમાં શ્રી રેવાશંકરભાઈ તથા શ્રી મનસુખભાઈ સંમત ન હોવાથી માત્ર સલાહકાર તરીકે ચાલુ રહ્યા. ઝવેરાત ઉપરાંત કાપડ વગેરેનો પણ વેપાર ચાલતો. છેવટે સં.૧૯૫૫માં ચોખાનો વેપાર મોટા પ્રમાણમાં થયો, તેમાં શ્રીમદુને બહુ શ્રમ વેઠવો પડેલો. સં.૧૯૫૬થી સર્વથા નિવૃત્ત થઈ ૨કમ શ્રી મનસુખભાઈના નામે જમા કરાવી સં.૧૯૫૬થી શ્રીમદ્ ત્યાગવૃત્તિ સ્વીકારી વ્યાપારથી સર્વથા નિવૃત્ત થયા હતા. ભાગીદારીમાંથી છૂટા થઈ હિસાબ કરતાં વધે તે રકમ મનસુખભાઈના નામે કરવા જણાવ્યું હતું. શ્રી રેવાશંકરભાઈ અને ગાંધીજી મળીને પરમશ્રત પ્રભાવક મંડળ સંભાળતા શ્રી રેવાશંકરભાઈ સાથે છેવટ સુધી શ્રીમદે સારો સંબંધ જાળવી રાખ્યો હતો. તેમની પ્રજ્ઞા અને ગુણો માટે શ્રીમદુને માન હતું. રેવાશંકરભાઈને ગાંધીજી સાથે નાનપણથી પરિચય હતો. પરમકૃત પ્રભાવક મંડળનું કામ શ્રી રેવાશંકરભાઈ જગજીવનને સોંપાયું હતું. તેની વ્યવસ્થા ગાંઘીજી વગેરે સાથે મળીને તેઓ છેવટ સુધી કરતા હતા. તેઓ સં.૧૯૮૬માં મુંબઈ મુકામે દેવલોક પામ્યા.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy